the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભારતીય રાજદ્વારીના નિવાસ પર વિજળી કાપી નાખવાનો મુદ્દો ભારતે પાકિસ્તાન સમક્ષ ઉઠાવ્યો

ભારતીય રાજદ્વારીના નિવાસ પર વિજળી કાપી નાખવાનો મુદ્દો ભારતે પાકિસ્તાન સમક્ષ ઉઠાવ્યો
પાક, વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો કે ઘટનાને ધ્યાન લઇ સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવૃતિ ન થાય

પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીને પરેશાન કરવાની એક વધુ ઘટના સામે આવી છે. ઇસ્લામાબાદમાં ગત મંગળવારે એક ભારતીય રાજદ્વારીના નિવાસનની વિજળી પુરવઠો ચાર કલાક કાપી નાખવામાં આવ્યો હતો. ભારતીય દુતાવાસે પાકિસ્તાન વિદેશ મંત્રાલયની સમશ્ર આ મામલો ઉઠાવ્યો છે.સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય મિશને પાકિસ્તાની વિદેશ મંત્રાલયને જણાવ્યું છે કે સેંકંડ સેક્રેટરીના નિવાસમાં વીજળી વ્યવસ્થામાં કોઇ ગડબડી ન હતી લાગે છે કે જાણી જોઇને વિજળી પુરવઠો કાપી નાખવામા આવ્યો.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયે રાજદ્વારીના નિવાસ પર વિજળી પુરવઠાના સંબંધમાં ૨૧ ડિસેમ્બરે પણ એક પત્ર મોકલ્યો હતો ભારતીય દુતાવાસે પાકિસ્તાનને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના બીજીવાર ન બને એ યાદ રહે કે ઇસ્લામાબાદમાં રાજદ્વારીના નિવાસ સ્ટ્રીટ નંબર ૧૮ સેકટર ૧૬ ૭/૨માં ૨૫ ડિસેમ્બરે સવારે સાતથી ૧૦.૪૫ કલાક સુધી વિજળી પુરવઠો ઠપ્પ રહ્યો હતો.
ભારતીય રાજદુતે પત્રમાં કહ્યું હતું કે આવી ઘટનાઓથી અધિકારીઓના પરિવારવાળા લોકોને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન વિદેશ મંત્રાલયથી વિનંતી છે કે ઘટનાને ધ્યાનમાં લે અને સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવૃતિ ન થાય. આ પહેલા અહેવાલો આવ્યા હતાં કે ભારતના સતત આગ્રહ છતાં પાકિસ્તાન ઇસ્લામાબાદમાં ભારતીય રાજદુતના નવા આવાસીય ઇમારતને ગેસ કનેકશન આપી રહ્યું નથી
એક સુત્રે કહ્યું હતું કે અમારા રાજદ્વારીઓને અનેક રીતની પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ઇસ્લામાબાદમાં અમારા રાજદુતનું ભવન અને પરિયોજનાઓ ૧૦ વર્ષથી અટકેલી છે.અમને ગેસ વિના ભવનમાં રહેવા માટે જણાવાય છે તેમણે કહ્યું કે નવા ભવનો માટે ફર્નીચર સીમા પર અટકેલ છે અને પાકિસ્તાને ફોન કનેકશન આપ્યા નથી