મહિન્દ્રા લોજિસ્ટિક્સે નવા CFO તરીકે યોગેશ પટેલની નિમણૂક કરી

મહિન્દ્રા લોજિસ્ટિક્સે નવા CFO તરીકે યોગેશ પટેલની નિમણૂક કરી

 

3 સપ્ટેમ્બર, 2018: ભારતની સૌથી મોટી થર્ડ-પાર્ટી લોજિસ્ટિક્સ (3PL) સોલ્યુશન પ્રોવાઇડર્સમાંની એક મહિન્દ્રા લોજિસ્ટિક્સ (MLL)એ કંપનીનાં નવા ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે શ્રી યોગેશ પટેલની નિમણૂકની જાહેરાત કરી હતી. યોગેશ ટૂંક સમયમાં નિવૃત્ત થનાર શ્રી નિખિલ નાયક પાસેથી આ જવાબદારી સંભાળશે.

 

યોગેશ પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને 20 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. યોગેશે અગાઉ અર્નેસ્ટ એન્ડ યંગ, આઇબીએમ, વિપ્રો જેવી કંપનીઓમાં ફાઇનાન્સ વિભાગમાં સીનિયર લીડરશિપ પોઝિશન સંભાળી છે.

મહિન્દ્રા લોજિસ્ટિક્સનાં CEO શ્રી પિરોઝશૉ સરકારીએ કહ્યું હતું કે, “નિખિલ સાથે વર્ષોથી કામ કરવાની ખુશી છે. MLLને ઘડવામાં પથપ્રદર્શક ભૂમિકા ભજવવા અને અમૂલ્ય પ્રદાન કરવા બદલ હું તેમનો આભાર માનું છું. મને નવા CFO તરીકે યોગેશને આવકારવાનો પણ આનંદ છે. યોગેશ અમારી સાથે રસપ્રદ સમયમાં જોડાયા છે, જેમાં અમે MLLનું મોટાં પાયે ડિજિટાઇજેશન શરૂ કર્યું છે. તેઓ આઇબીએમ અને વિપ્રો જેવી ટેકનોલોજી કંપનીઓમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે, જે અમારાં માટે અતિ કિંમતી પુરવાર થશે.”

મહિન્દ્રા લોજિસ્ટિક્સ વિશે

મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડ (MLL) મહિન્દ્રા પાર્ટનર્સની પોર્ટફોલિયો કંપની છે, જે 20.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપનું 1 અબજ ડોલરનું પ્રાઇવેટ ઇક્વિટી ડિવિઝન છે. MLL અગ્રણી થર્ડ-પાર્ટી લોજિસ્ટિક્સ (3PL) કંપની છે,  જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને પીપલ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવે છે. લગભગ એક દાયકાથી વધારે સમય અગાઉ સ્થાપિત એમએલએલ ઓટોમોબાઇલ, એન્જિનીયરિંગ, કન્ઝ્યુમર ગૂડ્સ અને ઇ-કોમર્સ જેવા વિવિધ ઉદ્યોગોમાં 350થી વધારે કોર્પોરેટ કસ્ટમર્સને સેવા આપે છે. કંપનીએ “એસેટ-લાઇટ” બિઝનેસ મોડલ અપનાવ્યું છે, જે કંપનીને સંપૂર્ણ સપ્લાય ચેઇન અને પીપલ ટ્રાન્સપોર્ટ ઓપરેશનમાં કસ્ટમાઇઝ અને ટેકનોલોજી અનેબલ્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

વધારે માહિતી મેળવવા અમારી વેબસાઇટની મુલાકાત લોઃ www.mahindralogistics.com