ઇન્ડિયા’સ ગોટ ટેલેન્ટ સીઝન 8ના સેટ પર આયુષમાન ખુરાનાને  ઘર–વિયોગ સાલે છે

ઇન્ડિયા’સ ગોટ ટેલેન્ટ સીઝન 8ના સેટ પર આયુષમાન ખુરાનાને  ઘર–વિયોગ સાલે છે

કલર્સનો લોકપ્રિય ટેલેન્ટ બેઝડ રિઆલિટી શો, ઇન્ડિયા’સ ગોટ ટેલેન્ટ 20મી ઓકટોબરના રોજ પોતાની 8મી આવૃત્તિ સાથે પ્રીમિઅર કરવા સુસજજ છે. પોતાના સૂત્ર તરીકે ‘વોહ ટેલેનટ હી કયા જોકિસી કે કામ ના આયે’ હોવા સાથે, આ સીઝન દર્શકો સમક્ષ એવી કહાણીઓ લઇને આવે છે જે જોવા અને સાંભળવા જેવી છે. આ વર્ષની હાઇલાઇટમાં ટેકનો એકટ, CRPFની મહિલાઓ દ્વારા બાઇક ફોર્મેશન, વોટર એરિયલ એકટસ, અવાક કરી દેનાર ઇલ્યુઝિનિસ્ટ, માલખમ્ભ અને પહેલ વહેલી વખત – 3D પ્રોજેકશન તથા હોલોગ્રાફિક ઇન્ટરેકિટવ એકટસનો સમાવેશ થાય છે. પ્રીમિઅર એપિસોડની ઊજવણી કરવા તથા દેશભરમાંથી એકઠી કરવામાં આવેલી પ્રતિભાની પહેલી ઝલક મેળવવા, જજિસ બધાઇ હો કાસ્ટ– આયુષમાન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની સાથે હશે.

ઇન્ડિયા’સ ગોટ ટેલેન્ટની પ્રથમ સીઝન હોસ્ટ કરેલ હોવાથી આયુષમાન જૂના સમયને યાદ કરે છે અને થોડાંક લાગણીશીલ બની જાય છે. એમને સ્પેશ્યલ હોમકમિંગ વીડિયોના રૂપમાં મોટું સરપ્રાઇઝ મળ્યું જે  ઇન્ડિયા’સ ગોટ ટેલેન્ટની સંપૂર્ણ ટીમ દ્વારા પ્લાન કરવામાં આવેલ હતું. સેટ પરના સૂત્રોએ માહિતી આપી કે, “પ્રથમ સીઝનના કેટલાંક સંસ્મરણોની વીડિયો ચલાવવામાં આવી તો આયુષમાન થોડાંક લાગણીશીલ બની ગયાં હતાં. તે ચમકી ગયાં અને સંસ્મરણોની શેરીમાં વિચરણ કરવા લાગ્યાં.”

આયુષમાન ખુરાનાએ કહ્યું, “ઇન્ડિયા’સ ગોટ ટેલેન્ટ તરફથી કોલ આવ્યો તે દિવસથી ઉત્તેજનાના લીધે મારી રાતોની ઊંઘ ઉડી ગયેલ છે. મારી મુસાફરી અહીં શરૂ થઇ, મેં આ બધુ આ મંચ પર કર્યું ભલે પછી તે હોસ્ટિંગ,  ડાન્સિંગ, એકિટંગ હોય અને મને પુષ્કળ મઝા પડી. હું માનું છું કે વ્યક્તિની મુસાફરી કયારેય થંભી જતી નથી, તમારે હંમેશા મહત્વાકાંક્ષા અને કન્ટેન્ટમેન્ટ વચ્ચેની પેલી પાતળી રેખાને પકડી પાડવાની હોય છે. અને મારા માટે સફળતા હંમેશા શિક્ષક બની છે જયારે નકાર મારો મિત્ર અને ફિલોસોફર છે.”

ઇન્ડિયા’સ ગોટ ટેલેન્ટ 20મી ઓકટોબરના રોજ રાત્રે 10 કલાકે પ્રીમિઅર કરવા સુસજજ છે ફક્ત કલર્સ પર!