ભારતની સૌથી મોટી આઈમેક્સ સ્ક્રીન પર લોન્ચ થશે “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” ટ્રેલર

ભારતની સૌથી મોટી આઈમેક્સ સ્ક્રીન પર લોન્ચ થશે “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” ટ્રેલર

યશરાજ ફિલ્મની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના પાત્રોના લૂકથી લઈને પોસ્ટર ધમાકેદાર રીતે રીલીઝ થયા છે. આ ફિલ્મ જેટલી ગ્રેન્ડ છે, તેટલો જ વધુ ઉત્સાહ દર્શકોમાં છે. એટલે યશરાજ ફિલ્મ્સ દ્વારા પણ ફિલ્મની ભવ્યતાને જાળવી રાખવા જુદા જુદા પ્રયત્નો થઈ રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે આ જબરજસ્ત ફિલ્મનું ટ્રેલર દેશની સૌથી મોટી આઈમેક્સ સ્ક્રીન પર લોન્ચ થશે.

ફિલ્મમાં એક્શન સીન્સ ભવ્ય હોવાનો દાવો થઈ રહ્યો છે. આ જબરજસ્ત સ્ટારકાસ્ટ સાથેની ફિલ્મ સાથે અન્યાય ન થાય તે માટે યશરાજ ફિલ્મ્સ દ્વારા આઈમેક્સ સ્ક્રીન પર ટ્રેલર લોન્ચ કરવાનો નિર્ણય કરાયો છે.  મુંબઈના વડાલામાં આવેલા કાર્નિવલ સિનેમાઝની આઈમેક્સ સ્ક્રીન પર ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની ટ્રેલર લોન્ચ ઈવેન્ટ યોજાશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ યશ ચોપરાની 86મી જન્મજયંતીના દિવસે 27 સપ્ટેમ્બરના દિવસે વડાલાના કાર્નિવલ થિયેટરની આઈમેક્સ સ્ક્રીન પર ઠગ્સ ઓફ હિન્દોસ્તાનનું ટ્રેલર લોન્ચ કરાશે. આ અદભૂત ફિલ્મ એક ગ્રાન્ડ ટ્રેલર લોન્ચની હકદાર છે, એટલે આદિત્ય ચોપરા અને આમિર ખાન સહિત વિક્ટરનું માનવું છે કે લોકોને ફિલ્મની ભવ્યતાનો અહેસાસ મોટી સ્ક્રીન પર કરાવવો જોઈએ.

દિવાળી પર રિલીઝ થનારી આ એક્શન એડવેન્ટર ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ મા કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ પણ મુખ્ય ભૂમિકામા જોવા મળશે।