the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મહિન્દ્રાએ આકર્ષક ડિઝાઇન ધરાવતી આંતરરાષ્ટ્રીય સ્તરનું એન્જનીયરિંગ ધરાવતી મરાજો લોંચ કરી 

મહિન્દ્રાએ આકર્ષક ડિઝાઇન ધરાવતી આંતરરાષ્ટ્રીય સ્તરનું એન્જનીયરિંગ ધરાવતી મરાજો લોંચ કરી 

ભારતભરમાં આકર્ષક લોંચ કિંમત રૂ. 9.99 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ 

સાર: 

 • મહિન્દ્રા ઓટોમોટિવ નોર્થ અમેરિકા (MANA), ડેટ્રોઇટ અને મહિન્દ્રા રિસર્ચ વેલી (MRV) ચેન્નાઈ વચ્ચે એન્જિનીયરિંગ જોડાણથી ઉત્કૃષ્ટતા માટે બનેલ મરાજો સરળ સવારી, ચપળ સંચાલન, શાંત કેબિન, ઝડપી કૂલિંગ અને લક્ઝરિયસ સ્પેસ ઓફર કરે છે
 • શાર્ક-પ્રેરિત મરાજોની આકર્ષક ડિઝાઇન ઇટાલીની પિનઇન્ફેરિના અને મુંબઈમાં મહિન્દ્રા ડિઝાઇન સ્ટુડિયો વચ્ચે સમન્વયનું પરિણામ છે, જેણે સ્ટ્રીમલાઇન અને એરોડાયનેમિક શેપ આપ્યો છે. એની ગ્રિલ શાર્ક જેવા દાંતનો આક્રમક દેખાવ ધરાવે છે અને શાર્કની પૂંછડી જેવી ટેલ લેમ્પ ધરાવે છે
 • મરાજોની પેટન્ટ ધરાવતી ‘બોડી-ઓન-ફ્રેમ-ફ્રન્ટ-વ્હીલ-ડ્રાઇવ આર્કિટેક્ચર’ ઓફર કરે છે, જે ચપળતા, ‘કાર જેવા’ ડ્રાઇવિંગ તેમજ બોડી-ઓન-ફ્રેમ કન્ફિગરેશનનું ટકાઉપણું અને ખડતલતાનો બમણો લાભ ઓફર કરે છે.
 • મરાજો પોતાનાં ટ્વિસ્ટ બીમ રિઅર સસ્પેન્શનને કારણે સરળ સવારી સુનિશ્ચિત કરે છે, જે આ સેગમેન્ટમાં સૌથી વધુ સસ્પેન્શન ટ્રાવેલ (245mm) ઓફર કરે છે.
 • મરાજો 8 લોકોને સુવિધાજનક રીતે બેસવા માટે પહેલી અને બીજી રોમાં બેસ્ટ-ઇન-ક્લાસ શોલ્ડર રૂમ ઓફર કરે છે. આ મરાજોમાં સરળતાપૂર્વક પ્રવેશ કરવાની અને બહાર નીકળવાની સુવિધા આપે છે, કારણ કે એનાં નીચા સ્ટેપ-ઇન-હાઇટને કારણે ફૂટબોર્ડની મદદ વિના વાહનમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે અને બહાર નીકળી શકે છે.
 • આ ઉદ્યોગમાં પ્રથમ “સરાઉન્ડ કૂલ ટેકનોલોજી” ધરાવે છે, જે તમને ડાયરેક્ટ અને ડિફ્યુઝ મોડમાંથી પસંદગી કરવાનો વિકલ્પ આપે છે તેમજ એનાં સેગમેન્ટમાં સૌથી વધુ ઝડપથી કૂલિંગ આપે છે
 • મરાજો એનાં સેગમેન્ટમાં સર્વોચ્ચ પાવર ડેન્સિટી અને ટોર્ક ડેન્સિટી સાથે નું નવું 4-સિલિન્ડર એન્જિન 2kW (121 BHP) પાવર અને 300 Nm ટોર્ક પેદા કરે છે
 • મરાજોનાં એરોડાયનેમિક ડિઝાઇન અને નવી, અત્યાધુનિક, લો- NVH એન્જિન સાથે પેસેન્જર્સ એનાં સેગમેન્ટમાં સૌથી શાંતિ કેબિન ધરાવે છે
 • મરાજો તમામ 4 વ્હિલમાં ફર્સ્ટ-ઇન-ક્લાસ ડિસ્ક બ્રેકનું વિશિષ્ટ પેકેજ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ફર્સ્ટ-ઇન-ક્લાસ ઇમરજન્સી કોલ, તમામ વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ તરીકે ABS અને ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ. આ ઓક્ટોબર, 2020નાં સલામતીનાં ધારાધોરણો પૂર્ણ કરે છે
 • મરાજો કન્ટૂર-મેપલ ભવ્ય લેધરની સીટ, હેપ્ટિક અને કેપસેન્સ ટેકનોલોજી સાથે 18સેમી કલર ટચ સ્ક્રીન ઇન્ફોટેઇન્મેન્ટ, પિયાનો બ્લેક ડેશબોર્ડ, બીજી રોમાં ફર્સ્ટ-ઇન-ક્લાસ સન શેડ વગેરે સાથે સ્પોર્ટ્સ પ્રીમિયમ ડ્યુઅલ ટોન ઇન્ટેરિઅર્સ
 • 7 અને 8 સીટર કન્ફિગરેશનમાં ઉપલબ્ધ, જેમાં 7 સીટરમાં બીજી રોમાં કેપ્ટન સીટનો વિકલ્પ
 • 4 વેરિઅન્ટ – M2, M4, M6, M8 – અને 6 કલર – મેરિનર મરુન, પોઝઇડોન પર્પલ, એક્વા મરિન, આઇસબર્ગ વ્હાઇટ, ઓશેનિક બ્લેક અને શિમરિંગ સિલ્વર 

નાશિક, 3 સપ્ટેમ્બર, 2018: ભારતનાં પ્રીમિયમ SUV ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (M&M)એ આજે મરાજો લોંચ કરવાની જાહેરાત કરી હતી, જેની આતુરતાપૂર્વક કારપ્રેમીઓ રાહ જોઈ રહ્યાં હતાં. મરાજો ઉત્કૃષ્ટતા સુવિધાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે તથા સરળ સવારી, ચપળતાપૂર્વક સંચાલન, શાંતિ કેબિન, ઝડપી કૂલિંગ અને ભવ્ય ઇન્ટેરિઅર સ્પેસ ધરાવે છે. દેશભરમાં આજથી મહિન્દ્રાની ડિલરશિપમાં મરાજોનું બુકિંગ શરૂ થઈ જશે, જેનાં M2 વેરિઅન્ટની આકર્ષક લોંચ કિંમત રૂ. 9.99 લાખ (એક્સ-શોરૂમ) છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં એક્ઝિક્યુટિવ ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે, “મરાજોનું લોંચિંગ મહિન્દ્રાની ભારતમાં ઓટોમોટિવ સફરમાં નિર્ણાયક ઘટના હોવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહિન્દ્રા માટે મહત્ત્વપૂર્ણ છે. મહિન્દ્રા ઓટોમોટિવ નોર્થ અમેરિકા (MANA) અને મહિન્દ્રા રિસર્ચ વેલી (MRV) વચ્ચે પ્રોડક્ટ વિકસાવવાનાં સતત પ્રયાસ તરીકે મરાજો કામગીરીમાં અમારી ‘રાઇઝ’ ફિલોસોફીનું ઉચિત પ્રતિનિધિત્વ કરે છે. અમારી ડેવલપમેન્ટ ટીમે વૈકલ્પિક વિચારસરણીનો ઉપયોગ કર્યો છે તથા અમારાં માટે પડકારરૂપ ગેમથી જરાં પણ ઓછાં ન ઉતરે એવાં વાહનની ડિલિવરી કરવાની અમારી મર્યાદાને પડકાર ફેંક્યો હતો. અમે નવી કક્ષામાં પ્રવેશ કર્યો છે અને વધુ એક આઇકોનિક પ્રોડક્ટ ઓફર કરીશું એવી આશા છે.”

આ પ્રસંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર ડો. પવન ગોએન્કાએ કહ્યું હતું કે, “મરાજો મહિન્દ્રાની પ્રોડક્ટ વિકસાવવાનાં સતત નવા, આંતરરાષ્ટ્રીય અભિગમનું પ્રતીક છે, જેનું એન્જિનીયરિંગ ઉત્કૃષ્ટતા માટે ડેટ્રોઇટમાં કરવામાં આવ્યું છે, એની ડિઝાઇન ઇટાલીમાં પિનઇન્ફેરિના સાથે જોડાણમાં અમારી ઇન-હાઉસ ટીમે તૈયાર કરી છે તેમજ સંપૂર્ણ પેકેજનું સંકલન ચેન્નાઈ નજીક અમારાં અત્યાધુનિક સંશોધન અ વિકાસ કેન્દ્ર MRVમાં થયું છે. મરાજો અમારાં ઓટોમોટિવ ઉત્પાદનો માટે નવી દિશાનું પ્રતિનિધિત્વ પણ કરે છે, જે અમારાં ગ્રાહકોને વિશિષ્ટ ગુણવત્તા અને ખરાં અર્થમાં શ્રેષ્ઠ અનુભવ ઓફર કરે છે.”

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં ઓટોમોટિવ સેક્ટરનાં પ્રેસિડન્ટ રાજન વાઢેરાએ કહ્યું હતું કે, “આ અમારા માટે ગર્વની ક્ષણ છે, કારણ કે મરાજો મહિન્દ્રાનાં UV સેગમેન્ટમાં પરિવર્તનમાં નવું પીછું છે. અભૂતપૂર્વ પ્રોડક્ટ અને કેટેગરી ક્રીએટર ઓફર કરવા અમે હંમેશા પ્રયાસરત છીએ. મને ખાતરી છે કે વિશિષ્ટ સ્ટાઇલ, શ્રેષ્ઠ સવારી, ચપળ સંચાલન, વિશાળ સ્પેસ, નવું ઉત્તમ NVH લેવલ અને આકર્ષક લોંચ પ્રાઇઝ જેવા પરિબળો સાથે મરાજો સફળતાનો નવો માપદંડ સ્થાપિત કરશે.”

મરાજો વિશેઃ

શાર્ક-પ્રેરિત ડિઝાઇનઃ મરાજોની શાર્ક-પ્રેરિત ડિઝાઇન એની ચમકદાર અને આકર્ષક સિલ્હટમાં, શાર્કનાં દાંત જેવી આગળની ગ્રિલ ઇન્સર્ટમાં, શાર્કની પૂંછડીથી પ્રેરિત ટેલ-લેમ્પ અને શાર્ક-ફિન એન્ટેના (એક્સેસરી સ્વરૂપે) જોવા મળે છે. પ્રોજેક્ટર હેડલેમ્પ, ડેટાઇમ રનિંગ લેમ્પ સાથે ફોગ લેમ્પ, એક્ષ્ટેરિઅર્સ પર સુંદર ક્રોમ ફિનિશમાં, ટ્વિન-સ્પોક 17” મશીન એલોય વ્હીલ્સ મરાજોની સ્ટાઇલમાં ચાર ચાંદ લગાવી દે છે.

પેટન્ટ ધરાવતી બોડી-ઓન-ફ્રેમ, ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ આર્કિટેક્ચરઃ મરજો વિશ્વમાં પ્રથમ વિશિષ્ટ આર્કિટેક્ચર ધરાવે છે, જે ડ્રાઇવરોને “કાર-જેવો” અનુભવ આપે છે, અન્ય આ જ પ્રકારનાં વાહનોની સરખામણીમાં લાઇટ એમપીવી હોવાનો અહેસાસ કરાવે છે તેમજ બોડી-ઓન-ફ્રેમ કન્ફિગરેશનની ખડતલતા પણ ધરાવે છે.

સરળ સવારી અને ચપળ સંચાલનઃ મરાજોનું રિઅર સસ્પેન્શન લાઇટવેઇટ “ટ્વિસ્ટ બીમ” કન્સ્ટ્રક્શન ધરાવે છે, જે ઉત્કૃષ્ટ સવારી અને સેગમેન્ટમાં 245mmનાં સર્વોચ્ચ સસ્પેન્શન ટ્રાવેલ સાથે સંચાલનની ક્ષમતા આપે છે. મરાજો ચેસિસ ફૂલી બોક્સ ફ્રેમ ધરાવે છે, જેમાં ફોર્જ એલ્યુમિનિયમ ફ્રન્ટ સસ્પેન્શન કમ્પોનેન્ટ ધરાવે છે, જેનાથી સંચાલનની પ્રતિક્રિયામાં વધારો થાય છે. એનાં ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ લેઆઉટ ફ્રન્ટ વ્હીલ્સને પાવર આપે છે, જેનાં પરિણામે વાહનનું સંચાલન ઘણું સરળ અને સલામત થઈ જાય છે.

ફર્સ્ટ-ઇન-ક્લાસ ઇલેક્ટ્રિક પાવર સ્ટીઅરિંગ જે ઇંધણનું વાજબીપણું, સ્ટીઅરિંગનો શ્રેષ્ઠ અનુભવ અને મેનુવરેબિલિટી સુધારે છે. મજારો ચુસ્ત પરિસ્થિતિમાં ડ્રાઇવરને સક્ષમ બનાવવા ઉત્કૃષ્ટ 5.25mની ટર્નિંગ રેડિયસ ડિલિવર કરે છે.

8 લોકોને સુવિધાજનક બેસવા વિશાળ સ્પેસઃ મરાજોની ડિઝાઇન તમામ 3 રોમાં કેબિનની મહત્તમ સ્પેસ આપે એવી ડિઝાઇન ધરાવે છે અને કેટેગરીમાં વાહનની લંબાઈ વધાર્યા વિના સૌથી વધુ કોમ્પેક્ટ છતાં વિશાળ વાહનોમાંનું એક છે. મજારો પહેલી અને બીજી રોમાં બેસ્ટ-ઇન-ક્લાસ શોલ્ડર રૂમ ધરાવે છે તેમજ  લક્ઝુરિયસ લેગરૂમ ધરાવે છે, જેમાં છ ફૂટની ઊંચાઈ ધરાવતી વ્યક્તિ પણ સરળતાથી પ્રવેશ કરી શકે છે, અનુકૂળતાપૂર્વક બેસી શકે છે અને બહાર નીકળી શકે છે. આ માટે 465mmની સુવિધાજનક સ્ટેપ-ઇન હાઇટ સાડી ધારણ કરેલી મહિલાઓને સળતાપૂર્વક અંદર-બહાર થવા તેમજ વયોવૃદ્ધિ વ્યક્તિઓને ફૂટબોર્ડનો ઉપયોગ કર્યા વિના ચડવાની સુવિધા પ્રદાન કરે છે.

મરાજો 7-સીટર અને 8-સીટર વિકલ્પો સાથે આવે છે, જેમાં 7-સીટર બીજી રોમાં કેપ્ટન સીટ ધરાવે છે. બીજી રો (8-સીટરમાં) અને ત્રીજી રોમાં સંપૂર્ણપણે ફોલ્ડ ડાઉન થાય ત્યારે 1055 લિટરની લગેજ સ્પેસમાટે ફોલ્ડેબલ 60:40 સ્પ્લિટ મળે છે.

પોતાનાં ક્લાસમાં શાંતિ કેબિનઃ મજારોની એરોડાયનેમિક ડિઝાઇન સુનિશ્ચિત કરે છે કે પાવરટ્રેન અને રોડ NVH ઇપુટ વાહનની અંદર એમ્પ્લિફાઇ થતાં નથી. મજારો 1.5 લિટર, 4-સિલિન્ડર D15 ડિઝલ એન્જિનથી સંચાલિત છે, જેની ડિઝાઇન ઓછો અવાજ, વાઇબ્રેશન અને સખ્તાઈ માટે ડિઝાઇન કરેલ છે. આ એનાં ક્લાસમાં સૌથી શાંત કેબિન માટે બનાવી છે. ડ્રાઇવરને કાનમાં ફક્ત 43 ડેસિબલ (ડ્રાઇવરની સક્રિયતા સાથે કાનમાં અવાજ) અવાજ સંભળાય છે.

પોતાની કેટેગરીમાં સૌથી વધુ ઝડપથી કૂલિંગઃ મજારો ઉદ્યોગમાં સૌપ્રથમ સરાઉન્ડ કૂલ ટેકનોલોજી ઓફર કરે છે, જેની સાથે ફૂલી ઓટોમોટિક ટેમ્પરેચર કન્ટ્રોલ (FATC) છે, જે કેબિનને સેમગેન્ટમાં અન્ય વાહનોની સરખામણીમાં વધારે ઝડપથી (36 મીટર/સેકન્ડ હવાનો પ્રવાહ) કૂલિંગ આપે છે. સરાઉન્ડ કૂલ ટેકનોલોજી પેસેન્જર્સને ડાયરેક્ટ મોડ અને ડિફ્યુઝ મોડમાંથી પસંદગી કરવાની સુવિધા આપે છે. 

પ્રીમિયમ ઇન્ટેરિઅર્સ:

 1. પર્લ વ્હાઇટ, પિઆનો બ્લેક અને ક્રોમ ફિનિશિંગ સાથે પ્રીમિયમ ડ્યુઅલ-ટોન ઇન્ટેરિઅર્સ
 2. ડ્રાઇવર માટે લમ્પર સપોર્ટ અને હાઇટ-એડજસ્ટર સાથે કન્ટૂર-મેપ લેધર સીટ
 3. પર્પલ ઇલ્યુમિનેશન સાથે ફ્યુચરિસ્ટિક ક્લસ્ટર અને વિમાન-પ્રેરિત વિશિષ્ટ પાર્કિંગ બ્રેક
 4. ત્રીજી રોમાં પેસેન્જરને પ્રવેશવા/બહાર નીકળવા માટે વન-ટચ ટમ્બલ ડાઉન લીવર સાથે બીજી રોમાં LHS સીટ
 5. બીજી રોનાં પેસેન્જર્સ માટે ફર્સ્ટ-ઇન-ક્લાસ સનશેડ

પર્ફોર્મન્સઃ મરાજો ટ્રાન્સવર્સ (પૂર્વ-પશ્ચિમ) લેઆઉટમાં સંશોધિત 1.5 લિટર 4-સીલિન્ડર ધરાવે છે, કેબિન માટે ઘણી બધી સ્પેસ ધરાવે છે. એન્જિન 90.2kW (121 BHP) પાવર અને 300 Nm ટોર્ક પેદા કરે છે તથા ઓછાં અવાજ, વાઇબ્રેશન તેમજ વધારે સરળતા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ આકર્ષક ARAI-સર્ટિફાઇડ 17.3kmpl માઇલેજ પણ ઓફર કરે છે.

તમામ માટે સલામતી: મજારો તમામ વેરિએન્ટમાં સલામતી માટે નીચેની સુવિધાઓનું વિશિષ્ટ પેકેજ ધરાવે છે –

 1. ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ
 2. તમામ 4 વ્હીલ્સમાં ઉદ્યોગમાં સૌપ્રથમ ડિસ્ક બ્રેક
 3. ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ
 4. ફૂલ-બોક્સ ફ્રેમ, કોલપ્સિબલ સ્ટીઅરિંગ કોલમ, ક્રમ્પ્લ ઝોન, સાઇડ-ઇમ્પેક્ટ બીમ દ્વારા સ્ટીલનાં અતિ-મજબૂત માળખાનો સપોર્ટ
 5. ઇમ્પેક્ટ-સેન્સિટિવ ડોર લોક
 6. એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)

M6 અને M8 વેરિઅન્ટમાં રિઅર પાર્કિંગ કેમેરા અને સેન્સર્સ સામેલ છે, તેમજ ફર્સ્ટ-ઇન-ક્લાસ ઇમરજન્સી કોલ અને કોર્નરિંગ લેમ્પ સામેલ છે 

ટેકનોલોજી:

 1. 18 cm (7″) કલર ટચ સ્ક્રીન ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ: શ્રેષ્ઠ ટચ અને ફીલ માટે હેપ્ટિક્સ અને કેપસેન્સ ટેકનોલોજી, આઇપોડ કનેક્ટિવિટી, પિક્ચર વ્યૂઅર, USB ઓડિયો/વીડિયો, બ્લુટૂથ ઓડિયો
 2. ઓન-બોર્ડ નેવિગેશન સાથે ક્લસ્ટરમાં ટર્ન બાય ટર્ન નેવિગેશન ઇન્ડિકેટર
 3. અનુકૂળ કનેક્ટિવિટી, જેમાં એન્ડ્રોઇડ ઓટો, ઇમરજન્સી કોલ સાથે મહિન્દ્રા બ્લુ સેન્સ એપ
 4. મ્યુઝિક સિસ્ટમ અને ઇન્ફોટેઇન્મેન્ટ અને એસએમએસ રીડ-આઉટ માટે વોઇસ રેકગ્નિશન જેવા વોઇસ આસિસ્ટ ફીચર્સ માટે વોઇસ એક્ટિવેટેડ કન્ટ્રોલ
 5. સ્ટીઅરિંગ-માઉન્ટેડ ઓડિયો અને ફોન કન્ટ્રોલ

અનુકૂળ ફીચર્સ: સ્લાઇડ ટર્ન ઇન્ડિકેટર્સ અને એન્ટ્રી આસિસ્ટ લેમ્પ સાથે પાવર-ફોલ્ડેબલ ORVMs, ફોલો-મી-હોમ અને લીડ-મી-વ્હિકલ હેડલેમ્પ, સર્વિસ રિમાઇન્ડર, કૂલ ગ્લોવ બોક્ષ, સનગ્લાસ હોલ્ડર, કન્વર્સેશન મિરર, દરેક રોમાં કપ-હોલ્ડર્સ અને તમામ 4 ડોર પર બોટલ-હોલ્ડર, મલ્ટિપલ ચાર્જિંગ અને મીડિયા આઉટલેટ.

મહિન્દ્રા વિશે 

20.7 અબજ ડોલરનું મહિન્દ્રા ગ્રૂપ વિવિધ કંપનીઓનું જૂથ છે, જે લોકોને નવીન મોબાલિટી સોલ્યુશન્સ મારફતે સક્ષમ બનાવે છે, ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિ લાવે છે, શહેરી જીવનની ગુણવત્તા વધારે છે, નવા વ્યવસાયોને પોષણ આપે છે અને વિવિધ સમુદાયોને પ્રોત્સાહન આપે છે. આ ભારતમાં યુટિલિટી વ્હીકલ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નાણાકીય સેવાઓ અને વેકેશન ઑનરશિપમાં ટોચનું સ્થાન ધરાવે છે તથા વિશ્વમાં વોલ્યુમની દ્રષ્ટિએ ટ્રેક્ટરની સૌથી મોટી કંપની છે. તે એગ્રીબિઝનેસ, એરોસ્પેસ, કમર્શિયલ વ્હિકલ્સ, કમ્પોનેન્ટ, ડિફેન્સ, લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ, રિન્યૂએબલ એનર્જી, સ્પીડબોટ્સ અને સ્ટીલ સહિત વિવિધ વ્યવસાયોમાં મજબૂત હાજરી ધરાવે છે. ભારતમાં હેડક્વાર્ટર ધરાવતું મહિન્દ્રા ગ્રૂપ 100 દેશોમાં 2,40,000થી વધારે લોકોને રોજગારી આપી છે.

મહિન્દ્રા વિશે વધારે જાણકારી મેળવવા વેબસાઇટની મુલાકાત લોઃ www.mahindra.com / Twitter and Facebook: @MahindraRise