the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

તેલના ભાવ ઘટ્યા : દિલ્હીમાં પેટ્રોલ કિંમત ૭૦થી પણ નીચે

અવિરત ઘટાડાના લીધે લોકોને વધુ રાહત

તેલના ભાવ ઘટ્યા : દિલ્હીમાં પેટ્રોલ કિંમત ૭૦થી પણ નીચે

નવા વર્ષમાં પણ ઘટાડાનો દોર જારી રહેવાની સંભાવના

નવી દિલ્હી,તા. ૩૦
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડાનો દોર યથાવતરીતે જારી રાખવામાં આવ્યો છે. દેશના મોટા શહેરોમાં આજે વધુ ઘટાડો થયો હતો. આજે પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૨૨-૨૪ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જ્યારે ડિઝલની કિંમતમાં ૨૩-૨૫ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૦થી પણ નીચે પહોંચી ગઈ છે. ભારત તેની તેલની જરૂરીયાત પૈકી ૮૦ ટકા જરૂરિયાત આયાતથી પૂર્ણ કરે છે. તેલ કિંમતો આગામી દિવસોમાં વધુ ઘટે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. તેલ કિંમતોને સંવેદનશીલ ગણવામાં આવે છે. ક્રુડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે તેલ કિંમતો ઘટી રહી છે. હાલમાં અમેરિકાના પ્રતિબંધના કારણે કિંમતોમાં વધારો થઇ ગયો હતો. ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતા હવે ડોલરની સામે રૂપિયામાં પણ સ્થિતી મજબુત બની શકે છે. ભારતને ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતાની સાથે ફાયદો થઇ શકે છે. જુલાઇ ૨૦૧૭ બાદથી સૌથી નીચે સપાટી પર કિંમતો પહોંચી છે. નવા વર્ષની રજા આવે તે પહેલા કારોબારમાં ઉથલ પાથલના સપ્તાહ બાદ તેલ કિંમતો સ્થિર થવાની દિશામાં છે. જોકે અમેરિકી ઈક્વિટી માર્કેટમાં તેજીના પરિણામ સ્વરૂપે ફરી એકવાર તેલ કિંમતોમાં ઉતાર ચઢાવની સ્થિતિ જવા મળી રહી છે. બ્રેન્ટ ક્રુડ ફ્યુચરની કિંમત બેરલદીઠ બાવન ડોલરની નીચે સપાટીએ પહોંચી છે. એક બાજુ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૦ રૂપિયાથી પણ નીચે પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. ભાવમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. તેલ કિંમતોમાં સતત ફેરફારના કારણે લોકોમાં દુવિધા છે. જો કે હાલમાં કિંમતો સતત ઘટી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.ડોલરની સામે રૂપિયા પર જે અસર થઇ રહી છે તેના લીધે તેલ કિંમત બદલાઇ રહી છે.સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. પેટ્રોલ ડિઝલની કિંમતમાં નવા વર્ષમાં પણ ઘટાડો રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે જેથીની નવા વર્ષે પણ ભાવોમાં રાહત મળશે.