the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ZEE5 પર કરનજિત કૌર- ધ અનટોલ્ટ સ્ટોરી ઓફ સની લિયોની સીઝન 2 પ્રસારિત થવા પૂર્વે સની લિયોની અમદાવાદની મુલાકાતે

ZEE5 પર કરનજિત કૌર- ધ અનટોલ્ટ સ્ટોરી ઓફ સની લિયોની સીઝન 2 પ્રસારિત થવા પૂર્વે સની લિયોની અમદાવાદની મુલાકાતે

સપ્ટેમ્બર, 2018- ZEE5પર કરનજિત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોનીની 2જી સીઝનના લોન્ચ પૂર્વે સની લિયોની તેના ચાહકોને મળવા અને આ સીઝનમાં તેમને શું જોવા મળશે તે કહેવા માટે અમદાવાદમાં આવી હતી. 2જી સીઝન 18મી સપ્ટેમ્બરે ZEE5પર લોન્ચ થશે. આ વર્ષે જુલાઈમાં આ જ મંચ પર સીઝન 1 લોન્ચ થયા પછી તેને જબરદસ્ત સફળતા મળી હતી.

ગુજરાત ZEE5માટે મુખ્ય બજાર છે અને ડેટા અનુસાર ખાસ કરીને અમદાવાદના દર્શકોએ સીઝન 1માં ભરપૂર રસ દાખવ્યો હતો. ઉપભોક્તાઓની સંખ્યામાં આ વધારો આ પરિબળનું મજબૂત સંકેતક છે. પ્રદેશના ગ્રાહકો તેનાં સોશિયલ મિડિયા મંચોમાં ZEE5સુધી પણ પહોંચ્યા હતા અને તેમના પોતાના શહેરમાં તેમને સની લિયોની સાથે મળવાનો અને વાતચીત કરવાનો મોકો મળ્યો હતો. આથી બીજી સીઝનને પ્રમોટ કરવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ શહેરમાંથી એક અમદાવાદની બ્રાન્ડે પસંદગી કરી હતી.

દિવસના ક્રમમાં સનીએ શહેરનાં સીમાચિહનો જોયાં હતાં અને અમદાવાદી શૈલીમાં જીવીને દિવસ વિતાવ્યો હતો. સનીએ કર્ણાવતી યુનિવર્સિટી માં પહોંચીને ચાહકોને સરપ્રાઈઝ આપ્યું હતું. આ પછી તેણે સીઝન એક માટે પ્રેમ અને ટેકો આપવા માટે તેના આભાર માન્યા હતા.

સિરીઝ વિશે બોલતાં સની લિયોની કહે છે, અમદાવાદ શહેરની આ ઉષ્માભરી મહેમાનગતી માટે તેની આભારી છું. મારા ચાહકો સાથે મળી અને વાતો કરી અને સીઝન 2 વિશે તેમને માહિતી આપી તે અનુભવ અત્યંત મજેદાર રહ્યો. મારી બાયોપિકની 1લી સીઝનને હૃદયસ્પર્શી પ્રતિસાદ મળ્યો તે જોઈને હું ભારે રોમાંચિત છું અને મને ખાતરી છે કે સીઝન 2 માટે પણ મને તે જ પ્રેમ અને ટેકો પ્રાપ્ત થશે.

સીઝન 1ની ભવ્ય સફળતાની ઉજવણી કરતાં અને આગામી  સીઝન 2ને 5 મિલિયન હિટ્સ મળી ચૂક્યા છે ત્યારે ZEE5 હવે 18મી સપ્ટેમ્બરે 2જી સીઝનના લોન્ચ માટે સુસજ્જ છે. 1લી સીઝનની જેમ આ વખતે પણ વ્યાપક પહોંચ માટે સિરીઝ હિંદી, મરાઠી, તમિળ, તેલુગુ, મલયાલમ અને બંગાળી ભાષામાં પ્રદર્શિત કરાશે.

શોની સીઝન 2 વિશે બોલતાં ZEE5 ઈન્ડિયાના બિઝનેસ હેડ મનીષ અગરવાલે જણાવ્યું હતું કે કરનજિત કૌર અમારા અવ્વલ શોમાંથી એક છે અને 2જી સીઝન મંચ પર સની લિયોનીના વધુ ચાહકોને આમંત્રિત કરશે. ભારતભરના દર્શકોએ 1લી સીઝનને વધાવી લીધી છે અને અમે જોયેલા આંકડાઓ પરથી તે સિદ્ધ છે. મને આશા છે કે 2જી સીઝન ટૂંક સમયમાં લોન્ચ કરવા સાથે અમે સની લિયોનીના જીવન વિશે તેના અસલ સ્વરૂપમાં વધુ જાણકારી મેળવવા માટે વધુ ઉપભોક્તાઓ લોગ-ઈન કરશે.

કરનજિત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોનીમાં મધ્યમ વર્ગીય શીખ પરિવારમાં જન્મેલી કરનજિત કૌર અને હવે સની તરીકે ઓળખાતી સની લિયોનીનો પ્રવાસ છે. એક નિર્દોષ છોકરીમાંથી એડલ્ટ ફિલ્મ અભિનેત્રી અને આખરે બોલીવૂડની સેન્સેશન બનવા સુધીનો તેનો પ્રવાસ મઢી લેવામાં આવ્યો છે. સનીના દુનિયાભરમાં વિશાળ ચાહકો છે અને હવે તે ગૂગલની સેલિબ્રિટી બની ચૂકી છે, જેણે કોમ્પ્યુટર સ્ક્રીન્સથી લઈને ડિનર ટેબલ વાર્તાલાપનો વિષય સુધી પારંપરિક અને નાના શહેર સહિત ભારતભરમાં ઘણાં બધાં ઘરોમાં સ્થાન જમાવ્યું છે.

શોની બીજી સીઝનમાં સની લિયોની વાલીના મૃત્યુ પછી કઈ રીતે ભાવનાત્મક રીતે ભાંગી પડે છે અને ડેનિયલને મળ્યા પછી તેના જીવનમાં કઈ રીતે પરિવર્તન આવ્યું તેની વારતા છે.

12 ભાષામાં લગભગ 3500 ફિલ્મો, 500 વધુ ટીવી શો, 4000થી વધુ મ્યુઝિક વિડિયો, 35થી વધુ થિયેટર પ્લે અને 90થી વધુ લાઈવ ટીવી ચેનલો સાથે ZEE5ખરા અર્થમાં રાષ્ટ્રભર અને દુનિયાભરના તેના દર્શકોને બેજોડ કન્ટેન્ટનું સંમિશ્રણ આપે છે. ZEE5સાથે બ્રાન્ડ તરીકે ઝિંદગીની વૈશ્વિક કન્ટેન્ટ, જે દેશભરમાં વ્યાપક રીતે સરાહના કરવામાં આવે છે તે તેના વફાદાર દર્શકો માટે પાછી લાવવામાં આવી છે.

ઉપલબ્ધતાઃ ZEE5એપ ગૂગલ પ્લે સ્ટોર http://bit.ly/zee5 અને iOSએપ સ્ટોર http://bit.ly/zee5ios પરથી ડાઉનલોડ કરી શકાશે. તે www.zee5.com પર,પ્રોગ્રેસિવ વેબ પોર્ટલ(PWA), અન એપ્પલ ટીવી અને એમેઝોન ફાયર ટીવી સ્ટિક પર પણ ઉપલબ્ધ છે. ZEE5 ક્રોમકાસ્ટ પર પણ સપોર્ટ થાય છે.

કિંમતઃ દર્શકોના સંમિશ્રિત વર્ગને પહોંચી વળવા માટે ફ્રી અને પેઈડ પ્રીમિયમ કન્ટેન્ટ (ઓરિજિનલ્સ સહિત) ફ્રીમિયમ પ્રાઈસિંગ મોડેલ. દર્શકો ZEE5 સબ્સ્ક્રિપ્શન પેકને સબ્સ્ક્રાઈબ કરશે તેમને મર્યાદિત સમયગાળાની વિશેષ સબ્સ્ક્રિપ્શન ઓફરનો ઉપયોગ કરીને કન્ટેન્ટની સંપૂર્ણ લાઈબ્રેરીને પહોંચ મળશે- 2 મહિના માટે રૂ. 99 ચૂકવો અને વર્ષ માટે રૂ. 499 ચૂકવો. ઓફર 31 ઓક્ટોબર સુધી લાગુ છે.