સાઉદી એમ્બેસેડરના ઘરના બગીચામાંથી મળ્યા ખશોગીના શબના ટૂકડાં, આ પૂર્વનિયોજિત હત્યાઃ તુર્કી પ્રેસિડન્ટ

સાઉદી એમ્બેસેડરના ઘરના બગીચામાંથી મળ્યા ખશોગીના શબના ટૂકડાં, આ પૂર્વનિયોજિત હત્યાઃ તુર્કી પ્રેસિડન્ટ

 

2 ઓક્ટોબરના રોજ ઇસ્તાંબુલ સ્થિત સાઉદી એમ્બેસીમાં ગયા હતા ખશોગી, ત્યારબાદથી ગુમ હતા

– તુર્કીના પ્રેસિડન્ટ અર્દોગનનો દાવો – 28 સપ્ટેમ્બરના રોજ સાઉદી અરેબિયાના લોકોએ જ રચ્યું હતું હત્યાનું કાવતરું
– તપાસમાં સામે આવ્યું – સાઉદીથી 15 સભ્યોની ટીમ 2 ઓક્ટોબરના ઇસ્તાંબુલ આવી, હત્યા બાદ પરત ગઇ

અર્દોગને કહ્યું, અમારી પાસે હત્યાના પુરાવા

– તુર્કીના પ્રેસિડન્ટનું કહેવું છે કે, આ હત્યાને અંજામ આપવા માટે સાઉદીથી 15 સભ્યોની એક ટીમ 2 ઓક્ટોબરના રોજ જ ઇસ્તાંબુલ આવી હતી. એર્દોગને આ મામલાને રાજકીય હત્યા ગણાવી છે.
– આજે તુર્કીમાં સંસદને સંબોધિત કરતા એર્દોગને કહ્યું કે, તુર્કીની સિક્યોરિટી સર્વિસની પાસે તેના પર્યાપ્ત પુરાવા પણ છે.
– ખશોગી તુર્કીમાં રહેતી પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. આ માટે જરૂરી પેપર વર્ક કરવા માટે તેઓ 2 ઓક્ટોબરના રોજ ઇસ્તાંબુલ સ્થિત સાઉદી કોન્સ્યુલેટ ગયા હતા. ત્યારબાદ તેઓ ગુમ થઇ ગયા.
– 20 ઓક્ટોબરના રોજ સાઉદીની પૂછપરછ દરમિયાન ખશોગીની હત્યા થઇ હોવાની કબૂલાત કરી હતી.

અન્ય દેશોએ પણ તપાસમાં સામેલ થવું જોઇએ


– તુર્કીના ન્યૂઝપેપર હુર્રિયત ડેલી ન્યૂઝ અનુસાર, એર્દોગને કહ્યું કે, ખશોગી સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ટીકા કરતા હતા. આ કારણે તેઓની હત્યા થઇ.
– બીજાં દેશોએ પણ આ મામલાની તપાસમાં સામેલ થવું જોઇએ.
– તુર્કીના તપાસ અધિકારીઓએ જણાવ્યું કે, 28 સપ્ટેમ્બરના રોજ ખશોગી ઇસ્તાંબુલ પહોંચ્યા હતા અને સાઉદી કોન્સ્યુલેટ ગયા હતા. જ્યાં તેઓને 2 ઓક્ટોબરના રોજ આવવાનું કહ્યું હતું.
– પ્રેસિડન્ટ એર્દોગનનો દાવો છે કે, સાઉદીએ પત્રકારની હત્યાનું કાવતરું 28 સપ્ટેમ્બરના રોજ ઘડી લીધું હતું.
– તપાસ અધિકારીઓ અનુસાર, 1 ઓક્ટોબરના સાઉદીના ત્રણ નાગરિક ઇસ્તાંબુલ આવ્યા હતા. જ્યારે 2 ઓક્ટોબરના રોજ 15 લોકોનું અન્ય ગ્રુપ ઇસ્તાંબુલ આવ્યું અને સાઉદી કોન્સ્યુલેટ ગયું.
– તપાસમાં સામે આવ્યું છે કે, સાઉદીથી આવેલા નવા દળના કોન્સ્યુલેટમાં લાગેલા સિક્યોરિટી કેમરાની હાર્ડ ડિસ્ક કાઢી લેવામાં આવી હતી.
ફિયાન્સે રાત્રે 1 વાગ્યા સુધી રાહ જોઇ
– 2 ઓક્ટોબરના રોજ બપોરના સમયે ખશોગી કોન્સ્યુલેટમાં ગયા અને ફરીથી જોવા મળ્યા નહીં, જ્યારે તેમની ફિયાન્સે કોન્સ્યુલેટની બહાર જ રાત્રે 1 વાગ્યા સુધી રાહ જોતી રહી.
– જો કે, સાઉદી અરેબિયાના અધિકારીઓ પત્રકાર વિશે જાણકારી હોવા અંગે સતત ઇનકાર કરતા રહ્યા.
– એર્દોગને કહ્યું, મેં 14 ઓક્ટોબરના રોજ સાઉદી કિંગ સલમાનને તપાસ માટે સંયુક્ત ટીમ બનાવવાનું કહ્યું, જેથી અમારાં અધિકારીઓ એમ્બેસીની અંદર જઇ શકે.
– 17 દિવસ બાદ સાઉદી અરેબિયાએ કબૂલાત કરી કે કોન્સ્યુલેટમાં ખશોગીની હત્યા થઇ હતી.
– તુર્કીના પ્રેસિડન્ટ અનુસાર, અમે હત્યામાં સામેલ સાઉદીના 18 સભ્યોની ટીમ અંગે ખુલાસો કર્યો હતો. આ લોકોની સાઉદીમાં ધરપકડ કરી દેવામાં આવી છે. પુરાવાઓ પરથી જાણકારી મળી છે કે, ખશોગીને ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યા.