‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ માટે બિગ બી-આમિર ખાન શીખ્યા તલવાર બાજી

‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ માટે બિગ બી-આમિર ખાન શીખ્યા તલવાર બાજી

બિગ બી પોતાની બોલીવુડ કરિયરમાં જુદી જુદી ફિલ્મો માટે જાતભાતના એક્શન સીન્સ આપી ચૂક્યા છે. કુલીના એક્શન સીન્સ દરમિયાન તેમને થયેલી જીવલેણ ઈજાની વાત તો જગજાહેર છે. જો કે આટલી ઉંમરે પણ હજી મહાનાયક નવું કરતા સ્હેજ પણ અચકાતા નથી. ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં પણ અમિતાભ બચ્ચને એક્શન સીન્સ આપ્યા છે. આ ફિલ્મમાં આમિર ખાન અને અમિતાભ વચ્ચે એક્શન જોવા મળશે.

ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ માટે અમિતાભ બચ્ચને ખાસ ટ્રેનિગં લીધી છે. એક્શન સીન્સ શૂટ કરતા પહેલા આમિર ખાન અને અમિતાભ બચ્ચન બંનેએ આકરી ટ્રેનિંગ લીધી છે. અમિતાભ બચ્ચન કહે છે, ‘હકીકતમાં શૂટ પહેલા વિક્ટર અને બીજા લોકોએ કહ્યું કે તમારે થોડી ટ્રેનિંગ લેવી જોઈએ. જો કે અમે જીમમાં તલવારબાજી શીખી રહ્યા હતા. ફિલ્મમાં બિલ્ડિંગ પરથી કૂદવું, ડાઈવિંગ અને ટ્રેકિંગ જેવા જાત ભાતના એક્શન સીન્સ છે. જે તમામ લાઈવ કર્યા છે. જો કે અમે આ તમામ સીન્સ માટે તૈયાર હતા.’

એક્શન સીન્સ વિશે આમિર ખાન કહે છે, ‘ઠગ્સ કરતા પહેલા મેં દંગલ કરી હતી, મેં અને ફાતીમાએ કુશ્તીની દોઢ વર્ષ સુધી ટ્રેનિંગ લીધી હતી. કુશ્તીમાં તમારે કમરથી ઝૂકવું પડે છે, અને વાંકા વળીને જ ઉભા રહેવું પડે છે. આ આદત છોડવા માટે મારે ઘણી કોશિશ કરવી પડી. બોક્સિંગ, કિકિંગ, રોલિંગ તલવાર બાજી શીખવા માટે આકરી ટ્રેનિંગ લેવી પડી.’

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં પહેલીવાર અમિતાભ બચ્ચન અને આમિર ખાન સાથે દેખાઈ રહ્યા છે. ફેન્સ બંનેની ટક્કર જોવા માટે ઉત્સાહિત છે