the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બેંક ઓફ ઇન્ડિયાએ વિજિલન્સ અવેરનેસ વીક દરમિયાન વિવિધ આઉટરિચ કાર્યક્રમો હાથ ધર્યા

બેંક ઓફ ઇન્ડિયાએ વિજિલન્સ અવેરનેસ વીક દરમિયાન વિવિધ આઉટરિચ કાર્યક્રમો હાથ ધર્યા

 

બેંક ઓફ ઇન્ડિયાએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા કલ્પિત “ભ્રષ્ટાચારને દૂર કરો – નવા ભારતનું નિર્માણ”ની થીમ પર વિજિલન્સ અવેરનેસ વીક (29 ઓક્ટોબરથી 3 નવેમ્બર, 2018)નાં પ્રસંગે કેટલાક આઉટરિચ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. એક વિશિષ્ટ પહેલમાં બેંકે મહારાષ્ટ્ર પોલીસ માટે બેંકિંગમાં સાયબર અપરાધો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારત અને વિદેશોમાં બેંકની શાખાઓ અને ઓફિસનાં તમામ સ્ટાફે ભ્રષ્ટાચાર દૂર કરવા અને નવા ભારતનું નિર્માણ કરવા માટે ‘ઇન્ટિગ્રિટી પ્લેજ’ લીધી હતી. વળી અન્ય 4 બેંકોનાં 1,300 કર્મચારીઓ સાથે જોડાણમાં એક માનવસાંકળની રચના કરવામાં આવી હતી. વિજિલન્સ અવેરનેસ વીકની ઉજવણીનાં પ્રસંગે બેંક ઓફ ઇનડિયાનાં એમડી અને સીઇઓ શ્રી દિનબંધુ મોહપાત્રાએ કહ્યું હતું કે, “આ વિશિષ્ટ પ્રસંગે છે, જેમાં અમારી તમામ શાખાઓનાં આશરે 50,000 કર્મચારીઓ યુવાનો, કર્મચારીઓ, તેમનાં પરિવારનાં સભ્યો અને જાહેર જનતામાં જાગૃતિ લાવવા માટે કેટલાંક આઉટરિચ પ્રોગ્રામમાં સક્રિયપણે ભાગ લીધો છે તેમજ ભ્રષ્ટાચારનાં દૂષણ અને સમાજ પર એની અસર વિશે જાણકારી આપી છે.” આ સંદર્ભમાં શ્રી મોહપાત્રાએ લોકો અને બેંકનાં કર્મચારીઓને પ્રામાણિકતા જાળવવા તથા જીવનનાં દરેક સ્તર પર કાર્યસ્તળે ભ્રષ્ટાચારને દૂર કરવા કામ કરવા અપીલ પણ કરી હતી. મુંબઈમાં બેંકની હેડ ઓફિસમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સી જી ચૈતન્યએ બેંકનાં એક્ઝિક્યુટિવ્સને પ્રામાણિકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સીવીઓ શ્રી દેવેન્દ્ર શર્માએ પ્રમુખ, ઉપપ્રમુખ અને સીવીસીનાં સંદેશાનું પઠન પણ કર્યું હતું. ડિપાર્ટમેન્ટ હેડ દ્વારા સ્ટાફનાં અન્ય સભ્યોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. પછી ભારતભરમાં પથરાયેલી બેંકની તમામ ઓફિસમાં વિવિધ અન્ય કાર્યક્રમો/પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી, જેમાં હોર્ડિંગ્સનાં ડિસ્પ્લે વગેરે સામેલ હતી. બેંક ઓફ ઇન્ડિયાનાં હેડઓફિસની બિલ્ડિંગ પર સીવીસીનો સંદેશ દર્શાવતા મોટાં બલૂન સ્થાપિત કરવામાં આવ્યાં હતાં.