રૂંવાડા ઉભા કરી દેશે ‘તુમ્બાડ’નું ટ્રેલર, ડરનો રૂબરૂ થશે અહેસાસ

રૂંવાડા ઉભા કરી દેશે ‘તુમ્બાડ’નું ટ્રેલર, ડરનો રૂબરૂ થશે અહેસાસ

હૉર ફિલ્મ ‘તુમ્બાડ’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ટ્રેલરમાં ફિલ્મની સ્ટોરી ‘તુમ્બાડ’ નામની રહસ્યમય જગ્યા અને તેની આસપાસ રચાતી માયાજાળની ઝલક દર્શાવવામાં આવી છે. ભૂતિયા દ્રશ્યો અને ઈન્ટેન્સ હૉરર થ્રિલર સેટ અપ સાથે ‘તુમ્બાડ’માં એક એવા ખજાના માટે જંગ થશે, જે એક આત્માના કબજામાં છે. ફિલ્મના આ રોમાંચક ટ્રેલરમાં પૌરાણિક કથાઓ સાથે દર્શકોને રૂબરૂ કરાવાયા છે, જે આ હૉરર ફિલ્મનો સૌથી મહત્વનો હિસ્સો છે. ‘તુમ્બાડ’ના ટ્રેલરમાં એક્ટર સોહમ શાહની શાનદાર એક્ટિંગની ઝલક પણ દેખાય છે. નીચે ક્લિક કરીને જુઓ ટ્રેલર

ફિલ્મનું ટ્રેલર સોહમ શાહે ટ્વિટ કરીને લોન્ચ કર્યું. સોહમ શાહે ટ્વિટર પર લખ્યુ,’ડરી ગયા ? હજી તો શરૂઆત પણ નથી થઈ #Tumbbadtrailer.’ કલ્પના, એક્શન ભય અને ડરની ઝલક સાથે આનંદ એલ. રાયની ‘તુમ્બાડ’ એક રોમાંચક રોલર કોસ્ટર રાઈડ સાબિત થશે. જેમાં દર્શકોને મનોરંજનની સાથે સાથે મનુષ્યના લાલચી વ્યક્તિત્વ પર પણ સવાલ ઉઠાવાશે.

કલર યલો પ્રોડક્શન  અને લિટલ ટાઉન ફિલ્મ પ્રોડક્શન સાથે ‘તુમ્બાડ’ ઈરોઝ ઈન્ટરનેશનલ અને આનંદ એલ. રાયની પ્રસ્તુતિ છે. ફિલ્મ 12 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ મિસ્ટ્રી થ્રિલરે રાહિલ બરવે, આદેશ પ્રસાદે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સોહમની શાહની સાથે અનિતા દાતે, મોહમ્મદ સમદ અને હરીશ ખન્ના મુખ્ય પાત્રમાં છે.