the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

જેટ એરવેઝએ સાત દિવસનો દિવાળી ફેર સેલ જાહેર કર્યો

જેટ એરવેઝએ સાત દિવસનો દિવાળી ફેર સેલ જાહેર કર્યો

ભારતની પ્રીમિયર, ફૂલ-સર્વિસ ઇન્ટરનેશનલ એરલાઇન જેટ એરવેઝએ  સાત દિવસનો આકર્ષક ગ્લોબલ ફેર સેલની જાહેરાત કરી હતી. 30 ઓક્ટોબર, 2018નાં રોજથી શરૂ થતું સેલ મહેમાનોને એરલાઇનનાં નેટવર્ક તેમજ એનાં કોડશેર પાર્ટનર્સ એર ફ્રાંસ અને કેએલએમ રોયલ ડચ  એરલાઇન્સનાં ઇકોનોમી અને પ્રીમિયમ પર 30%* આકર્ષક બચત ઓફર કરશે. મહેમાનો સેલનાં ગાળા દરમિયાન સિંગલ તેમજ રિટર્ન જર્ની ટ્રાવેલ એમ બંને પર સ્પેશ્યલ ફેરનો લાભ લઈ શકે છે. આ ફેર સેલ 05 નવેમ્બરને સોમવારની મધરાત સુધી એરલાઇનની તમામ બુકિંગ ચેનલ પર ઉપલબ્ધ થશે. ઉપરાંત મહેમાનો jetairways.com અને એરલાઇનની મોબાઇલ એપ પરથી સીધું બુકિંગ કરાવી શકે છે, વિશિષ્ટ લાભ લઈ શકે છે, જેમાં દરેક ફ્લાઇટ બુકિંગ પર 250 બોનસ જેપીમાઇલ્સ, બુકિંગનાં 24 કલાકની અંદર કેન્સલેશન કે ફેરફારો માટે ઝીર કેન્સલેશન ફી તેમજ ફેર ચેન્જ સામે સુરક્ષા મેળવવા 72 કલાક સુધી નોમિનલ ફી સાથે પસંદગીનાં ફેર લોક કરવાની સુવિધાઓ સામેલ છે. જ્યારે મહેમાનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ તાત્કાલિક અસર સાથે શરૂ કરી શકે છે, ત્યારે પ્રીમિયમ મહેમાનો 8 દિવસનાં ગાળા પછી ડોમેસ્ટિક પ્રવાસ શરૂ કરી શકે છે તેમજ ઇકોનોમી મહેમાનો તેમનાં બુકિંગનાં 15 દિવસ પછી પ્રવાસ શરૂ કરી શકે છે.