the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભારતની આઇકોનિક કૂલિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર બ્લૂ સ્ટાર લિમિટેડ કામગીરીનાં 75 વર્ષ પૂર્ણ કરીને પ્લેટનિમ જ્યુબિલીની ઉજવણી કરી!

ભારતની આઇકોનિક કૂલિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર બ્લૂ સ્ટાર લિમિટેડ કામગીરીનાં 75 વર્ષ પૂર્ણ કરીને પ્લેટનિમ જ્યુબિલીની ઉજવણી કરી!

 

વ્યવસાયમાં 75 વર્ષ પૂર્ણ કરનાર બ્લૂ સ્ટાર ભારતીય શેરબજારોમાં લિસ્ટેડ આશરે 6000માંથી પોતાનાં સેગમેન્ટની 40 કંપનીઓ સાથે જોડાઈ અને વાર્ષિક આવક રૂ. 4000 કરોડને આંબી ગઈ

 

 

એર કન્ડિશનિંગ અને કમર્શિયલ રેફ્રિજરેશનમાં અગ્રણી બ્લૂ સ્ટાર લિમિટેડે કામગીરીનાં 75 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનું મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સર કર્યું છે. આ ઐતિહાસિક સીમાચિહ્નની ઉજવણી કરવા કંપનીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) પર અનુક્રમે ‘ઓપનિંગ’ અને ‘ક્લોઝિંગ’ બેલ વગાડ્યો હતો. આ પ્રસંગે બ્લૂ સ્ટારે ભારતનાં ટપાલ વિભાગ દ્વારા કેન્સલ કરેલી સ્ટેમ્પ સાથે બહાર પાડેલી ઇશ્યૂ પણ કરી હતી.

 

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 27 સપ્ટેમ્બર, 1943નાં રોજ મોહન ટી અડવાણી દ્વારા ત્રણ સભ્યોની રિપેરિંગ અને રિકન્ડિશનિંગ એર કન્ડિશનર્સ અને રેફ્રિજરેટર્સ કંપની તરીકે સ્થાપિત બ્લૂ સ્ટાર અત્યારે ભારતમાં એર કન્ડિશનિંગ અને કમર્શયિલ રેફ્રિજરેશન ઉદ્યોગમાં માર્કેટ લીડર છે, જે આંતરરાષ્ટ્રીય બજારોમાં સારી કામગીરી ધરાવે છે. કંપની વોટર અને એર પ્યોરિફાયર્સ, એર કૂલર્સ અને એન્જિનીયરિંગ ફેસિલિટી મેનેજમેન્ટ જેવા નવા વ્યવસાયોમાં પોતાને સ્થાપિત કરવાનાં માર્ગે અગ્રેસર છે. કંપનીનું ઉત્પાદન, ઇન્સ્ટોલર અને આફ્ટર-સેલ્સ સર્વિસ પ્રોવાઇડરનું સંપૂર્ણ વ્યાવસાયિક મોડલ છે, જે રહેણાક, વાણિજ્યિક અને માળખાગત સેગમેન્ટ માટે વિસ્તૃત સોલ્યુશન ઓફર કરે છે, જે બજારમાં નોંધપાત્ર ડિફ્રન્શિયેટર તરીકે પોતાની ક્ષમતા પુરવાર કરી છે. પરંપરાગત સેન્ટ્રલ એર કન્ડિશનિંગ વ્યવસાયે પૂર્ણ કક્ષાનાં ઇલેક્ટ્રો-મિકેનિકલ ટર્નકી સોલ્યુશન્સ પ્રોવાઇડરમાં સફળતાપૂર્વક પરિવર્તન કર્યું છે, જે શ્રેષ્ઠ પ્રોજેક્ટ ડિલિવરી પ્રદાન કરે છે. આ અગ્રણી બી2બી કંપનીને તાજેતરમાં બી2સી પ્રોફાઇલ એક્વાયર કરવા તેમજ બ્લૂ સ્ટારને અનેક કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની રેન્જ સાથે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં પર્યાય બનવા તરફ દોરી ગઈ છે. રૂ. 4600 કરોડનાં ટર્નઓવર સાથે કંપનીનું 32 ઓફિસ, પાંચ અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ, 2800થી વધારે કર્મચારીઓ તથા 3000 ચેનલ પાર્ટનર્સ અને 1000 રિટેલર્સ તેમજ 800 સર્વિસ એસોસિએટ્સ સાથે મજબૂત ચેનલ મેનેજમેન્ટ સિસ્ટમ ધરાવે છે, જે 800થી વધારે શહેરોમાં ગ્રાહકો સુધી પહોંચ ધરાવે છે. કંપની મધ્ય પૂર્વ, આફ્રિકા, સાર્ક અને આસિયાન રિજનનાં 18 દેશોમાં નિકાસ કરે છે, જ્યાં એનાં ઉત્પાદનો અતિ મુશ્કેલ અને દુનિયામાં આત્યંતિક આબોહવાની સ્થિતિમાં ખરાં ઉતર્યા છે.

 

બ્લૂ સ્ટાર લિમિટેડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 18 સપ્ટેમ્બર, 1969નાં રોજ લિસ્ટિંગ થયું હતું અન છેલ્લાં 49 વર્ષમાં દર વર્ષે ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવી છે. આ પ્લેટનિમ જ્યુબિલી વર્ષમાં કંપનીએ શેરદીઠ ડિવિડન્ડ રૂ. 7.50થી વધારીને રૂ. 8.50 કર્યું છે તથા સ્પેશ્યલ પ્લેટિનમ જ્યુબિલી રૂ. 1.50 ડિવિડન્ડ ઉમેર્યું છે, જેથી એનાં શેરધારકોને રૂ. 2નાં દરેક શેર માટે રૂ. 10 મળે છે.

 

બ્લૂ સ્ટારે પ્લેટિનમ જ્યુબિલીથી શતાબ્દી વર્ષ સુધીની સફરમાં પ્રથમ પગલું લીધું હોવાથી કંપની મહત્ત્વાકાંક્ષી વૃદ્ધિ યોજનાઓ ધરાવે છે. કંપનીએ 3 વર્ષની વ્યૂહાત્મક યોજના રજૂ કરી છે, જે આવકમાં વૃદ્ધિ, નફાકારકતામાં સુધારો અને ઉત્પાદકતામાં વધારા પર ભાર મૂક્યો છે. કંપની બજાર કરતાં વધારે ઝડપથી વૃદ્ધિ કરવાની, બેકવર્ડ ઇન્ટિગ્રેશન મારફતે નફાકારકતા વધારવા, ગ્રાહકો સાથે સંબંધને વધારે ગાઢ બનાવવા અને કાર્યદક્ષતા વધારવા ડિજિટલ ટેકનોલોજીની ક્ષમતાનો ઉપયોગ કરવા, એક્સલન્સ પ્રોગ્રામ મારફતે પોતાને અલગ પાડવા, મૂડીરોકાણ પર વળતર વધારવાનું જાળવી રાખવા અને માનવીય મૂડીમાં રોકાણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

 

બ્લૂ સ્ટાર લિમિટેડનાં બોર્ડનાં ચેરમેન સુનીલ એમ અડવાણીએ પ્લેટિનમ જ્યુબિલીએ વિશે કહ્યું હતું કે, “અમને એન્જિનીયરિંગમાં ઉત્કૃષ્ટતા માટેનાં 75 વર્ષની ઉજવણી કરવાનો ગર્વ છે. અમે ઉપભોક્તાની અપેક્ષાઓમાં પરિવર્તન જોઈ રહ્યાં છીએ અન એટલે અમારો સિદ્ધાંત છેઃ ‘હું બ્લૂ સ્ટાર છું. મને આંતરરાષ્ટ્રીય સ્તરનો ગ્રાહક અનુભવ આપવા પર ગર્વ છે.’ મને લગભગ 50 વર્ષથી આ કંપનીની સેવા કરવા પર ગર્વ છે અને આ સફર ખરેખર રોમાંચક છે. વર્ષોથી બ્લૂ સ્ટારે સ્થિર વૃદ્ધિ અને નફાકારકતા જાળવી રાખી છે. અમને ખાતરી છે કે ઉત્પાદનો અને સેવાઓની જેમ અમારું મજબૂત બિઝનેસ મોડલ અમારાં યુવા નેતૃત્વની ચપળતા સાથે અમને શતાબ્દી વર્ષની ઉજવણી તરફ દોરી જશે.”