the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ગાંધીનગર સચિવાલયમાં ચાનાસ્તો આપતો રોબોટ આકર્ષણનું કેન્દ્ર

ગાંધીનગર સચિવાલયમાં ચાનાસ્તો આપતો રોબોટ આકર્ષણનું કેન્દ્ર

સચિવાલયમાં ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંધની ઓફિસમાં પટાવાળાને બદલે રોબોટ ચા નાસ્તો લઇને આવ્યો હતો

ગાંધીનગર
વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૯નો ધમધમાટ દિલ્હીથી સીએમ દ્વારા શરુ થયાં બાદ ગાંધીનગરનું સચિવાલય પણ એક નવા ખાસ મહેમાનને લઇને વાઈબ્રન્સી અનુભવી રહ્યું છે. આપણે જાણી છીએ કે, ઘણેઠેકાણે રોબોટ એક માણસની ગરજ સારે તે રીતે ઘણાં કામ કરી શકે છે.આ હવે નજર સામે જોવા મળી રહ્યું છે સચિવાલયમાં. હા, ગાંધીનગરમાં સચિવાલયમાં સાયન્સ સિટી દ્વારા મોકલવામાં આવેલાં બે રોબોટ લોકોને કામ કરતાં જોવા મળી રહ્યાં છે.
આ નવા પટાવાળાએ આગંતુકોમાં આકર્ષણ ઊભું કર્યું છે.ગઇકાલે સચિવાલયમાં ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંધની ઓફિસમાં સોમવારે પટાવાળાને બદલે રોબોટ ચા નાસ્તો લઇને આવ્યો હતો. સચિવાલયમાં બ્લોક નંબર એકના પાંચમા માળે સીએસ ઓફિસ આવેલી છે.આ ઓફિસમાં સોમવારે સવારે સીએસ ઓફિસના ફ્લોર પર પેન્ટ્રીથી કોન્ફરન્સ હોલ અને સીએમ ચેમ્બરની વચ્ચે બે રોબોટ ચા નાસ્તો લઇને અવરજવર કરતા દેખાયા.આ જોઈને અહીંયા ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને અનેક મુલાકાતીઓએ તેને જોતા આશ્ચર્યમાં મુકાઇ ગયા હતાં.