સ્કાય ગોલ્ડ બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ (ટાળો)

સ્કાય ગોલ્ડ બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ (ટાળો)

• કંપની પાસે તેના વ્યવસાય માટે એક જ એકમ છે.
• ના. વ.૧૮નાં પરિણામો પ્રી-આઈપીઓ વર્ષનાં જોરદાર કમાણી બતાવતાં પરિણામો હોવાથી તે ભ્રમર ખેંચે તેવાં છે.
• તેના સરેરાશ પ્રદર્શનના આધારે, ઇશ્યૂ ભાવ અતિશય વધારે છે.
• વેપારી બેંકરનો ટ્રેક રેકર્ડ નબળો છે.

કંપની વિશેઃ

સ્કાય ગોલ્ડ લિમિટેડ (એસજીએલ) તેની સ્થાપનાથી સોનાના ઝવેરાતની ડિઝાઇન, ઉત્પાદન અને માર્કેટિંગના વ્યવસાયમાં સંકળાયેલી છે. તે મુખ્યત્વે ૨૨ કેરેટ ગોલ્ડ જ્વેલરીમાં સોદા કરે છે, તેના અંતિમ ગ્રાહક સુધીની પસંદગીઓને અનુકૂળ બનાવવા માટે વિવિધ પ્રકારની ડિઝાઇન ઓફર કરે છે. કંપની ડિઝાઇનની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે અને ઘણાં ઘરેણાં ઉત્પાદનોમાં સ્ટડેડ અમેરિકન હીરા અને / અથવા રંગીન પત્થરોનો પણ ઉપયોગ કરે છે. એસજીએલની પ્રોડક્ટ શ્રેણીમાં ગ્રાહકની માંગના આધારે ગળાનો હાર, રિંગ્સ, પેન્ડન્ટ્‌સ, બ્રેસલેટ્‌સ, એરીંગ્સ અને બંગડીઓ અને કસ્ટમાઇઝ્‌ડ જ્વેલરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તે મુંબઈ અને તેની નજીકના વિસ્તારોમાં વિવિધ ગ્રાહકોને વિવિધ બ્રાન્ડ્‌સનાં ઘરેણાં પણ પૂરાં પાડે છે. આ કંપની ૨,૭૪૦ સ્ક્વેર ફૂટ ક્ષેત્રફળ ધરાવતી એકમાત્ર ઉત્પાદન સુવિધા ચલાવે છે જે મુંબઈ ખાતે મુલુંડ (પશ્ચિમ) માં ના મધ્યમાં આવેલી છે. જ્યાં તે રબર ડાઇ, મીક્સ મોલ્ડ્‌સ અને મશીનોનો ઉપયોગ કરીને કાસ્ટિંગ આધારિત જ્વેલરી બનાવે છે.

મૂડીનો ઈતિહાસ અને ઈસ્યુનું માળખું :

તેની કાર્યકારી મૂડી માટે અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાતો માટે અંશતઃ નાણાં એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા રૂ. ૧૦ નો એક એવા ૧૪૨૦૦૦૦ ઈક્વીટી શેર બુકબિલ્ડીંગ રૂટ દ્વારા શેર દીઠ રૂ. ૧૮૦ના મુકરર ભાવે ઓફર કરીને મૂડી બજારમાં આવી રહેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૮.૦૯.૧૮ના રોજ ખુલશે અને તા. ૨૧.૦૯.૨૦૧૮ના રોજ બંધ થશે. આ અરજી દ્વારા આ કંપની રૂ. ૨૫.૫૬ કરોડ એકત્રિત કરવા માગે છે. ઓછામાં ઓછી અરજી ૮૦૦ શેર માટે અને તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી તેમના શેર બીએસઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાયા પછી તેની ભરપાઈ થયેલ મૂડીના ૨૬.૪૩ ટકા હિસ્સો આપશે.
આ ઈસ્યુના લીડ મેનેજર આર્યમાન ફાઈનાન્સિઅલ સર્વિસીસ છે.જયારે લીન્ક ઈનટાઈમ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે.
શરૂઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી આ કંપનીએ ગ્રુપ કંપનીએ જાન્યુઆરી ર૦૧૧ અને મે ર૦૧પ વચ્ચે રૂ. પ૦ થી રૂ. ૧૦૦ ના ભાવની રેન્જમાં ઈક્વીટી આપેલ હતા. આ ઉપરાંત આ કંપનીએ માર્ચ ર૦૧૮માં એક શેર પર ત્રણ શેર બોનસ આપેલ હતું.
પ્રમોટર દ્વારા શેર સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૧૫.૮૮ અને રૂ. ૧૫.૯૯ છે.
આ ઈસ્યુ પછી આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી રૂ. ૩.૯૫ કરોડ છે જે વધીને રૂ. ૫.૩૭ કરોડ થશે.

આર્થિક દેખાવ

આર્થિક દેખાવને મોરચે છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં આ કંપનીએ કુલ આવક /ચોખ્ખો નફો રૂ.૧૨૭.૭૭ કરોડ / રૂ. ૦.૮૨ કરોડ (એફવાય ૧૫), રૂ. ૧૮૩.૩૧ કરોડ રૂ ..૦.૯૪ કરોડ (એફવાય ૧૬), રૂ. ૧૬૪.૪૧ કરોડ,. રૂ. ૦.૯૪ કરોડ (એફવાય ૧૭) અને રૂ. ૫૪૮.૯૦ કરોડ / રૂ. ૨.૬૩ કરોડ (નાણાકીય વર્ષ ૧૮) દર્શાવેલ છે. આઈ પી ઓ અગાઉના વર્ષમાં ટોપ અને બોટમ લાઈનમાં આવેલ ઉછાળો મોટી ચિંતા જન્માવે છે, અને આગળ ઉપર આ દેખાવ ટકી રહેશે કે કેમ તે અંગે શંકા પણ ઉપજાવે છે. છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં તેમણે શેર દીઠ આવક રૂ. ૪.૫૨ અને સરેરાશ આરઓએનડબલ્યુ ૧૪.૨૧ દર્શાવેલ છે. તા. ૩૧.૩.૧૮ના રોજની એન એ વી રૂ.૩૪.૧૧ ના આધારે આ ઈસ્યુનો ભાવ ૫.૧૧ ના પી/બીવીથી આવે છે અને ઈસ્યુ પછીના એન એ વી ૭૨.૬૮ ના આધારે ૨.૪૮ ના પી/બીવી થી આવે છે. જો આપણે ના. વ. ૧૮ ની જોરદાર કમાણીને ધ્યાને લઈએ અને ફાળવણી પછીના તમામ ઈસ્યુના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૩૭ ના પી/ઈ રેશિયોથી આવે છે. આ ઉદ્યોગનો પી/ઈ રેશિયો ૩૧ ચાલે છે તે જોતાં આ ઈસ્યુ અતિશય વધારે ભાવનો છે.
સમાન કંપનીઓ સાથે સરખામણી
ઓફર ડોક્યુમેન્ટ્‌સ મુજબ, તેણે પટડીયમ, કેનવી અને રેનાઈસન્સને તેમના લિસ્ટેડ સાથીદારો તરીકે દર્શાવી છે જે વર્તમાનમાં અનુક્રમે ૩૬, ૮૪ અને ૧૫ ની પી / ઇ પર ટ્રેડ કરે છે (૧૭.૦૯.૧૮ સુધી). આ બધા એસજીએલ સાથે ચુસ્ત રીતે તુલનાત્મક નથી.

મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

મર્ચન્ટ બેન્કરના મોરચે, છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં આ તેમની ૩૮મી કામગીરી છે. છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં લીસ્ટીંગના દિવસે એક શેર ડીસ્કાઉન્ટ ભાવે ખુલેલ, ૩ શેર ભાવોભાવ ખુલેલ અને બાકીના ૧ થી ૬ ટકા પ્રિમિયમથી ખુલેલ હતા. આ રીતે તેઓ નબળો ટ્રેકરેકર્ડ ધરાવે છે.

નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી

હાલમાં જ્વેલરી સેક્ટરનું સેન્ટીમેન્ટ ખૂબ જ નબળું છે. આ કંપનીએ ના. વ. ર૦૧૮માં આઈ પી ઓ પહેલાં જોરદાર કમાણી બતાવી છે, તે સિવાય તેમની આર્થિક બાબત આપણને અપીલ કરે તેવી નથી.આ ઈસ્યુના ભાવ ખૂબ આક્રમક છે અને એકત્ર થનાર ફંડનો મોટો હિસ્સો પ્રમોટર પાસેથી લીધેલ લોન પરત ચુકવવા માટે ઉપયોગમાં લેવશે. આ ઈસ્યુ છોડી દેવામાં કોઈ નુકશાન નથી.

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Curtsy  : http://www.chittorgarh.co