the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

હિન્દુ યુવા વાહિની, ગુજરાત પ્રદેશ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

હિન્દુ યુવા વાહિનીગુજરાત પ્રદેશ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

•  સાથે સાથે સંગઠનમાંથી બરતરફ કરાયેલાં સભ્યોના નામ ઘોષિત કરવામાં આવ્યાં.

યોગી આદિત્યનાથ દ્વારા હિન્દુ યુવાનોને સંગઠિત કરી હિન્દુ રાષ્ટ્ર તરીકે ભારતની આગવી ઓળખને બંધારણીય ‘હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો મળે અને હિન્દુસંસ્કૃતિના સંરક્ષણ માટે હિન્દુ યુવા વાહિની સંગઠનની રચના કરવામાં આવી છે. ૨૬ જાન્યુઆરીના રોજ હિન્દુ યુવા વાહિની, ગુજરાત પ્રદેશ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ યુવા વાહિનીના ૫૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત, યજ્ઞેશ દવેની હિંદુ યુવા વાહિનીના પ્રચારક તરીકે નિમણૂંક કરવામાં આવી. સાથે સાથે સંગઠનમાંથી બરતરફ કરાયેલાં સભ્યોના નામ ઘોષિત કરવામાં આવ્યાં હતાં. વિકાસ આહિર (સુરત), જયપ્રકાશ દૂબે (અમદાવાદ) તથા ક્રિષ્ના તિવારી (વડોદરા) વગેરે જેવાં સભ્યોને બરતરફ કરવામાં આવ્યા છે. જે હિન્દૂ યુવા વાહિનીના નામે લોકો પાસેથી પૈસા પડાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં હતા. આ વિશે હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શૈલેન્દ્ર પાઠક તથા હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રદેશના પ્રવક્તા શ્રી વિશાલ એમ ત્રિવેદીએ માહિતી આપી હતી.

હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રદેશના પ્રવક્તા શ્રી વિશાલ એમ ત્રિવેદીએ જણાવ્યું કે, “અમે  વર્ષો સાથે લવ જિહાદના ૧૮ જેટલાં કેસ ઉકેલ્યાં છે અને હિન્દુસમાજની મહિલાઓનો બચાવ કર્યો છે.  વર્ષથી ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીની સ્થાપના કરવામાં આવી છે અને હું  વર્ષથી સંગઠન સાથે સંકળાયેલો છુંઅને ભવિષ્યમાં પણ હિન્દુ યુવા વાહિની જે પ્રદેશમાં હિન્દુઓ હશે ત્યાં પોતાની કામગીરી વિસ્તૃત કરશે. આ વર્ષે અમદાવાદમાં ૯૦૦૦ જેટલાં યુવાઓ હિન્દુ યુવા વાહિનીમાં જોડાઇ છે જેમાં હિન્દુ ધર્મના દરેક સંપ્રદાયના લોકો સામેલ છે.

 અંગે માહિતી આપતાં હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શૈલેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે, “હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રદેશના ૭થી કાર્યકર્તાઓ એવાં છે કે જેમને બરતરફ કરવામાં આવેલ છે, છતાં પણ તેઓ હજુ પણ સંગઠનના નામનો અને હોદ્દાનો દુરપયોગ કરી લોકોને ગેરમાર્ગે દોરે છે અને લોકો પાસેથી પૈસા પડાવે છે. અમે જણાવવા માંગીએ છીએ આ લોકો ગેરમાર્ગે ના દોરાય અને લોકો જાગૃત થાય.”

તેઓએ વધુમાં જણાવ્યું હતું કેતમામ વર્ગસમુદાય અને વિચારધારાઓ છેવટે એક  માર્ગે પહોંચે છેઅમારો ઉદ્દેશ્ય કોઇ એક જ્ઞાતિ કે સમાજના વિરોધીબનવાનો નથી, પરંતુ ગેર કાર્યો કરતાં લોકોનો સામનો કરવાનો છેયોગી આદિત્યનાથનો ઉદ્દેશ્ય હિન્દુ સમાજના કોઇ પ્રદેશ પર કબજો કરવાનો નથી. પરંતુકોઇ  પ્રદેશો પર કબજો કરે કે પચાઇ પાડે તો નિર્બળ  બનીને તેમનો વિરોધ કરવાનો છે