the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વિરાટ કોહલી સુપરહ્યુમન છે : કપિલ દેવ

વિરાટ કોહલી સુપરહ્યુમન છે : કપિલ દેવ

કપિલ દેવે હરમીનપ્રીત કૌરના નેતૃત્વવાળી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભરપેટ વખાણ કયા

નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાના વિશ્વ વિજેતા કેપ્ટન કપિલ દેવનું માનવુ છે કે વિરાટ કોહલી સુપરહ્યુમન છે. પૂર્વ કેપ્ટને કહ્યું, મને લાગે છે કે વિરાટ કોહલી વિશેષ વ્યક્તિ અને ખેલાડી છે. મારા વિચારથી કેટલાંક લોકો વિશેષ હોય છે અને તેઓ તેમાંથી એક છે. જે લોકોની પાસે પ્રતિભા છે અને તેઓ સખત પરિશ્રમ કરવા તૈયાર છે તો તેઓ સુપરહ્યુમન બને છે. એટલે મને લાગે છે કે વિરાટ કોહલી ઘણા પ્રતિભાવાન અને શિસ્તવાદી છે, જે તેમને વિશેષ બનાવે છે.ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની થઈ રહેલી ટીકાઓ પર પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. દેવે કહ્યું, ‘મને લાગે છે કે લોકો આશા રાખી રહ્યાં છે કે ધોની ૨૦ વર્ષના બેટ્‌સમેનની જેમ રમે. ધોનીએ જે કંઇ પણ કર્યુ છે, તે અસરકારક છે. પરંતુ મને એવુ લાગે છે કે અમે આશા સેવી રહ્યાં છે કે ધોની ૨૦ અથવા ૨૫ વર્ષની ઉંમરે રમતા હતાં તેવી રીતે રમે, જે શક્ય થવાનું નથી.’કપિલ દેવે વધુમાં કહ્યું, ‘ધોનીની પાસે અનુભવ છે. જો તેઓ પોતાના અનુભવથી ટીમની મદદ કરે છે તો આ સારું છે. પરંતુ દરેક લોકોએ એક વાતચીત સમજવી પડશે કે માહી હવે ૨૦ વર્ષના નથી અને ફરી ક્યારેય પણ ૨૦ વર્ષના થશે નહીં. તેથી તેઓ જે પણ કરી રહ્યાં છે, જો તેઓ પોતાને તૈયાર કરી રહ્યાં છે અને સારું રમી રહ્યાં છે તો તે ટીમ માટે મોટી સંપત્તિ છે. ધોનીની ફિટનેસ મહત્વપૂર્ણ છે અને હું પ્રાર્થના કરુ છું કે તેઓ વધારે મેચ રમે.’
આ સિવાય કપિલ દેવે હરમીનપ્રીત કૌરના નેતૃત્વવાળી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભરપેટ વખાણ કર્યા હતાં. દેવે કહ્યું, ‘મને લાગે છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ માનસિકતા સાથે ગઈ છે કે ટીમે કપ જીતવો છે. જો આ મહિલા ટીમ કપ ના જીતે તો પણ ચિંતાની વાત નથી. કારણકે તમે કેવીરીતે રમો છો તે અતિ મહત્વપૂર્ણ છે. જો ટીમ ઓછી ભૂલો કરીને સારું રમે છે, તો તે ચેમ્પિયન ગણાય છે.’
ટીમ ઈન્ડિયાને કોચિંગ આપવા માટે રવિ શાસ્ત્રી આદર્શ વ્યક્તિ છે? આ સવાલ પર પૂર્વ કેપ્ટને કહ્યું, ‘જો કેપ્ટન અને ટીમ ખુશ છે તો પછી અમે સવાલ કેમ ઉભા કરીએ? જે સંબંધિત ના હોય તેવા સવાલોનો હું જવાબ આપતો નથી. જો ટીમ ખુશ છે અને સારું પ્રદર્શન કરી રહી છે તો હું ટીમને શુભેચ્છા પાઠવુ છું.’