the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પ્રકૃતિના લાઈવ દર્શન એટલે ગીરનારની લીલી પરિક્રમા

પ્રકૃતિના લાઈવ દર્શન એટલે ગીરનારની લીલી પરિક્રમા

પર્વતધિરાજ ગિરનારની પૂજા કરવાનો અવસર એટલે લીલી પરિક્રમા. છત્રીસ કિલોમીટરની આ પરિકમા કરવા દૂર દૂરથી ભાવિકો આવે છે અને ચોસઠ જોગણીઓના જ્યાં બેસણા અને તેત્રીસ કરોડ દેવતાઓ નો જ્યાં વાસ છે તે ગિરનારની પ્રદક્ષિણા કરી પુણ્યુનું ભાથું બાંધે છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પુનમ સુધી ગિરનારની પરિક્રમા યોજાય છે. જય ગિરનારીના જયઘોષ સાથે યાત્રિકો ત્રણ દિવસ સુધી જંગલના પ્રાકૃતિક વાતાવરણમાં ભજન અને ભક્તિનો સમન્વય સર્જે છે. ગિરનાર અભ્યારણ જાહેર થયા બાદ તેના નિયમોનું પાલન થાય અને જંગલમાં વિહરતા સિંહ દીપડા જેવા પ્રાણીઓ પરિક્રમાના માર્ગ ઉપર આવી ન ચઢે તે માટે એક મહિના અગાઉથી તૈયારી કરવામાં આવે છે. પરિક્રમામાં આવતા લોકોને નિશુલ્ક ચા- નાસ્તો જેવી સુવિધા આપવામાં આવે છે. તેમજ અનેક સંસ્થાઓ દ્વારા ભક્તોને ભોજનની પણ સુવિધા પુરી પાડવામાં આવે છે.ભગવાન શ્રીકૃષ્ણએ અને ભાઇ બલદેવજીએ સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી. વર્ષ ૧૮૬૪માં દિવાન અનંતજી અમરચંદ વસાવડાએ જેઠ માસમાં સંધ કાઢીને પ્રથમ એવી સંધ પરિક્રમા કરી હતી. આ ઉપરાંત સંત દેવીદાસ, અમર દેવીદાસના ગુરૂ, જેરામ ભારતી, મંડિયા સ્વામી, મેકરણ કાપડી તેમાંથી મેકરણ દાદાની ધુણી ગિરનાર પર છે. તેમજ જેરામ ભારતી મહારાજે પણ ગિરનારની પરિક્રમા  કરી હતી.પરિક્રમામાં બોરદેવીનું મંદિર અનેરી આસ્થાનું પ્રતીક છે.બોરદેવી મંદિરના પ્રાંગણમાં અનેક વખત સંતો-મહંતો પણ હાજરી આપી ચૂક્યા છે. ખાસ કરીને અંહી ચાલતા અવિરત અન્નક્ષેત્રના લીધે ભાવિકોમાં બોરદેવીનું મંદિર આસ્થા સાથે અન્નનું કેન્દ્ર પણ બની રહ્યું છે.

અહીં ચાલતા અન્નક્ષેત્રમાં ગુજરાતભરમાંથી સ્વંયસેવકો સેવા અર્થે જોડાય છે જે યાત્રિકો તેમજ પરિક્રમા કરવા આવતા લોકોને જમાડે છે. વનમાં પણ ઘરનું ભોજન મળી રહે તે હેતુથી આ અન્નક્ષેત્રનો સેવા યજ્ઞ આજે પણ યથાવત છે. આ અન્નક્ષેત્રમાં પાંચ દિવસ દરમિયાન બે લાખ જેટલા લોકો પોતાના જઠરાગ્નિ ઠારે છે. ઉપરાંત સવારે ચા-નાસ્તો તેમજ બે સમયનુ જમવાનાના વ્યવસ્થા અહીં જ કરવામાં આવે છે. દર વર્ષે સુરતનું એક ગ્રુપ અહીં સેવા કરવા આવે છે. જે ભોજનથી માંડીને જરૂરી દવાઓની સેવા પણ પૂરી પાડે છે.કૈલાશ, ગોવર્ધન અને નર્મદાની પરિક્રમાની સાથોસાથ આદીઅનાદી કાળથી ગિરનારની પરિક્રમાનું એક આગવુ મહત્વ રહ્યું છે. કારતક સુદ અગિયારસના દિવસે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે. સ્કંદપુરાણમાં પણ પરિક્રમાનો ઉલ્લેખ અને વર્ણન છે. ૩૬ કિમીની આ યાત્રા વાસ્તવમાં એક આધ્યાત્મની સાથે આસ્થાની પદયાત્રા છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. ગિરનાર એટલે વિશાળતા અને ઊંચાઇ સાથોસાથ સાહસિક પ્રવૃતિઓનું મુખ્યમથક. જ્યાં શિયાળામાં ટ્રેકિંગની મોસમ ખીલે તો શિવરાત્રીના મેળામાં જૂનાગઢનો આખો માહોલ ભક્તિની સોડમથી મહેકી ઊઠે.આમ પણ ગિરનાર એટલે આસ્થાકેન્દ્ર. જેના શિખર પર દેવી દેવતાઓના સ્થાપત્યો. અને તળેટીમાં થતી પરિક્રમા એટલે એ તમામ દેવાલયોની પિરક્રમા. રૈવતાચળ એટલે કે ગિરનાર પર ૯ નાથ,૮૪ સિધ્ધિ, ૬૪ જોગણીઓ અને ૫૨ વીરના બેસણાઓ આ તમામ સ્થાનકો એક સાથે જ્યાં અનુભવાય તે ગિરનાર. દિવાળી બાદ લોકો પુણ્યનું ભાથુ બાંધવા લીલી પરિક્રમા કરે છે. જ્યાં સેવાપ્રેમીઓનો મેળો ભરાય જે સેવા કરીને લોકોના હાશકારામાંથી હૈયાની અનૂભુતી કરે છે. ગિરનારનું પૌરાણિક મહત્વ છે ત્યારે ગિરનાર ભગવાન કૃષ્ણ અને ભાઇ બલરામે કરેલી પરિક્રમાનો પણ સાક્ષી હોવાનું માનવામાં આવે છે. જો કે એ ઇતિહાસ બાદ આજ સુધી આ પરિક્રમા યથાવત છે.જૂનાગઢની બાજુમાં આવેલ ગિરનાર પર્વત ફરતે દર વર્ષે દેવદિવાળી પર પરિક્રમા યોજાય છે. જે પરિક્રમામાં આપણી જ્ઞાતિનાં ઘણા ભાઇ-બહેનો તથા વડીલો પણ ભાગ લે છે.પુરાણમાંથી મળતા પ્રમાણ અનુસાર ગિરનાર પર્વત એ રેવતાચલ તરીકે ઓળખાતો હતો, આ ગિરનાર પર્વતમાં તેત્રીસ કરોડ દેવતાઓએ વાસ કરેલ છે. તથા ગિરનાર પર્વતનો આકાર શિવલીંગ જેવો હોવાથી તેને શિવ સ્વરૂપ પણ માનવામાં આવે છે. તથા ઘણા સિધ્ધ પુરૂષો, મહાત્માઓ, ઋષીમુનિઓ નિઃશરીર રૂપે હજુ પણ વાસ કરે છે તેવી માન્યતા છે.આવા પવિત્ર ગિરનારની પરિક્રમા કરવાથી તેનું સારૂ ફળ મળે છે અને આત્મા પવિત્ર થાય છે. અને પુણ્ય મળે છે. તેવી માન્યતા રહેલ છે. આવા પવિત્ર યાત્રાધામની પરિક્રમા મહાભારતના સમયમાં ભગવાન કૃષ્ણ, રૂક્ષ્મણી, સુભદ્રાજી તથા અર્જુને કરી હતી, ત્યાર બાદ સમયાંતરે ગિરનાર પરિક્રમા કરવામાં આવતી હતી.ત્યાર બાદ ઇ.સ.૧૯રર માં બગડુના અજાભગત અને તેના ૧૦ સેવકો દ્વારા પરિક્રમા કરવામાં આવેલ અને ત્યારથી દર વર્ષે આ પરિક્રમા કરવામાં આવે છે અને દર વર્ષે શ્રધ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે. અને હાલમાં અંદાજીત ૯ થી ૧૦ લાખ શ્રધ્ધાળુઓ પરિક્રમાનો લાભ લે છે. આ પરિક્રમા રૂટ ૩૬ કિલોમીટરનો છે.શ્રધ્ધાળુઓ કારતક શુદ ૧૧ ના દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરી મધ્યરાત્રીએ યાત્રા શરૂ કરી જીણાબાવાની મઢી ખાતે પહાચી રોકાણ કરે છે. બીજા દિવસે સરકડીયા હનુમાન, સૂરજકૂંડ થઇ માળવેલાની જગ્યામાં રાતવાસો કરે છે. ત્રીજા દિવસે શ્રવણવડ-નળપાણી થઇ બોરદેવી મુકામે રાત્રી મુકામ કરે છે. ચોથા દિવસે ખોડીયાર થઇ ભવનાથ તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરે છે.પરંતુ આજે તો લોકો એક દિવસ-બે દિવસમાં જ આ પરિક્રમા પૂર્ણ કરી લે છે.પરિક્રમા દરમ્યાન ઘણી સેવાભાવી સંસ્થાઓ મારફત ચા-પાણી તથા અન્નક્ષેત્ર ચલાવે છે. તથા પરિક્રમા દરમ્યાન શ્રી લીરબાઇમાં અન્નક્ષેત્ર-રાણા કંડોરણા તરફથી ખુબ જ સારી સેવા આપવામાં આવે છે. પરિક્રમા દરમ્યાન જંગલ વિસ્તારમાં કોઇ પણ યાત્રાળુઓને જીવ જંતુ કે વીછી, સાપ દ્વારા કરડવામાં કે ઇજા થવાના કોઇ બનાવો આજદિન સુધી બનેલ નથી.પરિક્રમા શરૂ થયા પહેલા ચોમાસા દરમ્યાન રસ્તાનું તથા કેડીઓનું ધોવાણ થઇ ગયેલ તે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા રીપેર કરવામાં આવે છે. તથા વહીવટી તંત્ર-પોલીસ તંત્ર સાથે સંકલન કરી પરિક્રમાની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. અને દરેક પોઇન્ટ ઊપર ફોરેસ્ટ ખાતાની રાવટીઓ નાખવામાં આવે છે.તથા પીવાના પાણીની વ્યવસ્થા, લાકડીઓના ટેકાનું મફત વિતરણ કરવામાં આવે છે તથા ખોવાયેલ વ્યકિતની જાહેરાતો તથા સહાયતા કેન્દ્ર રાખવામાં આવે છે તથા પરિક્રમા બાદ જંગલ ભાગમાંથી કચરો-પ્લાસ્ટીક વિગેરે સ્કૂલ, કોલેજનાં વિદ્યાર્થીઓના સહકારથી એકઠા કરવામાં આવેછે અને આ પ્લાસ્ટીક અભિયાનમાં દર વખતે મેર કન્યા છાત્રાલય, ટીંબાવાડીની બાળાઓ પણ યોગદાન આપે છે.ગિરનાર પર્વત ગુજરાતનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઉંચા શિખરો આવેલા છે.જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે.

ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ ૯,૯૯૯ પગથિયા છે. સૌ પ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પુજા થાય છે. અહીં ‘નાગા બાવા’ઓ શિવરાત્રી ઉજવવા આવે છે. ૪,૦૦૦ પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે ૮૦૦ પગથિયા બાકી રહે છે, ત્યારે આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે.

૧૨થી ૧૬મી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરોમાં એક જગ્યા એવી છે, જ્યાં ૭૦૦ વર્ષના તપ પછી જૈન ધર્મના ૨૨મા તીર્થંકર નેમીનાથ કાળધર્મ પામ્યા હતા. બીજા ૨૦૦૦ પગથિયા પછી અંબા માતાનું મંદિર આવે છે.હિન્દુઓ, જૈનો તેના દર્શને આવે છે અને નવપરિણિત દંપતિઓ આશીર્વાદ લેવા આવે છે.છેલ્લા ૨૦૦૦ પગથિયાં માં ડર લાગેછે, પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા માટે મળે છે. પછી પથરીલો પ્રવાસ ચાલુ રહે છે, ૧૦૦ પગથિયાં નીચે ઉતરીને ૧૦૦ પગથિયાં ચડતાં બીજું શિખર આવે છે. છેલ્લે કાળકા માતાનું મંદિર આવે છે, જ્યાં અઘોરી બાવા તેમના શરીરે સ્મશાનની ભભૂતિ લગાવે છે.ગિરનારએ જ્વાળામુ્‌ખી દવારા બનેલો પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પવિત્ર ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજ(સિંહ) જગ પ્રસિધ્ધ છે.આવી આ ધરતી પર ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે. જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદાજુદા સ્થળોએથીલોકો આવે છે.

આ પરિક્રમા કારતક સુદ અગીયારસ ( દિવાળી) થી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે, એની કોઈ પાક્કી માહિતી નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી.ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા ખૂબ પ્રચલીત છે.આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે ગિરનાર માં એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે.હેરની તમામ સુખ સુવિધાથી , તમામ તણાવથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે , કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રક્રુતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુઃખ ભુલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.યાત્રાનાં છેલ્લા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે.આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.

૧૫મી સદીના કવિ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાતિયાં તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે. પાંચ શિખરો પર આવેલા મંદિરોને જોડતાં પથરીલા માર્ગ પર આગળ વધતાં હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો જોવા મળે છે.

તમામ ધર્મોના સ્થપત્યો અહીં જોવા મળે છે.