the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

આ દેશમાં ભારતે કૂટનૈતિક અને રણનૈતિક એમ બંને તબક્કે પોતાની પકડ જમાવી

માલદીવ ચીન સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેંટને ફગાવી દેશે

આ દેશમાં ભારતે કૂટનૈતિક અને રણનૈતિક એમ બંને તબક્કે પોતાની પકડ જમાવી

નવીદિલ્હી
માલદીવમાં નવી સરકારની રચના થતાની સાથે જ ચીનના વળતા પાણી થવાની શરૂઆત થઈ ગઈ છે. કૂટનૈતિક પલડું ભારત તરફ ઝુકતુ જણાય છે. નવી રચાયેલી સરકારમાં શામેલ સૌથી મોટી રાજકીય પાર્ટીએ આવતાવેંત જ આદેશ આપ્યો છે કે, માલદીવ ચીન સાથેનો ફ્રી ટ્રેડ એગ્રીમેંટને ફગાવી દેશે. સાથે જ તેમણે દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર સાથે કરેલા કરારને દ્વિપક્ષીય દેશની એક ભૂલ ગણાવી હતી.
આ જાહેરાત સાથે જ સમુદ્ર કિનારાઓ પર શાનદાર રિસોટ્‌ર્સ માટે પ્રખ્યાત આ દેશમાં ભારત કૂટનૈતિક અને રણનૈતિક એમ બંને તબક્કે પોતાની પકડ જમાવી રહ્યું છે. સતાધારી ગઠબંધનનું નેતૃત્વ કરનારા માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ મોહમ્મદ નશીદે કહ્યું છે કે, ચીન અને માલદીવ વચ્ચે વ્યાપારીક અસંતુલન ખુબ જ વધારે છે. આવી કોઈ જ પ્રકારની સ્થિતિ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેંટ વિશે વિચારી ના શકાય.
માલદીવમાં ચીન છેલ્લા કેટલાક વર્ષોથી પગપેસારો કરી રહ્યું હતું. ચીનના હસ્તક્ષેપના પગલે ભારતનું આ પારંપારિક મિત્ર તેનાથી દૂર જતુ રહ્યું હતું. ચીન મસમોટી આર્થિક સહાયના ઓથા હેઠળ માલદીવને દેવાના ડુંગર તળે લાવવા માંગતું હતું. ચીને માલદીવને અબજો ડૉલરની લોનની લાલચ આપી હતી બદલામાં માલદીવ ભારતનો હસ્તક્ષેપ ઘટાડી રહ્યું હતું. જે ભારત માટે ચિંતાજનક બાબત હતી. પરંતુ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીએ આખુ ચિત્ર જ બદલી નાખ્યું છે.હવે માલદીવમાં નવી ચૂંટાયેલી સરકારમાં મુખ્ય પાર્ટીના અધ્યક્ષ મોહમ્મદ નશીદ અને દેશના રાષ્ટ્રપતિ ચીનને જાકારો આપવાના મૂડમાં છે. મોહમ્મદ નશીદે સ્પષ્ટ કહી દીધું છે કે, ચીન અને માલદીવ વચ્ચેના વ્યાપારીક કરારો જ અયોગ્ય છે. ચીન સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેંટ અર્થહિન છે.તેમણે આ સમજુતિને વન-વે કરાર ગણાવતા કહ્યું હતું કે, ચીન અમારી પાસેથી કંઈ જ ખરીદતુ નથી. આ અગાઉ શનિવારે પણ કાર્યભાળ સંભાળતાની સાથે જ પેસિડેંટ ઈબ્રાહિમ મોહમ્મદ સાલેહે કહ્યું હતું કે, દેશના ખજાનાને લૂંટી લેવામાં આવ્યો છે. અગાઉની સરકારની આકરી ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે, દેશ ચીન પાસેથી લીધેલા મોટા પ્રમાણમાં દેવાના કારણે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ગત વર્ષે ડિસેમ્બરમાં પોતાના બેઈજીંગ પ્રવાસ દરમિયાન ચીન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેંટ પર હસ્તાક્ષર કર્યા હતા. એ જ મહિનામાં યામીન સરકારે વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ આ પ્રસ્તાવને સંસદમાં પસાર કરાવી દીધો હતો. પરંતુ તેઓ આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં હાર સાથે સત્તામાંથી ફેંકાઈ ગયા છે.