the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સરદાર સાહેબના રાષ્ટ્રની એકતા અખંડિતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા રાજ્યમાં આરંભાયેલ એકતાયાત્રામાં અનેરો જનઉત્સાહ

સ્ટેચ્યુ ઓફ યુનિટી  : એકતા યાત્રા પ્રથમ તબક્કો

સરદાર સાહેબના રાષ્ટ્રની એકતા અખંડિતતાના સંદેશને જન-જન સુધી
પહોંચાડવા રાજ્યમાં આરંભાયેલ એકતાયાત્રામાં અનેરો જનઉત્સાહ

  • અત્યાર સુધીમાં ૬૩ એકતા રથનું ૨૩૧૨ ગામો-વોર્ડોમાં ભ્રમણ
  • ૬ લાખ ૯૫ હજારથી વધુ નાગરિકો ઉત્સાહભેર એકતા યાત્રામાં જોડાયા

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર સાહેબના એકતા અખંડિતતાના રાષ્ટ્ર ચેતના ભાવને જનજન સુધી પહોંચાડવા માટે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી રાજયના ગામે ગામ સરદાર વલ્લભભાઇ પટેલની જીવનની ઝાંખી કરાવતી એકતા યાત્રા ઘૂમી રહી છે.

રાજ્યના ૩૩ જિલ્લા અને પાંચ મહાનગરમાં મળીને ૬૩ એકતા રથ ૨૨૭૫ ગામો અને ૩૭ વોર્ડ સહિત ૨૩૧૨થી વધુ સ્થાનોએ ફર્યા છે. એકતા યાત્રા સાથોસાથ ગામો-નગરોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ-સમાજ એકતા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. એકતાયાત્રાને આજે ચોથા દિવસે બનાસકાંઠા, ગીર-સોમનાથ, ખેડા, નર્મદા, પાટણ, સુરેન્દ્રનગર અને ભાવનગર સહિત વિવિધ જિલ્લાઓના ગામો-શહેરોમાં અનેરો પ્રતિસાદ મળ્યો હતો.

અખંડ ભારતના શિલ્‍પી મહામાનવ સરદાર વલ્‍લભભાઇ પટેલની વિશ્વભરમાં સૌથી ઉંચી વિરાટ પ્રતિમાનું તેમની જન્‍મ જયંતિ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના કર કમલો દ્વારા રાષ્‍ટ્રને અર્પણ થનાર છે. આ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે રાજયભરમાં ૧૦ હજાર ગામોમાં એકતા-અખંડિતતાનો સંદેશ એકતા રથ દ્વારા પહોચાડવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત છેવાડાના વિસ્‍તાર સુધી સરદાર પટેલના જીવન સંદેશાને પહોંચાડવામાં આવશે. ગામેગામ વિશાળ જનસમુદાય ઉત્‍સાહભેર ભાગ લઇ સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરિત થઇ અને દેશનું ગૌરવ વધારવા થપથ લઇ રહ્યા છે.

રાષ્ટ્રની એકતા, અખંડિતતાના શિલ્પી સરદાર પટેલના એકતાના સંદેશા સાથેની આ યાત્રાના પ્રથમ તબક્કાના પહેલા ચાર દિવસ દરમિયાન જ ૬ લાખ ૯૫ હજારથી વધુ નાગરિકો-ગ્રામજનો આ યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા છે અને એકતાના સમૂહ શપથ લીધા છે.

રાજ્યભરમાં તા.ર૦ ઓકટોબર-૨૦૧૮થી પ્રથમ તબક્કામાં આરંભાયેલ એકતાયાત્રામાં આજે રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી કુમાર કાનાણી, સાંસદ સર્વેશ્રી મોહનભાઇ કુંડારિયા, દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ, દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, ધારાસભ્ય શ્રી પ્રવિણભાઇ ઘોઘારી અને સુરત મેયરશ્રી સહિત વિવિધ પદાધિકારીઓ અને મહાનુભાવો દ્વારા પ્રસ્થાન-સ્વાગત કરવામાં આવી રહ્યું છે.