the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રુસ્તમજીએ પ્રભાદેવીમાં અત્યંત લક્ઝરી પ્રોજેક્ટ રુસ્તમજી ક્રાઉન્ચ લોન્ચ કર્યો

રુસ્તમજીએ પ્રભાદેવીમાં અત્યંત લક્ઝરી પ્રોજેક્ટ રુસ્તમજી ક્રાઉન્ચ લોન્ચ કર્યો

 

 

  • વિચારપૂર્વક ડિઝાઈન કરેલી જગ્યાઓ સાથે લક્ઝુરિયસ 3, 4 અને 5 બેડનાં ઘર.

  • 75 એકરમાં પથરાયેલો આ આલીશાન પ્રોજેક્ટ નામાંકિત આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટરની સંકલ્પના છે અને બેન્ગકોકની અગ્રણી ઈન્ટીરિયર ડિઝાઈન કંપની પીઆઈએ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે.

  • પ્રોજેક્ટ 2.52 એકરનું ખુલ્લું સ્કાય પોડિયમ ઓફર કરે છે.

  • રુસ્તમજી ક્રાઉન માટે અપેક્ષિત પ્રાપ્તિક્ષમ મહેસૂલ આશરે રૂ. 5800 કરોડ છે.

  • મહારેરા નોંધણી નંબરઃ ફેઝ 1- ટાવર એ અને બી – P51900003268,ફેઝ 2- ટાવર સી5 P51900006367

  • રેફરન્સ લિંકઃhttps://maharera.mahaonline.gov.in/

 

મુંબઈ, 29 જાન્યુઆરી, 2019- અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર રુસ્તમજીએ આજે મુંબઈના પ્રભાદેવી ખાતે તેનો લક્ઝુરિયસ પ્રોજેક્ટ રુસ્તમજી ક્રાઉન લોન્ચ કર્યાની જાહેરાત કતરી હતી. 5.75 એકરમાં પથરાયેલો આ શિલ્પશાસ્ત્રની અજાયબી રૂપી પ્રોજેક્ટમાં અરબી સમુદ્રને સન્મુખ 1335- 2528 ચોરસફૂટ (કાર્પેટ એરિયા)ની શ્રેણીમાં વિચારપૂર્વક નિર્મિત 2, 3 અને 5 બેડનાં ઘરોનો સમાવેશ થાય છે. રુસ્તમજી ક્રાઉન કોમનપ્લેસ ની સામે બેજોડ મનોહરતાને અગ્રતા આપતા સક્ષમ વર્ગ માટે ઉત્તમ પસંદગીનું સ્થળ છે. ઉત્તમ નિયોજિત આંતરરાષ્ટ્રીય ડિઝાઈન કરાયેલા ઘરમાં રહેવાની આકાંક્ષા ધરાવનારા માટે આ મનોહર ગેટેડ સમુદાયમાં સ્વર્ગ જેવી દરેકની કલ્પનાને પાર ઊતરતી લક્ઝરી સંકલ્પના છે. 

રુસ્તમજી ક્રાઉનની સંકલ્પના નામાંકિત આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટરની છે અને ડિઝાઈન બેન્કની અગ્રણી ઈન્ટીરિયર ડિઝાઈન કંપની પીઆઈએ ઈન્ટીરિયર્સ દ્વારા કરવામાં આવી છે. એચડીએફસી લિમિટેડ પ્રોજેક્ટ માટે ફન્ડિંગ પાર્ટનર છે. લાર્સન એન્ડ ટુબ્રો બાંધકામ ભાગીદાર છે, જેઓ કક્ષામાં ઉત્તમ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ નિપુણતા લાવે છે. અપવાદાત્મક ડિઝાઈન અને સ્થળનો લાભ જોતાં રુસ્તમજી ક્રાઉન આશરે રૂ. 5800 કરોડની પ્રાપ્તિક્ષમ મહેસીલની અપેક્ષા ધરાવે છે. પ્રોજેક્ટ સમકાલીન સ્ટાઈલમાં ડિઝાઈન કરાયો છે, જે ઉચ્ચ કક્ષાના ટ્રોપિકલ ફોરેસ્ટ થીમ્ડ રિસોર્ટ દ્વારા પ્રેરિત છે. રુસ્તમજી ગ્રુપે રુસ્તમજી ક્રાઉન  માટે ક્રિયાત્મક લેન્ડસ્કેપ નિવારણો વિકસાવવા માટે લેન્ડસ્કેપ કોલેબોરેશન (એલસીઓ), થાઈલેન્ડ સાથે જોડાણ કર્યું છે. પ્રોજેક્ટની એક મુખ્ય વિશિષ્ટતા લટકતાં ઝાડ છે, જે ભારતમાં અનોખું છે. 

પ્રભાદેવીમાં વ્યૂહાત્મક રીતે સ્થિત રુસ્તમજી ક્રાઉન સી લિંક થકી સાઉથ મુંબઈ અને બીકેસીનાં વ્યાવસાયિક કેન્દ્રને આસાન પહોંચ આપે છે. સિદ્ધિવિનાયક મંદિર, વરલી સી-ફેસ, મહાલક્ષ્મી રેસકોર્સ, પેલેડિયમ અને હાઈ સ્ટ્રીટ ફિનિક્સ જેવા સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની અત્યંત નજીક છે. રુસ્તમજી ક્રાઉનમાં 3 ટાવર છે, જે ઉચ્ચ રહેવાક્ષમ ખૂબી પ્રદાન કરે છે, જે વિશ્વ કક્ષાની એમિનિટીઝ આપીને લક્ઝરી લિવિંગની સંકલ્પનાને પુનઃઆકાર આપે છે. ટાવર એ અને બી 68 માળના છે, જેમાં જમીનથી સીલિંગની ઊંચાઈ 11.9 ફૂટ છે, જ્યારે ટાવર સી 65 માળનો છે, જેમાં જમીનથી સીલિંગની ઊંચાઈ 10.6 ફૂટની છે. એપાર્ટમેન્ટ્સ મહત્તમ ક્રોસ વેન્ટિલેશન મળે અને નૈસર્ગિક પ્રકાશ મળે તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે. ઉચ્ચ ફ્લોર- ટુ- ફ્લોર ઊંચાઈ એપાર્ટમેન્ટના વિસ્તરણમાં વધુ ઉમેરો કરે છે. પ્રોજેક્ટ સમકાલીન સ્ટાઈલમાં તૈયાર કરાયો છે, જે બેજોડ અનુભવ આપે છે. 2.52 એકરમાં ખુલ્લું સ્કાય લશ ટ્રોપિકલ પોડિયમ લેન્ડસ્કેપ પ્રોજેક્ટની થીમ્ડ રિસોર્ટ અહેસાસ આપે છે. લેન્ડસ્કેપ્ડ પોડિયમ ધમધમતા શહેરમાં મંત્રમુગ્ધ કરનારા નજારા માટે કેન્વાસ તરીકે કામ કરે છે. રુસ્તમજી ક્રાઉન 60થી વધુ લાઈફસ્ટાઈલ એમિનિટીઝ ઓફર કરે છે, જે મલ્ટી- લેવલ પોડિયમમાં પૂલ એમ્ફિથિયેટર, ટ્રોપિકલ પૂલ, ક્લાઉડ વોક, વ્યુઈંગ ડેક, જિમ્નેશિયમ, સિનેમા, વિઝિટર સૂટ્સ, કિડ્સ પ્લે એરિયા, ઈન્ગ્લિશ કોર્ટ, ઓલ- વેધર પૂલ વગેરેનો સમાવેશ થાય છે.

 આ લોન્ચ પર બોલતાં રુસ્તમજી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી બોમન ઈરાણીએ જણાવ્યું હતું કે રુસ્તમજીમાં અમે એવી રહેવાની જગ્યા નિર્માણ કરવામાં વિશ્વાસ રાખીએ છીએ, જ્યાં પરિવારો ફૂલીફાલી શકે અને નવી મૈત્રીનાં મૂળ વવાય. અમને ગેટેડ કોમ્યુનિટીને નવી ઊંચાઈ પર લઈ જવાની બેહદ ખુશી છે, જ્યાં એમિનિટીઝ શરીર, મન અને અંતર માટે ઘડવામાં આવી છે. રુસ્તમજી ક્રાઉન ખરા અર્થમાં અદભુત પ્રોજેક્ટ છે ,જે તેના શાહી નામને જીવે છે અને તેમાં વિચારપૂર્વક નિર્મિત જગ્યાઓ હાવો સાથે રહેવાસીઓને શહેરના હાર્દમાં રહેવાની અને છે છતાં ધમધમાટથી દૂર રહેવાની તક આપે છે. રુસ્તમજી ક્રાઉન શહેરી જંગલમાં સંગ્રહાલય સમાન છે અને  શાહી યુગ સાથે આધુનિક જીવનના સ્પર્શની બધી લક્ઝરીઓ આપે છે.

 આ અવસરે બોલતાં આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે રુસ્તમજી તેના લક્ઝરી સીમાચિહનરૂપ પ્રોજેક્ટ માટે જાણીતું ગ્રુપ હોઈ તેની સાથે ભાગીદારી કરવાની અમને બેહદ ખુશી છે. રુસ્તમજી ક્રાઉન થકી અમે ફંકશનલ સ્પેસીસની સંકલ્પના પ્રેરિત કરી હ્યા છે, જ્યાં ગ્રાહકો માટે એવી જગ્યા નિર્માણ કરી છે, જે તેમના ખોવાયેલા પેશન અથવા હોબીને પુનર્જીવિત કરે છે.

 આ સહયોગ વિશે બોલતાં એચડીએફસી લિ.ના ચેરમેન શ્રી દીપક પારેખે જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઈમાં ગેટેડ એસ્ટેટ રુસ્તમજી ક્રાઉનના લોન્ચનો  હિસ્સો બનવાની અમને બેહદ ખુશી છે. એચડીએફસી લિમિટેડ રુસ્તમજી ક્રાઉન માટે વ્યૂહાત્મક ફાઈનાન્સ પાર્ટનર છે અને અમને વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ શહેરના આ ભાગમાં ઘર અને રહેવાની જગ્યા વિશે જે કલ્પના કરવામાં આવે છે તેમાં બદલાવ લાવીને રહેશે. રુસ્તમજી અંતિમ ઉપભોક્તાઓ અને તેમના પરિવારોને ઘરોની ડિલિવી કરવાનો આકર્ષક ટ્રેક રેકોર્ડ ધરાવે છે. અમને ખાતરી છે કે રુસ્તમજી ક્રાઉન ઉત્કૃષ્ટ નિર્મિતીમાંથી એક બની રહેશે. અમારા સંબંધોને અમે વધુ મજબૂત બનાવી રહ્યા છીએ ત્યારે રુસ્તમજીની ટીમને હું શુભેચ્છા આપું છું.