ટાટા કેપિટલ ફાઇનાન્સિયલ એનસીડી ઓફર રીવ્યૂ – સપ્ટેમ્બર ૨૦૧૮

ટાટા કેપિટલ ફાઇનાન્સિયલ એનસીડી ઓફર રીવ્યૂ – સપ્ટેમ્બર ૨૦૧૮

કંપની વિશેઃ
રોકાણકાર મૈત્રીપૂર્ણ ટાટા જૂથમાંથી ડીબેન્ચર ઓફર
• ક્રીસીલ અને કેર દ્વારા એએએ- સ્ટેબલના સારા રેટિંગ સાથે આકર્ષક કૂપન રેટ
• ફાળવણી ‘વહેલો તે પહેલો’ના ધોરણે
• ફાળવણી માત્ર ડીમેટ મોડમાં જ હશે.
• લિસ્ટિંગ બીએસઇ / એનએસઈ પર હશે.

ટાટા કેપિટલ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (ટીસીએફએસએલ) એ ટાટા ગ્રુપની કંપની છે અને તાતા કેપિટલ લિમિટેડનો ડિમર્જડ હિસ્સો છે, જે ટાટા સન્સ લિમિટેડની માલિકીની છે. તે એક પ્રણાલીગત રૂપથી ડીપોઝીટ ન લેતી તેમ જ નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (“એનડી – એસઆઈ – એનબીએફસી “) છે જે વિવિધ સેગમેન્ટ્‌સની જરૂરિયાતને પૂરી કરવા માટે કસ્ટમાઇઝ્‌ડ ફાઇનાન્સિંગ પ્રોડક્ટ્‌સનો વ્યાપક સ્યુટ આપવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. ટીસીએફએસએલ કોર્પોરેટ ધિરાણ, ગ્રાહક ધિરાણ, ગ્રામીણ ધિરાણ અને વ્હાઇટ લેબલ ટાટા કાર્ડના માર્કેટીંગના વ્યવસાયમાં સંકળાયેલી છે. કંપની પાસે એક મજબૂત માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે જે ગ્રાહકોને વિવિધ વૈવિધ્યસભર નાણાકીય સેવાઓનું પ્લેટફોર્મ પૂરૂં પાડે છે અને જૂન ૩૦, ૨૦૧૮ સુધી ૧૩૪ ઓફિસો દ્વારા ૨૩ રાજ્યોમાં અસ્તિત્વ ધરાવે છે.

ઇસ્યુની વિગતોઃ

ટીસીએફએસએલ મૂળ કદ રૂ. ર૦૦૦ કરોડ અને ભરણાની ઉપરની મર્યાદા રૂ. ૭પ૦૦ કરોડ સુધીના એનસીડીની પ્રથમ દેવાઓફર સાથે મુડી બજારમાં આવી રહેલ છે, જેમાં રૂ. ૧૫૦૦ કરોડના અસુરક્ષિત એનસીડીનો સમાવેશ થાય છે. આ દેવા ઓફર દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ આગળ ધિરાણ કરવા, ફાઈનાન્સીંગ, અને વ્યાજની પુનઃ ચુકવણી / પૂર્વચુકવણી અને ટીસીએફએસએલ (૭૫% સુધીના) ના વર્તમાન ઋણ માટેના મુખ્ય અને બાકીના સામાન્ય કોર્પસ ફંડ માટે કરવામાં આવશે.
કંપની રૂ. ૧,૦૦૦ ની ફેસ વેલ્યુ ધરાવતા એનસીડી ઓફર કરી રહી છે. આ એનસીડીંમાં ૮.૭-૯ .૧૦% ની રેન્જના વ્યાજ દરો સાથે ૩ વર્ષ, ૫ વર્ષ અને ૧૦ વર્ષનો સમયગાળો રહેશે. કંપની રિટેલ અને એચએનઆઇ રોકાણકારોને ૧૦ બેસિસ પોઇન્ટ વધુ ચૂકવવાની યોજના ધરાવે છે. કુલ ઇશ્યૂ કદમાંથી, ૩૦ ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવશે, જે રૂ. ૧૦ લાખ સુધીનું રોકાણ કરી શકશે. અસુરક્ષિત એનસીડી ૧૦ વર્ષની મુદત માટે છે (ક્યુ આઈ બી માટે ૯% ની અને એચએનઆઇ તેમ જ રિટેલ કેટેગરી માટે ૯.૧૦% વ્યાજ દર છે). ઓછામાં ઓછી અરજી ૧૦ એનસીડી માટે અને ત્યારબાદ ૧ એનસીડીના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી માત્ર ડીમેટ મોડમાં હશે. ફાળવણી “વહેલો તે પહેલા” ના આધાર પર કરવામાં આવશે. જાહેર ભરણા માટે આ ઇશ્યૂ તા. ૧૦.૦૯.૧૮ રોજ ખુલશે અને તા. ૨૧.૦૯.૧૮ ના રોજ અથવા તે પહેલા બંધ થશે. ફાળવણી પછી, તે બીએસઈ અને એનએસઈમાં લિસ્ટેડ થશે.

લીડ મેનેજર / રજિસ્ટ્રાર / ડિબ્રેન્ચર ટ્રસ્ટીઃ

આ ઈસ્યુ સંયુક્તપણે એડલવિસ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, એ કે કેપિટલ સર્વિસીસ લિમિટેડ અને એક્સિસ બેન્ક લિમિટેડ દ્વારા સંચાલિત થાય છે. કાર્વી કોમ્પ્યુટર્સ પ્રા. લિમિટેડ આ ઈસ્યુના રજીસ્ટ્રાર છે જયારે વિસ્ત્રા આઈટીસીએલ (ઇન્ડિયા) લિમિટેડ ડિબેન્ચર ટ્રસ્ટી છે. આ ઈસ્યુ પછી ટીસીએફએસએલનો દેવા-ઇક્વિટી રેશિયો હાલ જે ૬.૭૩ છે તે વધીને ૮.૩૦ થશે.

ઈસ્યુનું રેટીંગઃ

આ ઈસ્યુને ક્રીસીલ દ્વારા એએએ- સ્ટેબલ અને કેર દ્વારા પણ એએએ-સ્ટેબલ રેટીંગ આપવામાં આવે છે. આ એનસીડીની રેટિંગ્સ નાણાકીય જવાબદારીની સમયસર સેવા પૂરી પાડવા માટે સૌથી વધુ સલામતીનું સૂચન કરે છે.

નાણાકીય દેખાવઃ

માર્ચ ૩૧, ૨૦૧૮ સુધી ટીસીએફએસએલની કરવેરા બાદની કુલ આવક અને નફો અનુક્રમે રૂ. ૪૫૫૫.૩૭ કરોડ અને રૂ. ૪૮૨.૫૮ કરોડ થયેલ છે. કામગીરીથી તેની આવક રૂ. ૧૩.૧૧ ટકાના સીએજીઆરથી વધી છે અને ના. વ. ર૦૧૪માં રૂ. ૨૭૮૩.૧૩ કરોડ થી વધીને ૨૦૧૮ માં રૂ. ૪૫૫૫.૩૭ કરોડ થયેલ છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ માં અને કરવેરા બાદનો નફો ઉપરોક્ત સમયગાળામાં રૂ. ૨૯.૪૦ ટકાના સીએજીઆરથી વધેલ છે અને ૧૭૨.૧૩ કરોડ થી વધીને રૂ. ૪૮૨.૫૮ કરોડ થયેલ છે. . કંપનીની બાકી રહેલી લોન અને એડવાન્સિસે ના. વ. ર૦૧૪ માં રૂ. ૨૧૮૫૧.૦૮ કરોડ હતા જે ના. વ. ર૦૧૮ માં રૂ. ૩૬૯૧૩.૨૪ કરોડ થયેલ છે.
માર્ચ ૩૧, ૨૦૧૮ સુધીમાં, કંપનીના કુલ લોન અને એડવાન્સ બાકી રૂ. ૩૬૯૧૩.૨૪ કરોડ છે. જેમાંથી ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી બાકી લોન્સ કંપનીની કુલ લોન અને એડવાન્સિસના ૫૯.૩૦ ટકા હતી. માર્ચ ૩૧, ૨૦૧૮ મુજબ ટીસીએફએસએલની સીઆરએઆરની, આરબીઆઇની લાગુ શરતોના આધારે ગણતરી કરવામાં આવી હતી, જે ૧૬.૬૮ હતી. આરબીઆઈએ નિર્ધારિત કર્યા મુજબ ઓછામાં ઓછી ૧૫% જરૂરી હતી. ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં કુલ લોન અને એડવાન્સિસ પર તેના કુલ એનપીએ અને નેટ એનપીએની ટકાવારી અનુક્રમે ૩.૩૨% અને ૦.૯૦% હતી,

સમાપનઃ

સારું રેટિંગ, જાણીતું રોકાણકાર ફ્રેન્ડલી ટાટા ગ્રૂપ અને આકર્ષક કૂપન રેટ્‌સ આ ઓફર લાંબા ગાળાની ફિક્સ્ડ આવક શોધી રહેલા રોકાણકારો માટે યોગ્ય વિકલ્પ આપે છે. આ દેવા ઓફરમાં મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરવા વિચારી શકાય. (સબ્સ્ક્રાઇબ કરો)

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Curtsy  : http://www.chittorgarh.com