the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રાજ્ય સરકાર વોડાફોનને વધુ બીલ ચુકવે છે એ વાત વાસ્તવિકતાથી વેગળી

તારીખ ૨૦-૧૧-૨૦૧૮ના કેટલાક વર્તમાન પત્રમાં રાજ્ય સરકાર વોડાફોન મોબાઇલ ફોનને વધુ બીલ ચુકવે છે એ મથાળા હેઠળ પ્રસિધ્ધ થયેલા અહેવાલો પુરતો અભ્યાસ કર્યા વગરના અને વાસ્તવિકતાથી વેગળા અને હકિકતોથી તોડી મોડીને રજુ કરવામાં આવ્યા છે.

આ અહેવાલો અંગે સ્પષ્ટતા કરવાની કે વોડાફોન કંપની સાથે રાજ્ય સરકાર દ્વારા જે કરાર અમલમાં છે તે પુરતી કાળજી લઇને પારદર્શક ટેન્ડર પ્રક્રિયા દ્વારા અમલમાં મુકવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૭માં વોડાફોન કંપનીનો મોબાઇલ ફોન સર્વિસ કોન્ટ્રાક્ટ પુરો થતા પારદર્શક પ્રક્રિયાથી નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ન્યુનતમ દરે અવિક્ષેપિત તેમજ ટેકનીકલ દૃષ્ટિએ વધુ સારી સવલત પ્રાપ્ત થઇ શકે તેના ઉપર વિશેષ કાળજીપુર્વક ધ્યાન આપવામાં આવ્યું હતું અને તેના આધારે પારદર્શક ટેન્ડર ડ્રાફ્ટ પેપર તૈયાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બી.એસ.એન.એલ. ટેકનીકલ બીડમાં ક્વોલીફાઇ થઇ શક્યું ન હતું જ્યારે વોડાફોન ટેકનીકલ બીડમાં ક્વોલીફાઇ થયેલ હતું. આ સંજોગોમાં સ્વભાવિક રીતે જ જ્યારે બી.એસ.એન.એલ. ફાઇનાન્સિયલ બીડ માટે પણ ટેકનીકલી ક્વોલિફાઇ ન થવાના કારણે ભાગ જ ન લઇ શક્યુ હોય ત્યારે એ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા બી.એસ.એન.એલ.ની વિચારણા ક્યાંથી કરી શકાય? સમગ્રતયા મુલ્યાંકનમાં વોડાફોન ટેકનિકલ તથા ફાઇનાન્સિયલ બીડમાં અન્ય સર્વિસ પ્રોવાઇડર્સની સરખામણીએ સૌથી આગળ હોવાના પરિણામે તેમને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અત્રે એ સત્ય હકિકત પણ ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮ માં એટલે કે ચાલુ કરારની શરતો અનુસાર વોડાફોન દ્વારા સૌથી વધુ ૫૯.૩ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યું હતું જ્યારે બી.એસ.એન.એલ. દ્વારા પોસ્ટપેઇડમાં રુ. ૩૨૫ થી લઇને રુ. ૫૨૫ નો માર્કેટ રેટ ચાલી રહ્યો છે જ્યારે આની સરખામણીમાં વોડાફોનનો રુ. ૬૧.૦૫ નો માસિક ભાડાનો દર ઓફર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બી.એસ.એન.એલ. દ્વારા ૪જી સર્વિસ શરૂ કરવામાં આવી ન હતી જ્યારે વોડાફોન દ્વારા ૪જી સર્વિસની સુવિધા આપવામાં આવી રહી છે. સ્વાભાવિક રીતે આના પરિણામે કમ્યુનિકેશનની પ્રક્રિયા વધુ ઝડપી અને ડેટા પ્રોસેસિંગની સર્વિસમાં ઝડપ અને સરળતા મળી રહી છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે અગાઉ ૨૦૧૫માં જ્યારે ટેન્ડર પ્રક્રિયા યોજવામાં આવી હતી ત્યારે પણ વોડાફોન દ્વારા બેઇઝ રેટ કરતા ૪૮ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યું હતું. એની સામે બી.એસ.એન.એલ.એ માત્ર ૨૫ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું. પરિણામ સ્વરૂપે વોડાફોનની સેવા બી.એસ.એન.એલ. કરતા વધુ કિફાયતી દરે પ્રાપ્ત થતી  હોઇ, વોડોફોનની સેવા લેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું હતું.

આમ તા. ૨૦-૧૧-૨૦૧૮ના કેટલાક વર્તમાન પત્રોમાં એ.આઇ.સી.સી.ના પ્રવકતા દ્વારા રાજ્ય સરકારના વોડાફોનને મોબાઇલ દીઠ રુ. ૭૦૦ થી રુ. ૧૫૦૦ સુધીનું વધુ બીલ ચુકવે છે એ પ્રકારના અહેવાલો સત્યથી વેગળા અને પુરતો અભ્યાસ કર્યા વગરના છે.