વૈશ્વિક બજારોની નરમાઇ છતાં – દિલીપ દાવડા

વૈશ્વિક બજારોની નરમાઇ છતાં

આપણા બજારો મિશ્ર રાહે ફ્લેટ બંધ રહ્યા

– દિલીપ દાવડા

તા: ૦૩જી સપ્ટેમ્બર: શુક્રવારે મોડી સાંજે જાહેર થયેલા પ્રથમ ત્રિમાસિકનાં ૮.૨% નાં જીડીપીની અસર તળે અપેક્ષિત પણે આપણા બઝારો ગેપથી ઉપર ખુલ્યા પણ વધુ પડતા લેણ વાળા બઝારે બપોર વૈધ્વિક બઝારોની નરમાઇ ને અનુસરતા ધોબી પછાડ ખાધી અને મોટા ઘટાડા સાથે બંધ રહ્યું.બીએસઈ સેન્સેક્ષ ૩૮૯૧૫.૯૧ ખુલી વધીને ૩૮૯૩૪.૩૫, ઘટીને ૩૮૨૭૦.૦૧ રહી અંતે ૩૮૩૧૨.૫૨ બંધ રહેતા તેમાં ૩૩૨.૫૫ અંકોનો ઘટાડો જોવાયો હતો. એનએસઈ નિફ્ટી ૧૧૭૫૧.૮૦ ખુલ્યો હતો જે આજનો ઉચ્ચાંક બન્યો હતો. નીચામાં ૧૧૫૬૭.૪૦ થઇ આખરે નિફ્ટી ૧૧૫૮૨.૩૫એ બંધ રહેતા તેમાં ૯૮.૧૫ આંકનો ઘટાડો નોંધાયો હતો.. આજે અમેરીકાનાં બઝારો બંધ રહ્યા હતા.

બીએસઈ પર ટ્રેડેડ કુલ ૨૯૬૯ જાતોમાં ૧૩૫૧ વધીને, ૧૩૯૯ ઘટીને તો  ૨૧૯ ફેરફાર વગર બંધ જોવાઈ હતી જયારે એનએસઈ પર ટ્રેડેડ કુલ ૧૯૨૬ જાતોમાં ૮૮૧ માં વધારો, ૯૬૩ મા ઘટાડો અને ૮૨ તથષ્ટ જોવાઈ હતી. આંજે  માર્કેટ બ્રેડ્થ નકારાત્મક જોવાઈ હતી.

એનએસઈ પર વધનાર મુખ્ય જાતોમાં ડો રેડ્ડી, ટેક, વિપ્રો, આઈશર મોટર, ટાયટન, હિન્દ પેટ્રો હતા જયારે ધટનારામા બજાજ ફાયનાન્સ, હિન્દ યુની, પાવર ગ્રીડ, એક્ષિસ બેંક, આઈટીસી હતા. તો બીએસઈ પર વધનાર અગ્રણી જાતોમાં વિપ્રો,, બજાજ ઓટો, એચડીએફસી બેંક, સન ફાર્મા, કોલ ઇન્ડિયા હતા તો ઘટનારમા  હિન્દ યુની, પાવર ગ્રીડ, એક્ષિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી હતા. આજે એફઆઈઆઈ અને ઘરેલું સંસ્થાઓ નેટ સેલર રહ્યા હતા.