રાજશ્રી પોલીપૅક એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ

રાજશ્રી પોલીપૅક એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (લાંબા ગાળાની સબ્સ્ક્રાઇબ કરો)

• આરપીપીએલ પ્લાસ્ટિક / થર્મોફોર્મડ પેકેજિંગ પ્રોડક્ટ્‌ સાથે જોડાયેલ છે
• સારો ક્લાયન્ટ્‌સ બેઈઝ અને વૃદ્ધિનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે
• ઘણા રાજ્યો દ્વારા હાલની પ્લાસ્ટિકની પ્રતિબંધની હિલચાલ એ મુખ્ય જોખમ છે
• વેલ્યુએશન વાજબી લાગે છે.
• લીડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ નબળો છે

રાજશ્રી પોલીપૅક લિમિટેડ (આરપીપીએલ) કે જે એક દાયકા પહેલા પ્લાસ્ટિકની પેકીંગ પ્રોડક્ટ્‌સમાં પ્રવેશી હતી તે હવે કઠોર પ્લાસ્ટિકના શીટ્‌સ અને થર્મોફોર્મડ પેકેજિંગ પ્રોડક્ટ્‌સના ઉત્પાદનમાં આગેવાન છે (કેર એડવાઇઝરી રીપોર્ટ મુજબ – જુલાઇ ૨૦૧૮). કંપનીએ વૈવિધ્યપૂર્ણ પ્લાસ્ટિક થર્મોફોર્મ્ડ પેકેજિંગ પ્રોડક્ટ્‌સનું ઉત્પાદન કરે છે, જેમ કે દહીં અને આઈસ્ક્રીમ કન્ટેનર, ફૂડ પેકિંગ, ક્યુએસઆર, કોફી કપ, બેકરી પ્રોડક્ટ્‌સ અને કન્ફેક્શનરી, બેવેરિયન કપ અને કન્ટેનર, જેનરિક બાઉલ, ફળો વનસ્પતિ પૅકિંગ માટે પનેટસ અને ટ્રે જેવી પ્રોડક્ટ્‌સ , ઢાંકણા વગેરે ગ્રાહકોની મંગ અને જરુરિયાત અનુસાર બનાવે છે. ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે તેમની પાસે વિશાળ કદ અને ડિઝાઇનની રેન્જ ઉપલબ્ધ છે. ૧૦૦,૦૦૦ થી વધુ ઉત્પાદનોની વાર્ષિક ક્ષમતા અને ૧૦૦ કરતાં વધુ ઉત્પાદનો સાથે, કંપની મૂળભૂત રીતે ચાલુ તકનીકી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, અને તેના વ્યવસાયમાં ઉપયોગમાં લેવાતી તકનીક પર અદ્યતન રહેવાનું લક્ષ્ય રાખ્યું છે. આરપીએલપીમાં ડેરી, પીણાં, એફએમસીજી, ક્યુએસઆર, રિટેલ, ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરને પૂરી કરનારા ઉત્પાદનોની વૈવિધ્યસભર શ્રેણી છે.

મૂડીનો ઈતિહાસ અને ઈસ્યુનું માળખું :

દમણ ખાતે ફેક્ટરી યુનિટ સ્થાપવાઅને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાતો માટે અંશતઃ નાણાં એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા રૂ. ૧૦ નો એક એવા ૨૯૬૦૦૦૦ ઈક્વીટી શેર બુકબિલ્ડીંગ રૂટ દ્વારા રૂ. ૧૧૯ થી રૂ. ૧૨૧ના ભાવે ઓફર કરીને રૂ. ૩૫.૨૨ કરોડ થી રૂ. ૩૫.૮૫ કરોડ (નીચેના અને ઉપરના પ્રાઈઝ બેન્ડને આધારે )એકત્રિત કરવા માટે મૂડી બજારમાં આવી રહેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૦.૦૯.૧૮ના રોજ ખુલશે અને તા. ૧૨.૦૯.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૦૦૦ શેર માટે અને તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાયા પછી તેની ભરપાઈ થયેલ મૂડીના ૨૬.૩૫ ટકા હિસ્સો આપશે.

આ ઈસ્યુના લીડ મેનેજર પીએલ કેપિટલ માર્કેટસ પ્રા. લી. (પ્રભુદાસ લીલાધર ગ્રુપ) છે.જયારે લીન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે.

આ કંપનીઅને ૪૯.૯૬ ટકા (૧૪૦૫૦૦૦ શેર) કયુઆઈબી માટે , ૧પ ટકા (૪૨૨૦૦૦ શેર) એચ એન આઈ માટે અને ૩પ ટકા (૯૮૫૦૦૦ શેર) નાના રોકાણકારો માટે અનામત રાખેલ છે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી આ કંપનીએ જાન્યુઆરી ર૦૧ર થી ઑગષ્ટ ર૦૧૮ વચ્ચે શેર દીઠ રૂ. રપ થી રૂ.૧૬૭.૫૫ ના ભાવે શેર આપેલ હતા. (તેમણે ઑગષ્ટ ર૦૧૮ માં રૂ. ૧ર૦ ના ભાવે ૨૯૭૯૩૯ શેરનું પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટ કરેલ હતું.)આ ઉપરાંત તેમણે નવેમ્બર ર૦૧૬ માં એક શેર પર બે શેર બોનસ આપેલ હતું.
પ્રમોટર દ્વારા શેર સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૧૨.૫૩, રૂ. ૧૨.૫૭ અને રૂ. ૨૭.૬૮ છે.
આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી રૂ. ૮.૨૭ કરોડ છે જે આ ઈસ્યુ ભરાયા પછી રૂ. ૧૧.૨૩ કરોડ થશે.

આર્થિક દેખાવ

આર્થિક દેખાવને મોરચે છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં આ કંપનીએ કુલ આવક /ચોખ્ખો નફો રૂ.૬૫.૦૬ કરોડ / રૂ. ૦.૭૨ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૯૫.૬૬ કરોડ / રૂ. ૭.૮૩ કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૯૬.૪૩ કરોડ / રૂ. ૮.૮૭ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૧૧૨.૫૦ કરોડ / રૂ. ૯.૩૧ કરોડ(નાણાકીય વર્ષ ૧૮) દર્શાવેલ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૧૧.ર૧ અને સરેરાશ આરઓએનડબલ્યુ ર૧.૬૦ દર્શાવેલ છે. તા. ૩૧.૩.૧૮ના રોજની એન એ વી રૂ. ૫૮.૯૧ના આધારે આ ઈસ્યુનો ભાવ ૨.૦૫ના પી/બીવીથી આવે છે જો આપણે ના. વ. ૧૮ ની કમાણીને લઈએ અને ફાળવણી પછીના તમામ ઈસ્યુના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૧૪.૬ ના પી/ઈ રેશિયોથી આવે છે, જે વાજબી જણાય છે. કંપનીના ગ્રાહક વતૃળમાં અમુલ, હિંદ યુનિલિવર, નેસ્લે, બ્રિટાનિયા, ડેનોન, મધર ડેરી, ટાટા ટી, કીન્ડર જોય, વાડીલાલ વગેરેનો સમાવેશ થાય છે. જોકે, હાલમાં ઘણા રાજયોએ પ્લાસ્ટિક / થર્મો પ્રોડક્ટ પ્રતિબંધ બાન કરવા માટે ચરવળ કરી છે જે ચિંતા જન્માવે છે. (કંપીને આ અંગે અને એલએમ પર સ્પષ્ટીકરણ કરવા માટે ઈમેઈલ મોકલવામાં આવ્યા હતા પણ આ લખાયછે ત્યાં સુધી કોઈ ક્વેરીનો જવાબ આપવામાં આવેલ નથી.)

મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

મર્ચન્ટ બેન્કરના મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં તેણે કોઈ આઇપીઓનું સંચાલન કર્યું નથી અને તેથી તાજેતરના લીસ્ટીંગ માટે કોઈ ટ્રેક રેકોર્ડ નથી. જો કે, ભૂતકાળનો તેમનો રેકોર્ડ ખૂબ જ નબળો છે કારણ કે ઘણી કંપનીઓએ વેપારમાંથી સસ્પેન્ડ થતાં પહેલાં રોકાણકારોની સંપત્તિમાં ભારે ઘટાડો કર્યો છે. (તેમાંના કેટલાક રાજ ઓઇલ, એસ્ટ્રાલ કોક, રિસર્જેરી માઇન્સ, રીષભદેવ ટેક છે, જે હાલમાં વેપારમાંથી સસ્પેન્ડ છે).

નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી

કંપનીની નાણાકીય કામગીરી આકર્ષક છે, પરંતુ પ્લાસ્ટિક ઉપયોગ પ્રતિબંધના આંદોલન અંગે ચિંતા છે. આ અંદોલનમાં બીજાં વધં રાજયો પણ જોડાયા છે જેથી આ બાબત આ કંપની માટે આગળ પર મોટું જોખમ છે. સરકારના અંતિમ ચુકાદાના પરિણામ પર આ કંપનીઓનો આધાર છે. જો કે ઈસ્યુના ભાવ આકર્ષક છે, જેથી જેમના હાથ પર વધારાની રોકડ હોય તેવા રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ વિચારી શકે છે.

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Curtsy  : http://www.chittorgarh.com