‘જબરિયા જોડી’ના શૂટ માટે સિદ્ધાર્થ-પરિણીતા 13 કલાક સુધી રહ્યા તબેલામાં !

‘જબરિયા જોડી’ના શૂટ માટે સિદ્ધાર્થ-પરિણીતા 13 કલાક સુધી રહ્યા તબેલામાં !

સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા ‘હંસી તો ફંસી’ બાદ ફરી એકવાર ફિલ્મ ‘જબરિયા જોડી’માં સાથે દેખાશે. હાલ ‘જબરિયા જોડી’નું શૂટિંગ લખનઉમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાએ 13 કલાક સુધી તબેલામાં વીતાવવા પડ્યા.

એક્તા કપૂરની આગામી ફિલ્મ ‘જબરિયા જોડી’માં એક અતરંગી લગ્નની વાત છે, જેના માટે સ્ટાર કાસ્ટે ગાય વચ્ચે અસલી તબેલામાં મેરેથોન શટિંગ કરવું પડ્યું. અતરંગી લગ્ન તબેલામાં ફિલ્માવવામાં આવ્યા છે. અને આ મેરેજ સિકવન્સ માટે જ સિદ્ધાર્થ અને પરિણીતી સતત 13 કલાક ગાયો વચ્ચે તબેલામાં રહ્યા.

મળતી માહિતી મુજબ પ્રોડ્યુસર્સે તબેલામાં જ લગ્ન મંડપ જેવો જ શણગાર કર્યો હતો. પરંતુ જો શૂટિંગ દરમિયાન વારંવાર એક્ટર્સ આવ જા કરે તો આ સજાવટ બગડી શકે તેમ હતી, એટલે પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થે 13 કલાક સુધી ગાયોની વચ્ચે જ પૂરાઈ રહેવું પડ્યું. એટલે સુધી કે તેમના માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ તબેલાની અંદર જ વ્યવસ્થા કરવામાં આવી. આ શૂટ માટે બંને એક્ટર્સે બ્રેકનો સમય પણ ઘટાડી દીધો હતો, જેથી શૂટ ઝડપથી થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ‘જબરિયા જોડી’નું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યુ છે, અને ફિલ્મના સીન્સ લખનઉ તેમજ આસપાસના વિસ્તારમાં ફિલ્માવાઈ રહ્યા છે.

‘જબરિયા જોડી’માં પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થની સાથે અપારશક્તિ ખુરાના, સંજય મિશ્રા, નીરજ સૂદ, ગોપાલ દત્ત, જાવેદ જાફરી જેવા ધરખમ એક્ટર્સ દેખાશે.