the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મહિન્દ્રાની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ S201 કોડનેમ ધરાવતી SUVનું નામ XUV300 જાહેર થયું

મહિન્દ્રાની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ S201 કોડનેમ ધરાવતી SUVનું નામ XUV300 જાહેર થયું

મુખ્ય ખાસિયતો:·         વિસ્તૃત પેકેજ ઓફર કરે છે

(1) હેડ-ટર્નિંગ ચીતા-પ્રેરિત ડિઝાઇન (2) ‘ડ્રાઇવનો આનંદ આપે’ એવું પર્ફોર્મન્સ

(3) ફર્સ્ટ-ઇન-ક્લાસ હાઇ-ટેક ખાસિયતો (4) બેસ્ટ-ઇન-ક્લાસ સલામતી (5) ક્લાસ-ડિફાઇનિંગ ઇન્ટેરિઅર  પેટ્રોલ અને ડિઝલ એમ બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ·         ફેબ્રુઆરી, 2019નાં પ્રથમ પખવાડિયામાં લોંચ થશે

મુંબઈ, 19 ડિસેમ્બર, 2018: 20.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (એમએન્ડએમ)એ આજે કોડ નેમ S201 ધરાવી નવી SUVનું નામXUV300 (ઉચ્ચારણ એક્સયુવી, 3 ડબલ ઓ) જાહેર કર્યું છે.

XUV300નું નિર્માણ મહિન્દ્રાએ સાંગયોંગ ટિવોલી સાથે કર્યું હતું, જે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ પ્રોડક્ટ છે અને આ વર્ષ 2015માં લોંચ થયા પછી 50થી વધારે દેશોમાં 260,000થી વધારે વાહનોનું વેચાણ થયું છે. ટિવોલીને એકથી વધારે સેફ્ટી ધરાવે છે અને અર્ગોનોમિક એવોર્ડ પણ મળ્યાં હતાં, જેમાં KNCAP (કોરિયન ન્યૂ કાર એસેસ્સમેન્ટ પ્રોગ્રામ)માંથી 2015 ગ્રેડ 1 (સર્વોચ્ચ) સેફ્ટી એવોર્ડ, ઓટોમોટિવ સેફ્ટી ટેસ્ટ સામેલ છે.

 XUV300 ચિતાથી પ્રેરિત ડિઝાઇન, ચિતા જેવી ચપળતા, રોમાંચક પર્ફોર્મન્સ અને અત્યાધુનિક ટેકનોલોજી ખાસિયતો સાથે XUV500ની લાક્ષણિકતા ધરાવે છે.XUV300નાં હેડલેમ્પ ચિતા જેવાં ટિઅર-ડક્ટથી બનેલા ફોગ લેમ્પ સાથે સંકલિત હેડલેમ્પ ધરાવે છે, ત્યારે વ્હીલનાં કમાન ચિતા જેવી જાંઘથી પ્રેરિત છે. એની આધુનિક ગ્રિલ, સુંદર બોનેટ, બહાર નીકળતી શોલ્ડર અને બોડી લાઇન, આક્રમક દેખાવ XUV300ને રોડ પર ખડતલ અને આકર્ષક બનાવે છે. ઉપરાંત એનાં ડ્યુઅલ LED DRLsઅને LED ટેઇલ લેમ્પ શ્રેષ્ઠ વિઝ્યુઅલ પ્રદાન કરે છે.

  SUVનું નામ જાહેર કરતાં એમએન્ડએમ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર ડો. પવન ગોએન્કાએ કહ્યુ હતું કે, XUV300 મહિન્દ્રાનાં મહત્ત્વાકાંક્ષી વાહનોની નવી રેન્જમાં મરાઝો અને અલ્ટુરસ G4 પછી લેટેસ્ટ ઓફર છે. અમારાં વાહનોની નવી રેન્જ ઇજનેરી ઉત્કૃષ્ટતા ધરાવે છે, જે ઊંચું રિફાઇન્મેન્ટ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર નિર્મિત છે. XUV500 ઉપભોક્તાઓનાં મનમાં સારી છાપ ધરાવે છે અને હવે XUV300 સાથે XUV બ્રાન્ડ વાહનોની રેન્જમાં પરિવર્તિત થશે, જે ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ માટે જાણીતી છે.

 

એમએન્ડએમ લિમિટેડનાં ઓટોમોટિવ સેક્ટરનાં પ્રેસિડન્ટ રાજન વાઢેરાએ કહ્યું હતું કે, XUV300 સંપૂર્ણપણે નવી પ્રોડક્ટ છે, જે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર નિર્મિત છે અને સેગમેન્ટમાં અનેક ખાસિયતો ધરાવે છે. XUV300ની આકર્ષક, ચિતા જેવી પ્રેરિત ડિઝાઇન, ડ્રાઇવ કરવાનો આનંદ આવે એવું પર્ફોર્મન્સ, ફર્સ્ટ-ઇન-ક્લાસ હાઇ-ટેક ખાસિયતો, બેસ્ટ-ઇન-ક્લાસ સલામતી અને ક્લાસ-ડિફાઇનિંગ ઇન્ટેરિઅર્સ એને રોમાંચક અને વિસ્તૃત પેકેજ બનાવે છે, જે ઉપભોક્તાઓ વચ્ચે આકર્ષક બનશે. અમે પેટ્રોલ અને ડિઝલ એમ બંને વેરિઅન્ટ માટે XUV300 ઓફર કરશે.

XUV300નું નિર્માણ મહારાષ્ટ્રનાં નાસિકમાં કંપનીનાં ઉત્પાદન પ્લાન્ટમાં થશે અને ફેબ્રુઆરી, 2019નાં પ્રથમ પખવાડિયામાં લોંચ થશે.

મહિન્દ્રા XUV300 માટે સોશિયલ મીડિયાનું સરનામું

  • બ્રાન્ડ વેબસાઇટ – www.mahindraXUV300.com
  • ફેસબુક – @mahindraxuv300.official
  • ટ્વિટર – @Mahindra_XUV300
  • ઇન્સ્ટાગ્રામ – @mahindraxuv300
  • હેશટેગ્સ – #MahindraXUV300

 

મહિન્દ્રા વિશે

20.7 અબજ ડોલરનું મહિન્દ્રા ગ્રૂપ વિવિધ કંપનીઓનું જૂથ છેજે લોકોને નવીન મોબાલિટી સોલ્યુશન્સ મારફતે સક્ષમ બનાવે છેગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિ લાવે છેશહેરી જીવનની ગુણવત્તા વધારે છેનવા વ્યવસાયોને પોષણ આપે છે અને વિવિધ સમુદાયોને પ્રોત્સાહન આપે છે. તે ભારતમાં યુટિલિટી વ્હીકલ્સઇન્ફોર્મેશન ટેકનોલોજી,નાણાકીય સેવાઓ અને વેકેશન ઑનરશિપમાં ટોચનું સ્થાન ધરાવે છે તથા વિશ્વમાં વોલ્યુમની દ્રષ્ટિએ ટ્રેક્ટરની સૌથી મોટી કંપની છે. તે એગ્રીબિઝનેસએરોસ્પેસ,કમર્શિયલ વ્હિકલ્સકમ્પોનેન્ટડિફેન્સલોજિસ્ટિક્સરિયલ એસ્ટેટરિન્યૂએબલ એનર્જીસ્પીડબોટ્સ અને સ્ટીલ જેવા વિવિધ વ્યવસાયોમાં સારી કામગીરી ધરાવે છે. ભારતમાં હેડક્વાર્ટર ધરાવતું મહિન્દ્રા ગ્રૂપ 100 દેશોમાં 2,00,000થી વધારે લોકોને રોજગારી આપી છે.

મહિન્દ્રા વિશે વધારે જાણકારી મેળવવા વેબસાઇટની મુલાકાત લોઃ www.mahindra.com / Twitter and Facebook: @MahindraRise