the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભારતના શૂટિંગ શેડ્યુલ દરમિયાન સલમાન ઘાયલ

ભારતના શૂટિંગ શેડ્યુલ દરમિયાન સલમાન ઘાયલ

સલમાનને જિમ એક્સરસાઇઝ દરમિયાન પાંસળીમાં ઇજા પહોંચી

મુંબઇ
બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનના ફેન્સ માટે એક માઠા સમાચાર છે. લુધિયાણામાં પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ના શૂટિંગ શેડ્યુલ દરમિયાન સલમાન ઘાયલ થઈ ગયો છે અને તેને સારવાર માટે મુંબઈ મોકલી દેવામાં આવ્યો છે. સલમાનની ઇજાને પગલે ફિલ્મનું શૂટિંગ પણ અટકી ગયું છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે સલમાનને જિમ એક્સરસાઇઝ દરમિયાન પાંસળીમાં ઇજા પહોંચી હતી જેના કારણે તેને હેરલાઇન ફ્રેક્ચર થઈ ગયું છે.
હવે ડોક્ટર્સે સલમાનને થોડો સમય આરામ કરવાની સલાહ આપી છે. શનિ-રવિવારે સલમાનને મુંબઇમાં આવેલો જોઇને ઘણાને નવાઇ લાગી હતી.
તરત એવી વાત વહેતી થઇ હતી કે પંજાબમાં ઇજા થવાથી સલમાનને તાબડતોબ મુંબઇ આવવાની ફરજ પડી હતી. જો કે સલમાનની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું કે ઇજાને કારણે સલમાન મુંબઇ આવ્યો નથી. એ મોટે ભાગે દર વીક એન્ડમાં પોતાના પરિવારને મળવા મુંબઇ આવતો હોય છે. ઇજાને એની મુંબઇ મુલાકાત સાથે કશી લેવાદેવા નથી.આ સૂત્રે એવી પણ માહિતી આપી હતી કે ઇજા સેટ પર શૂટિંગ કરતી વખતે નથી થઇ, એ જિમમાં વર્ક આઉટ કરતો હતો ત્યારે ભૂલ થતાં પાંસળીમાં ઇજા થઇ હતી.ડૉક્ટરોએ તરત એને પેઇન કીલર્સ આપી હતી. એ પેઇન કીલર્સના જોરે સલમાન કામ કરતો રહ્યો હતો.
આ સૂત્રે વધુમાં કહ્યું કે સલમાનને જાણ થઇ કે એના વિશે આવી વાતો વહેતી થઇ છે ત્યારે એણે રમૂજ અનુભવી હતી કે હું મુંબઇમાં છું એવી માહિતી હોવા છતાં મિડિયા મને પૂછ્યા વિના આવી વાતો શી રીતે વહેતી કરે છે !એ રવિવારે સવારે પંજાબના ફિલ્લૌર વિસ્તારમાં જવા પાછો રવાનો થયો હતો.ઉલ્લેખનીય છે કે ‘ભારત’ માટે પંજાબના લુધિયાણાથી ૨૦ કિલોમીટર દૂર બલ્લોવાલ ગામમાં આબેહુબ અટારી-વાઘા બોર્ડર જેવો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં કેટરિના કૈફ, સુનીલ ગ્રોવર તેમજ જેકી શ્રોફ સહિતની ફિલ્મની આખી કાસ્ટ શૂટિંગ માટે પહોંચી છે. ‘ભારત’માં સલમાનનો લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં સલમાન બે જુદા-જુદા લુકમાં દેખાઈ રહ્યો છે. એક તસવીરમાં સલમાન હાફ સ્લીવ્ડ જેકેટમાં પોતાના બાઈસેપ્સ ફ્લોન્ટ કરી રહ્યો છે. બીજી તસવીરમાં હાફ શર્ટમાં ૭૦જના લુકમાં દેખાઈ રહ્યો છે. સલમાનના આ લુક્સને જોઈને ફેન્સ ખૂબ એક્સાઈટેડ થઈ ગયા છે.