the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

દલાલ સ્ટ્રીટમાં ક્રૂડની કિંમતની સીધી અસર રહે તેવી શક્યતા

દલાલ સ્ટ્રીટમાં એફએન્ડઓ પૂર્ણાહૂતિ, માઇક્રો મીટરની અસર હશે
દલાલ સ્ટ્રીટમાં ક્રૂડની કિંમતની સીધી અસર રહે તેવી શક્યતા
આજે નવેમ્બર માસ માટેના ઇન્ફ્રસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા જારી થશે : કમાણીની સિઝનના આંકડા, અમેરિકા-ચીન વાટાઘાટોને લઇને પણ શેરબજારની નજર

મુંબઈ, તા.૩૦
શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. દલાલ સ્ટ્રીટમાં ડિસેમ્બર એફએન્ડઓ સિરીઝની પૂર્ણાહૂતિ, વૈશ્વિક ઘટનાક્રમ અન્ય પરિબળોની અસર રહેશે. સેંસેક્સમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૩૩૫ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. વૈશ્વિક બજારની અસર પણ આ સપ્તાહમાં રહેશે. ક્રૂડની કિંમતો પણ માર્કેટ મૂડ ઉપર અસર રહેશે. જે પરિબળોની અસર રહેનાર છે તેમાં યુએસ-ચીન વેપાર મંત્રણા, કમાણીની સિઝન, સ્થાનિક માઇક્રો ડેટા, વૈશ્વિક પરિબળો, સ્થાનિક ઓટો વેચાણના આંકડા, ક્રૂડની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલ અને ટેકનિકલ પરિબળોની અસર રહી શકે છે. નિફ્ટી અને સેંસેક્સમાં છેલ્લા સપ્તાહમાં એક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં રાહતોનો દોર જારી રહ્યો છે. દલાલ સ્ટ્રીટમાં અમેરિકા અને ચીન મંત્રણા ઉપર નજર રહેશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકા અને ચીન બંને સંભવિત વેપાર સમજૂતિની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમના વેપાર વિવાદને ઉકેલવા માટે બંને દેશો આગળ વધી ગયા છે જેથી હવે આ સમસ્યાનો અંત આવશે. બીજી બાજુ ડિસેમ્બર ત્રિમાસિક કમાણીના આંકડા આ સપ્તાહથી આવવાની શરૂઆત થનાર છે. ત્રીજી જાન્યુઆરીથી આ સિઝનની શરૂઆત થશે. નવેમ્બર મહિના માટેના ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા આવતીકાલે સોમવારના દિવસે જારી કરાશે. દેશના આઠ કોર સેક્ટરમાં ગ્રોથના આંકડા હવે જારી કરવામાં આવનાર છે. આ આઠ કોર સેક્ટરમાં કોલસા, ક્રૂડ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ, ફર્ટીલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટીનો સમાવેશ થાય છે. ઓક્ટોબર મહિનામાં આ આંકડો ૪.૮ રહ્યો હતો. જ્યારે સપ્ટેમ્બરમાં ૪.૩ ટકા રહ્યો હતો. સિમેન્ટ, કોલસા અને ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં સુધારો થયો છે. આવી જ રીતે ડિસેમ્બર મહિનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને સર્વિસ પીએમઆઈના આંકડા પણ આ સપ્તાહમાં જ જારી કરવામાં આવનાર છે. ઓટો કંપનીઓ દ્વારા આ સપ્તાહમાં જ તેમના ડિસેમ્બરના વેચાણના આંકડા જારી કરશે. ઓલા અને ઉબેર જેવા એપ આધારિત કેબ એગ્રેટર્સના આંકડા ઉપર પણ નજર છે. ક્રૂડની કિંમત સતત ઘટી રહી છે. તેની અસર પણ જોવા મળશે. ડોલર સામે રૂપિયામાં નબળાઈની અસર પણ જોવા મળી શકે છે. શેરબજારમાં વૈશ્વિક પરિબળોની સાથે સાથે સ્થાનિક મોરચે પરિબળોની અસર પણ રહેશે. નવા વર્ષની ઉજવણી અને નવા વર્ષના ઘટનાક્રમ ઉપર નજર કેન્દ્રિ