the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભારતીય ક્રિકેટરોને માર પડ્યો, કોઈ પણ ખેલાડી ૨ કરોડમાં ના ખરીદાયો

ભારતીય ક્રિકેટરોને માર પડ્યો, કોઈ પણ ખેલાડી ૨ કરોડમાં ના ખરીદાયો

૧.૫ કરોડના લિસ્ટમાં નવ વિદેશી અને એક ભારતીય ખેલાડી જયદેવ ઉનાદકટ સામેલ

નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝન માટે ખેલાડીઓની હરાજી ૧૮ ડિસેમ્બરે જયપુરમાં થવાની છે. પહેલીવાર હરાજીની પ્રક્રિયા બેંગલુરુથી બહાર થઈ રહી છે. ૩૪૬ ખેલાડીઓના લિસ્ટમાં કોઈ પણ ભારતીય ક્રિકેટર સૌથી વધારે બે કરોડવાળી પ્રાઈઝ લિસ્ટમાં નથી. તેમાં સામેલ નવ વિદેશી ખેલાડીઓમાં ન્યૂઝીલેન્ડના બ્રેંડન મૈકુલમ (૩૭ વર્ષ) જેની ઉંમર સૌથી વદારે છે. જ્યારે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડ સૈમ કરન (૨૦ વર્ષ) સૌથી યુવા છે. આ લિસ્ટમાં ખેલાડીઓની સરેરાશ ઉંમર ૩૦.૬ વર્ષ છે.એવું માનવામાં આવે છે કે, ટી-૨૦ યુવા ખેલાડીઓની ગેમ છે. પરંતુ ટોપ બેઝ પ્રાઈલ લિસ્ટમાં સામેલ પાંચ ખેલાડીઓની ઉંમર ૩૦ વર્ષ કરતાં વધારે છે અને તે સૌથી વધારે ચોંકાવનારી વાત છે. જોકે ઉંમરનું રમત રમવા સાથે કોઈ ખાસ લેવાદેવા નથી.
ગઈ વખતે પણ સૌથી વધારે ઉંમરવાળા ખેલાડીઓની ટીમ ચેન્નાઈ સુપરકિંગે મેચ જીતી હતી. તેમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખુદ ૩૬ વર્ષનો છે.ટોપ લિસ્ટમાં ૯માંથી પાંચ ખેલાડીઓ ઓલરાઉન્ડર છે. તેનાથી ખ્યાલ આવે છે કે, આઈપીએલમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની માંગ સૌથી વધારે છે.
આ લિસ્ટમાં મૈકુલમ સિવાય ક્રિસ વોક્સ, લસિથ મલિંગા, એંજોલો મેથ્યૂઝ, શોર્ન શર્મા, ડી આર્સી શોર્ટ, કોરી એંડરસન, કોલિન ઈંગ્રામ અને સૈમ કરન સામેલ છે. તેમાં વોક્સ, શોર્ટ, એંડરસન, મેથ્યૂઝ અને કરન ઓલરાઉન્ડર છે.
હરાજી વખતે ૧૦૦૩ ક્રિકેટરોએ અરજી કરી હતી. તેમાં દરેક ફ્રેન્ચાઈઝે મળીને ખેલાડીઓનું શોર્ટ લિસ્ટ કર્યું હતું અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને લિસ્ટ સોંપ્યું હતું. ૧૧ ડિસેમ્બરે બોર્ડે આ લિસ્ટને જાહેર કર્યું છે. ૧.૫ કરોડના લિસ્ટમાં નવ વિદેશ અને એક ભારતીય ખેલાડી જયદેવ ઉનાદકટ છે. ૧ કરોડના લિસ્ટમાં ૧૫ વિદેશ અને ચાર ભારતીય, ૭૫ લાખના લિસ્ટમાં ૧૬ વિદેશી અને બે ભારતીય, ૫૦ લાખના લિસ્ટમાં ૪૪ વિદેશી અને ૧૮ ભારતીય ખેલાડીઓને રાખવામાં આવ્યા છે.ભારતીય ખેલાડીઓમાંથી સૌથી વધુ બેઝ પ્રાઈઝ ફાસ્ટ બોલર જયદેવ ઉનાદકટને મળી છે. તેને ૧.૫ કરોડના લિસ્ટમાં રાખવામાં આવ્યો છે.ઉનાદકટને ગઈ વખતે ૧૧.૫ કરોડમાં રાજસ્થાન રોયલે ખરીદ્યો હતો. તે ૧૦મી સીઝનમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરની યાદીમાં ૨૯માં ક્રમે હતો. તેણે ૧૫ મેચમાં ૧૧ વિકેટ લીધી હતી. કિંગ્સ ઈલેવન પંજાબના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને સ્પિનર અક્ષર પટેલને એક કરોડની બેઝ પ્રાઈઝ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. તેમની સાથે વિકેટ કીપર ઋદ્ધિમાન સાહા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ છે.ગયા વર્ષે પંજાબે યુવરાજને તેની બેઝ પ્રાઈઝ બે કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ તેણે ૮ મેચમાં માત્ર ૬૫ રન બનાવ્યા હતા. તેથી આ વર્ષે તેની બેઝ પ્રાઈઝ ઘટાડીને ૧ કરોડ કરી દેવામાં આવી છે.