રોમાન્સનું નવું સરનામું, કસૌટી ઝિંદગી કેયના પ્રેમના શિલ્પનું અનાવરણ અમદાવાદમાં

રોમાન્સનું નવું સરનામું, કસૌટી ઝિંદગી કેયના પ્રેમના શિલ્પનું અનાવરણ અમદાવાદમાં

 

અમદાવાદ, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮: પ્રેમ આપણી પાસે જીવનમાં બિલકુલ અનપેક્ષિત અને અકલ્પનિય વસ્તુઓ કરાવે છે. તે એક એવી લાગણી છે જે માનવ જાતિને અનંત કાળથી જાણીતી છે અને જ્યાં ઇતિહાસ યુવા પ્રેમીઓની હિંમતવાન કથાઓથી ભરેલો પડ્યો છે, તેઓ આવનારી પેઢીઓને પોતાના અમર પ્રેમ વડે પ્રેરણા આપતાં રહે છે. રોમાન્સની શક્તિને પાસેથી જુઓ જ્યાં પ્રેમની પરાકાષ્ઠા તમારા શહેરના દ્વાર ખટખટાવતી આવે છે. સમય આવી ગયો છે અનંતકાલીન પ્રેમમાં ખોવાઈ જવાનો કારણ કે અમદાવાદને મળી રહ્યું છે રોમાન્સનું એક અભૂતપૂર્વ આદમકદથી પણ મોટું, ૨૩ ફૂટ ઊંચુ શિલ્પ જેમાં બે પ્રેમીઓ એક યાદગાર પોઝમાં જોવા મળશે, અને તેનું અનાવરણ કરશે ખાસ જોડી વત્સલ સેઠ અને ઇશિતા દત્તા.

ભારતની સૌથી આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહેલી ગાથા, ‘કસૌટી ઝિંદગી કેય’ રજૂ કરવા જઈ રહ્યું છે ‘પ્રેમનું શિલ્પ’ અને સ્ટારપ્લસ આ કાર્યક્રમને બેજોડ અને યાદગાર સફળતા અપાવવા માટે કોઈ કસર બાકી નથી રાખી રહ્યું. પોતાને લોકપ્રિય સેલિબ્રિટીઝની વચ્ચે જુઓ જ્યાં તેઓ આ પ્રેમની પ્રતિકૃતિને તમારા પોતાના શહેરમાં અનાવરિત કરી રહ્યાં છે. તમારા માનીતા સિતારાઓ આ અદભૂત શિલ્પને, જે પ્રેમની જાદુઈ અનુ્ભૂતિ દર્શાવે છે, તેને અનાવરિત કરતાં જુઓ.

આ વિશાળ શિલ્પ મહિનાઓની મહેનત અને ધગશનું પરિણામ છે. આ શિલ્પોને કોલકાતામાં પ્રખ્યાત શિલ્પકાર શ્રી ભાભાતોષ સુતાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ૨૩ ફૂટ ઊંચું શિલ્પ તૈયાર કરવું કોઈ સરળ કામ ન હતું. તેણે અને તેની ટીમે અનેક રાતોએ ઊજાગરા કરીને આ તૈયાર કર્યાં છે. પરિણામ દેખીતી રીતે જ સુંદર છે. અંદાજે ૪૫ દિવસો કળાના આ મનોરમ્ય નમૂનાઓને તૈયાર કરવામાં લાગ્યા હતા જેમાં ૨૦ જણાના હાથ રાત દિવસ કામે લાગેલાં રહ્યાં હતા.

દેશભરમાં એક સાથે થનારી રજૂઆતમાં પડદા સપ્ટેમ્બર ૧૦ ના રોજ ઊંચકશે અને આ રેખાકૃતિ નમૂનાને ૧૦ શહેરો – મુંબઈ, દિલ્હી, નોઈડા, પુણે, નાગપુર, નાસિક, રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં એક સાથે અનાવૃત્ત કરવામાં આવશે. લોકોને એક જોડીનું વિશાળકાય શિલ્પ જોવા મળશે જેઓ એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હોય છે અને તેમની નજર એકબીજામાં અંદર ઉતરેલી છે અને તેમને એક લાલ ચમદાર દુપટ્ટો આવરી રહેલો હોય છે.

આ જોડીને પ્રસ્તુત કરતાં અનુભવાતી ખુશી વ્યક્ત કરતાં તેઓ કહે છે, “અમે ખુશ છીએ કે સ્ટારપ્લસે અમને આ પ્રેમ અને રોમાન્સના શિલ્પનું અનાવરણ કરવાની તક આપી છે. આપણે આજે જે ઝડપી જીવન જોઈએ છીએ તેમાં, કસૌટી ઝિંદગી કેયનું આ શિલ્પ એક યાદગાર પોઝમાં આપણને બે ઘડી અટકી જવા, તેને ધ્યાનથી જોવા અને પ્રેમ વિશે વિચારવા પ્રેરશે. અમને ખાતરી છે કે આ પ્રેમીઓ માટે એક નવું સેલ્ફિ સ્પોટ બની જશે. આ શો ફરી પાછો આવી રહ્યો છે તે બહુ ઉત્સાહની વાત છે, અને તેનું પ્રસારણ શરુ થવા માટે આતુરતા છે!”

આવો અને તમારા એ ખાસ સાથી સાથે જુઓ તમારા શહેરનો નવો લવ સ્પોટ. અને આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહેલા શો ‘કસૌટી ઝિંદગી કેય’ને જોવાનું ચૂકતાં નહિ જે શરુ થઈ રહ્યો છે ૨૫ સપ્ટેમ્બરથી રાત્રે ૮ વાગ્યે, દર સોમવારથી શુક્રવાર, ફક્ત સ્ટારપ્લસ પર.