the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

હર્શી ઇન્ડિયાએ સ્વાદિષ્ટ સોફિટ પ્રોટિન કૂકીઝ લોંચ કરીને ‘બેટર ફોર યૂ’ સ્નેકિંગ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું 

હર્શી ઇન્ડિયાએ સ્વાદિષ્ટ સોફિટ પ્રોટિન કૂકીઝ લોંચ કરીને બેટર ફોર યૂ સ્નેકિંગ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું 

 

બેટર ફોર યૂ કૂકીઝ માટે આંતરરાષ્ટ્રીય કંપનીનું પ્રથમ બજાર ભારત છે

 

મુંબઈ, 13 નવેમ્બર, 2018: વિશ્વની અગ્રણી સ્નેકિંગ કંપનીઓમાંની એક ધ હર્શી કંપનીનો ભાગ હર્શી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે સોફિટ પ્રોટિન કૂકીઝ લોંચ કરીને બિસ્કિટ કેટેગરીમાં પ્રીમિયમ બેટર ફોર યૂ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે.

 

સ્વાદિષ્ટ સોફિટ પ્રોટિન કૂકીઝ વિશિષ્ટ પ્રોડક્ટ છે, જે પ્રોટિન, ઓમેગા-3, ફાઇબર અને વિટામિન્સનાં ગુણો પ્રદાન કરે છે. એમા કોઈ ટ્રાન્સ-ફેટ અને મેંદા (ઘઉંનો રિફાઇન લોટ) નથી. ક્રન્ચી કૂકી એકથી વધારે અનાજનાં લોટમાંથી બનેલ છે, જેમાં ઘઉં, ઓટ, સોય સામેલ છે તથા ફ્લેક્સ સીડ, આલ્મન્ડ, રાઇસિન, કોકો અને મેંગો જેવા ઘટકો સામેલ છે. સ્વાદિષ્ટ પ્રોટિન કૂકીઝનાં લોંચ સાથે સોફિટનો આશય આજનાં સ્વાસ્થ્ય  પ્રત્યે સભાન ઉપભોક્તાને બેટર ફોર યૂસ્નેકિંગનાં વિકલ્પ ઓફર કરવાનો છે.

ભારત ધ હર્શી કંપનીનાં આંતરરાષ્ટ્રીય વ્યવસાયનો મહત્ત્વપૂર્ણ ભાગ છે અને એનાં મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બજારોમાનું એક છે. હર્શી ઇન્ડિયા હર્શીસ અને સોફિટ જેવી મુખ્ય બ્રાન્ડો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી આ બ્રાન્ડ સ્નેકિંગ સાથે સંબંધિત વિવિધ પ્રસંગોમાં પ્રવેશ કરી શકે અને એની પ્રસ્તુતતા ઊભી કરી શકે. સોફિટ સોય મિલ્ક કેટેગરીમાં સ્પષ્ટપણે માર્કેટ લીટર છે. હર્શી ઇન્ડિયાનો વ્યૂહાત્મક આશય સોફિટ પર ભવિષ્યની વૃદ્ધિને આગળ ધપાવવાનો છે, જેથી બેટર ફોર યૂ સ્નેકિંગ પોર્ટફોલિયો મજબૂત થઈ શકે, જે વિવિધ કેટેગરીઓમાં ફેલાયેલો છે.

હર્શી ઇન્ડિયાનાં નવી કેટેગરીમાં પ્રવેશ પર ટિપ્પણી કરતાં હર્શી ઇન્ડિયાનાં મેનેજિંગ ડાયરેક્ટર હરજિત ભલ્લાએ કહ્યું કે, પ્રોટિનનાં લાભ ધરાવતી કૂકી જેવી વિશિષ્ટ અને ઉપભોક્તા સાથે પ્રસ્તુત પ્રોડક્ટ 2.8 અબજ ડોલરની બિસ્કિટ કેટેગરીમાં પ્રસ્તુત કરવી સોફિટ બ્રાન્ડ માટે પરફેક્ત નેક્સ્ટ સ્ટેપ છે. સોફિટ એક બ્રાન્ડ તરીકે ઉપભોક્તા વચ્ચે સારી માન્યતા ધરાવે છે, જે પ્રોટિન અને અન્ય પોષક દ્રવ્યો પ્રદાન કરે છે. સોફિટ પ્રોટિન કૂકીઝ ક્રન્ચી સ્નેકને સરળ અને સુવિધાજનક બનાવે છે, જે તમારાં માટે શ્રેષ્ઠ છે.

સોફિટનાં બ્રાન્ડ એમ્બેસેડર જોહન અબ્રાહમે સોફિટ પ્રોટિન કૂકીઝ લોંચ કરવા પર ટિપ્પણી કરીને કહ્યું કે, મને સોફિટ પ્રસ્તુત કરવા પર ગર્વ છે, જે સારો  નાસ્તો ઇચ્છતાં ઉપભોક્તાઓને પ્રોટિન અને પોષક દ્રવ્યો પ્રદાન કરે છે. સોફિટ પ્રોટિન કૂકીઝ આ સફર જાળવી રાખશે. વધુને વધુ લોકો સક્રિય અને સ્વસ્થ જીવનસૈલી ઇચ્છતાં હોવાથી  મને ખુશી છે કે સોફિટે  ક્રન્ચી કૂકીઝ સ્વરૂપે પોષક દ્રવ્યોનો ઉપભોગ કરવાની સ્વાદિષ્ટ રીત પ્રસ્તુત કરી છે, જે તેમને વધારે ઊર્જા પ્રદાન કરી શકે છે.

પ્રોટિન કૂકીઝનું લોંચિંગ સોફિટની એનર્જી ટૂ ડૂ મોરની ખાતરી આપે છે, જે  સ્વાદિષ્ટ રેન્જમાં પાચક પોષક દ્રવ્યો પ્રદાન કરે છે. આ બેટર ફોર યૂ કૂકીઝ સ્વાદિષ્ટ ફ્લેક્સ સીડ્સ સાથે નેચરલ કોકો, રિયલ આલ્મન્ડ બિટ્સ સાથે સ્વાદિષ્ટ મેંગો, સ્વાસ્થ્ય માટે લાભદાયક ફ્લેક્સ સીડ્સ સાથે રિફ્રેશિંગ રાયસિન જેવી વિવિધ રેન્જમાં ઉપલબ્ધ થશે.

દેશમાં મોટાં મેટ્રો સિટીમાં રહેતાં કાર્યરત પુખ્ત વયોને લક્ષ્યાંક બનાવતાં સોફિટ પ્રોટિન કૂકીઝ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી તરફ દોરી જવા આતુર આ પ્રકારની વ્યક્તિનો લાભ કરશે. સોફિટ પ્રોટિન કૂકીઝ મોડર્ન ટ્રેડ, મોટા જનરલ ટ્રેડ સ્ટોર્સ અને દેશનાં મોટા શહેરોમાં ઇ-કોમર્સમાં ઉપલબ્ધ થશે. પ્રોડક્ટનું વેચાણ નાનાં પેક (100 ગ્રામ)માં રૂ. 45માં અને ટેક હોમ પેક (150 ગ્રામ) માટે રૂ. 65માં ઉપલબ્ધ થશે.