the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પેટ્રોલની કિંમતમાં ૧૯ પૈસાનો ઘટાડો કરાયા નવા વર્ષના પ્રથમ દિવસે તેલ કિંમતોમાં ઘટાડો કરી દેવાયો

પેટ્રોલની કિંમતમાં ૧૯ પૈસાનો ઘટાડો કરાયા
નવા વર્ષના પ્રથમ દિવસે તેલ કિંમતોમાં ઘટાડો કરી દેવાયો

છેલ્લા ૩ મહિનાના ગાળામાં પેટ્રોલ માટે કિંમતમાં ૧૫ રૂપિયો,ડીઝલની કિંમતાં લીટરદીઢ ૧૩ રૂપિયાનો ઘટાડો
તેલ કિંમતોમાં નવા વર્ષના પ્રથમ દિવસે પણ ઉલ્લેખનીય ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ ઘટાડાનો દોર જારી રહ્યો છે. પેટ્રોલની કિંમત હવે ઘટીને વધુ નીચી સપાટી પર પહોંચી ગઇ છે. આજે નવા વર્ષના પ્રથમ દિવસે પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૯ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં ૨૦ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એક વર્ષ અગાઉ પેટ્રોલની કિંમત જે હતી તેની તુલનામાં હવે એક રૂપિયો ઓછી કિંમત થઇ ગઇ છે. છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૫ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૧૩ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.ક્રુડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે તેલ કિંમતો ઘટી રહી છે. હાલમાં અમેરિકાના પ્રતિબંધના કારણે કિંમતોમાં વધારો થઇ ગયો હતો. ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતા હવે ડોલરની સામે રૂપિયામાં પણ સ્થિતી મજબુત બની શકે છે. ભારતને ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતાની સાથે ફાયદો થઇ શકે છે. જુલાઇ ૨૦૧૭ બાદથી સૌથી નીચે સપાટી પર કિંમતો પહોંચી છે. નવા વર્ષની રજા આવે તે પહેલા કારોબારમાં ઉથલ પાથલના સપ્તાહ બાદ તેલ કિંમતો સ્થિર થવાની દિશામાં છે. જોકે અમેરિકી ઈક્વિટી માર્કેટમાં તેજીના પરિણામ સ્વરૂપે ફરી એકવાર તેલ કિંમતોમાં ઉતાર ચઢાવની સ્થિતિ જવા મળી રહી છે. બ્રેન્ટ ક્રુડ ફ્યુચરની કિંમત બેરલદીઠ બાવન ડોલરની નીચે સપાટીએ પહોંચી છે. આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. ભાવમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. તેલ કિંમતોમાં સતત ફેરફારના કારણે લોકોમાં દુવિધા છે. જો કે હાલમાં કિંમતો સતત ઘટી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.ડોલરની સામે રૂપિયા પર જે અસર થઇ રહી છે તેના લીધે તેલ કિંમત બદલાઇ રહી છે.સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. દિલ્હીમાં ડીઝલની કિંમત આજે ઘટીને ૬૨.૬૬ રહી હતી.જાણકાર લોકો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો થયા બાદ ભારે રાહત અનુભવી રહ્યા છે. નવા વર્ષ પહેલા વર્ષ ૨૦૧૮માં ઓક્ટોબર મહિનામાં તેલ કિંમત ઘટવાની શરૂઆત થતા પહેલા જોરદાર રીતે વધી હતી. જેના કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતને લઇને વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ હતી. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો પર સતત નજર રાખવામાં આવી રહી છે. જેના લીધે ભાવ પર અસર થઇ છે.