the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મુંબઈમાં 2018માં રેસિડેન્શિયલ કિંમતો 7 ટકા ઓછી થઈઃ

મુંબઈમાં 2018માં રેસિડેન્શિયલ કિંમતો 7 ટકા ઓછી થઈઃ નાના ફ્લેટ આકારે મુંબઈને વધુ એફોર્ડેબલ બનાવ્યુઃ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા

કમર્શિયલ ઓફિસ જગ્યાએ તેની કૂચ ચાલુ રાખી છેજેણે લીઝિંગની બાબતમાં 2018માં વર્ષ દર વર્ષ 14 ટકાની વૃદ્ધિ નોંધાવીઃ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા

ઓફિસના જગ્યાનું ભારતભરમાં લીઝિંગ સર્વોચ્ચ સપાટીએઃ 2018માં વિક્રમી 46.8 મિલિયન ચોરસફૂટનું લીઝિંગ થયું

 

મુંબઈ8મી જાન્યુઆરી2018- નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ આજે તેનો ફ્લેગશિપ અર્ધવાર્ષિક રિપોર્ટ ઈન્ડિયા રિયલ એસ્ટેટની 10મી આવૃત્તિ રજૂ કરી હતી. રિપોર્ટ જુલાઈ- ડિસેમ્બર 2018 (2018નું બીજું અર્ધવાર્ષિક)માં રેસિડેન્શિયલ (આઠ શહેર) અને ઓફિસ (સાત શહેર)ની બજારની કામગીરીનું વ્યાપક વિશ્લેષણ છે. રિપોર્ટ એ સ્થાપિત કરે છે કે 4.68 મિલિયન ચોરસફૂટના લીઝિંગ સાથે કમર્શિયલ ઓફિસ માટે 2018નું વર્ષ ઉત્તમ કામગીરી કરનારું નીવડ્યું છે. રેસિડેન્શિયલ માર્કેટમાં વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છેજેમાં 182,207 યુનિટ્સના કુલ રેસિડેન્શિયલ યુનિટ્સના વેચાણ સાથે 2017ના આખા વર્ષમાં 6 ટકાનો વધારો નોંધાવ્યો છે.

 

મુંબઈમાં 2018ના આખા વર્ષમાં કુલ 74,363 યુનિટ્સ નવા લોન્ચ કરાયા હતાજેણે 2017ના નીચા મૂળ સામે 220 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ નોઁધાવી છે. નવા લોન્ચ મોટે ભાગે 2018ના બીજા અર્ધવાર્ષિકમાં નોંધાયા હતાજેમાં 38,389 યુનિટ્સનો સમાવેશ થતો હતો. રેસિડેન્શિયલ વેચાણમાં 2018ના આખા વર્ષમાં 63,893 યુનિટ્સનું વેચાણ થયું હતુંજે 2017 સામે 3 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ દર્શાવે છે. 2018ના પ્રથમ અર્ધવાર્ષિકને અંતે વેચાણમાં નવો પ્રાણ ફૂંકાયેલો જોવા મળ્યો હતોપરંતુ એનબીએફસીના મુદ્દાના પ્રભાવને લીધે 2018ના ચોથા ત્રિમાસિક (ઓક- ડિસે 2018)માં ઘટાડો નોંધાયો હતો.

 

મુંબઈ માટે રેસિડેન્શિયલ બજારની રૂપરેખા

·         2018ના બીજા અર્ધવાર્ષિકમાં 31,481 યુનિટ્સનું કુલ વેચાણ થયું હતુંજે ગયા વર્ષે આ જ સમયગાળાની તુલનામાં 4 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ દર્શાવે છે.

·         2018ના આખા વર્ષમાં 63,893 યુનિટ્સનું વાર્ષિક વેચાણ નોંધાયું હતુંજે 2017 સામે 3 ટકાની વર્ષ દર વર્ષની આંશિક વૃદ્ધિ દર્શાવે છે.

·         મુંબઈમાં 2018ના બીજા અર્ધવાર્ષિકમાં 38,389 યુનિટ્સ લોન્ચ કરાયા હતાજે 2017ના બીજા અર્ધવાર્ષિકમાં અત્યંત નીચા મૂળ સામે 413 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ દર્શાવે છે.

·         2018ના આખા વર્ષમાં કુલ 74,363 યુનિટ્સ લોન્ચ કરાયા હતાજે 220 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ દર્શાવે છે.

·         નવા લોન્ચમાં નોંધનીય વધારો ઘણા બધા નિયામક પાસાંઓને લીધે અગાઉ અટકાવી રાખવામાં આવેલો પુરવઠો જારી કરવામાં આવ્યો તેના ભાગરૂપ હતો. મુંબઈમાં માર્ચ 2018થી ડમ્પિંગ ગ્રાઉન્ડના મુદ્દાને લીધે બાંધકામ પર હંગામી બંધી આવતાં વૃદ્ધિ પર ભારે અસર થઈ હતી.

·         જીએસટી અને રેરા જેવા માળખાકીય સુધારા સાથે નોટબંધીના હેન્ગઓવરને લીધે 2017માં એમએમઆરમાં દાયકામાં સૌથી ઓછા લોન્ચ જોવા મળ્યા હતા. 2018માં જોકે મોટા ભાગની સમસ્યાઓ શમ્યા પછી પુરવઠાનું વોલ્યુમ જારી કરવામાં આવ્યું હતું.

·         પીએમએવાય અને સીએલએસએસ જેવી નીતિની પહેલોને લીધે એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં માગણીમાં વધારો થવામાં મદદ મળી છે. પુરવઠાની બાજુ આ સમયગાળામાં જ તે અનુસાર અનુકૂળ બનાવવામાં આવી હતી.

·         નવા લોન્ચમાં વ્યૂહરચનામાં નોંધનીય બદલાવ જોવા મળ્યો હતો. કોમ્પેક્ટ ઘરોને વધુ અગ્રતા આપવામાં આવી રહી છે. ડેવલપરોએ એકંદર ટિકિટ સાઈઝ એફોર્ડેબલ બનાવવા માટે ઘરોના સરેરાશ આકારમાં ઘટાડો કરવાનું પસંદ કર્યું છે. એમએમઆર પ્રદેશમાં પાંચ વર્ષ અગાઉની તુલનામાં 2018માં નવા લોન્ચના આકારમાં આશરે 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

·         2018માં યુનિટ્સના સરેરાશ ભાવમાં 6.8 ટકાનો વર્ષ દર વર્ષ ઘટાડો જોવા મળ્યો છેજેને લીધે બજાર વધુ એફોર્ડેબલ બની છે.

·         મુંબઈનો એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ સ્તર 400 બીપીએસ નીચે આવ્યો છેએવું નાઈક ફ્રેન્ક એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ જણાવે છે. ઈન્ડેક્સ મુંબઈમાં ઘરગથ્થુ આવકનું પ્રમાણમાં ઘરની કિંમતે 2010માં 11.0 પોઈન્ટ્સ પરથી 2018માં 7.2 પોઈન્ટ્સ સુધી નીચે આવી છે.

ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે મુંબઈમાં 2018માં સરેરાશ કિંમતોમાં 7 ટકાનો નોંધનીય ઘટાડો જોવા મળ્યો હતોજેને લીધેનવા લોન્ચમાં ફલેટના આકારમાં ઘટાડો કરવામાં આવેલો જોવા મળ્યો હતો. આને લીધે ઘર ખરીદદારોને થોડાં વર્ષ અગાઉ કરતાં ખરીદીમાં વધુ બહેતર મૂલ્ય મળી રહ્યું છે.

 

મુંબઈમાં કમર્શિયલ બજારની રૂપરેખ

·         કમર્શિયલ ઓફિસ લીઝિંગ પ્રવૃત્તિઓ 2018ના બીજા અર્ધવાર્ષિકમાં 5.1 મિલિયન ચોરસફૂટ સુધી નોંધઆઈ હતીજે ગયા વર્ષે આ જ સમયગાળાની તુલનામાં 14 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ દર્શાવે છે.

·         2018ના આખા વર્ષમાં 7.9 મિલિયન ચોરસફૂટની લીઝિંગ પ્રવૃત્તિઓ જોવા મળી હતીજે ગયા વર્ષની તુલનામાં 5.4 ટકાનો વધારો દર્શાવે છે.

·         આ ક્ષેત્રે 2018ના બીજા અર્ધવાર્ષિકમાં આકર્ષક વૃદ્ધિ નોંધાવી છેજેમાં બીએફએસઆઈએ ગયા વર્ષે આ જ સમયગાળાવની તુલનામાં 23 ટકા પરથી સર્વ લેણદેણમાં 32 ટકા હિસ્સો નોંધાવ્યો હતો. અન્ય સેવાઓ (જેમાં કો- વર્કિંગમિડિયાટેલિકોમકન્સલ્ટિંગ વગેરેનો સમાવેશ થાય છે)એ 2018ના બીજા અર્ધવાર્ષિકમાં કુલ લેણદેણના 43 ટકાનો સર્વોચ્ચ હિસ્સો નોંધાવ્યોહતો.

·         એસબીડી સેન્ટ્રલ (25 ટકા) અને એસબીડી વેસ્ટ (32 ટકા) મળીને 2018માં કુલ લીઝિંગ પ્રવૃત્તિમાં એકત્રિત 57 ટકાનો સમાવેશ થાય છે.

·         મુંબઈમાં 2018ના આખા વર્ષમાં ઓફિસ જગ્યાનો પુરવઠો 6.5 મિલિયન ચો.ફૂટ નોંધાયો હતોજે 2017થી 37 ટકાનો વર્ષ દર વર્ષ ઘટાડો દર્શાવે છે.

·         વેકેન્સી મુંબઈની  બજારમાં 19.6 ટકા નોંધાઈ છે.

·         મુંબઈમાં ઓફિસ બજાર માટે સરેરાશ ભાડાના મૂલ્યમાં 1.7 ટકાનો આંશિક ઉછાળો જોવા મળ્યો હતો અને મહિને ચોરસ ફૂટ દીઠ રૂ. 117 નોંધાવ્યા હતા.

ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે કમર્શિયલ ઓફિસ લેણદેણમાં 2018ના આખા વર્ષમાં 5.4 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ જોવા મળી છે. મર્યાદિત પુરવઠાએ શહેરમાં ભાડાંનું મૂલ્ય 2018માં ઉત્તમ રાખવામાં મદદ કરી છે. બીકેસી અને સેન્ટ્રલ મુંબઈ જેવી મુખ્ય બજારોએ અન્ય પ્રદેશોમાં ઉચ્ચ વૃદ્ધિ દરોના અનુભવોને લીધે અત્યંત ઓછી વેકેન્સી નોંધાવી છે.