the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર હાલ ફિલ્મ રોબોટ ૨.૦ના કારણે ચર્ચામાં

અક્ષય કુમાર પહેલા પાંચ અભિનેતાને ક્રોનો રોલ ઓફર થયો હતો

બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર હાલ ફિલ્મ રોબોટ ૨.૦ના કારણે ચર્ચામાં

મુંબઇ
બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર હાલ ફિલ્મ રોબોટ ૨.૦ના કારણે ચર્ચામાં છે. ફિલ્મના ટ્રેલરની તો ઘણી મજાક ઉડાવાઇ રહી છે, પણ વીએફએક્સ ઇફેક્ટના કારણે ફિલ્મ જોવા લાયક બને છે. તેવામાં એવી ચર્ચા છે કે અક્ષય કુમાર પહેલા પાંચ અભિનેતાઓને અક્ષયનો જ કિરદાર ક્રો ઓફર કરવામાં આવ્યો હતો. જોકે તેમણે ના પાડતા શંકર રજનીકાંતની આ ફિલ્મ અક્ષયની જોલીમાં આવી ગઇ અને હવે જો આ ફિલ્મ સુપરહિટ પૂરવાર થશે તો અક્ષય આરામથી બોલિવુડનો નંબર વન સુપરસ્ટાર બની જશે. ત્યારે જોઇએ કોણ છે એ અભિનેતાઓ જેમને આ ફિલ્મ અક્ષય પહેલા ઓફર કરવામાં આવી હતી.
શંકરના સૌથી ફેરવરિટ કલાકાર એવા વિક્રમને આ ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. જેનું કારણ હતું વિક્રમની શંકર સાથેની ગત્ત ફિલ્મ આઇ. આઇમાં તેનું ટ્રાન્સફોર્મેનશન ગજબનું હતું. જેના કારણે શંકર ઇચ્છતા હતા કે આ ફિલ્મમાં તે કામ કરે પણ કોઇ કારણોસર રજનીકાંત સાથેની આ ફિલ્મમાં વિક્રમ ન આવી શક્યો. ફેન્સનું માનવું છે કે અક્ષયની જગ્યાએ આ ફિલ્મમાં વિક્રમ હોત તો ફિલ્મનની ઉંચાઇ ઓર વધી જાત. પણ માનવું રહ્યું શંકરની ફિલ્મ આઇ ભલે વિઝ્યુઅલી હિટ રહી હોય પણ તે બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. કદાચ આ કારણે પણ અપરિચિત જેવી હિટ ફિલ્મ આપી હોવા છતા વિક્રમ શંકર સાથે કામ કરવા ન માગતો હોય.
હોલિવુડ સુપરસ્ટાર અને શંકરના ફેવરિટ આર્નોલ્ડને પણ આ રોલ ઓફર કરવામાં આવેલો, પણ આર્નોલ્ડે વ્યસ્તતાના કારણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. બાકી ફેન્સને હોલિવુડ અને ટોલિવુડની જબરદસ્ત જુગલબંધી જોવા મળી જાત.
રજનીકાંત સાથે કમલ હસને ઘણી ફિલ્મો કરી છે. ઉપરથી દશાઅવતાર જેવી ફ્લ્મિોમાં કમલનો રોલ પણ સૌને પસંદ આવેલો. જેમાં તેણે ટ્રાન્સફોર્મેશન કરેલું. આ ફિલ્મ કમલને પણ ઓફર થઇ હતી. જો કમલ હસન આ કિરદાર પ્લે કરેત તો ફિલ્મ બોક્સઓફિસ પર ટંકશાળા પાથરી દેત. કારણ કે રજનીકાંત અને કમલને એકસાથે જોવા કોણ ન ઇચ્છે ?
રિતિક રોશનને પણ આ ફિલ્મ ઓફર થયેલી. પણ રિતિક સુપર ૩૦ ફિલ્મમાં બીઝી હતો. જેના માટે તે પોતાનો તમામ સમય આપી ચૂક્યો હતો. તો આવતા વર્ષે ટાઇગર શ્રોફ સાથે આવનારી યશરાજ બેનરની એક્શપેક ફિલ્મમાં કામ કરવાનો હોવાથી તેણે આ ફિલ્મ માટે ના કહી દીધી. તો બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિશ્ટ આમિર ખાનને પણ ક્રોનો કિરદાર આપવામાં આવ્યો હતો. પરંતુ તે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન અને દર વર્ષે એક જ ફિલ્મ કરવાના નિયમ સાથે બંધાયેલો હતો. કેવું કહેવાય ઠગ્સ ઓફ હિન્દોસ્તાન આ વર્ષની સૌથી મોટી ડિઝાસ્ટર સાબિત થઇ છે.ત્યારે અક્ષયનો આ રોલ તેને સફળતા અપાવે છે કે નિષ્ફળતા તેના પર બધો આધાર રહેલો છે. જો ફિલ્મ સફળ રહી તો ઉપર જણાવ્યું તે કલાકારો ચોક્કસ નિરાશ થશે.