શાહી સ્નાન દરમિયાન હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી
મૌની અમાવસ્યા : શાહી સ્નાનમાં લાખો શ્રદ્ધાળુઓની પવિત્ર ડુબકી
સંગમ કિનારે ૪૦ જુદા જુદા ઘાટ પર ત્રણ કરોડ શ્રદ્ધાળુઓની પવિત્ર ડુબકી નાગા સાધુ સંતો અલગ અંદાજમાં : પ્રધાનો પણ પવિત્ર સ્નાન માટે પહોંચ્યા
પ્રયાગરાજ, તા. ૪
પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં આજે વહેલી સવારથી જ મોની અમાસ અથવા તો બીજા શાહી સ્નાન વેળા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી પરોઢથી જ શાહી સ્નાનની શરૂઆત થઇ ગઇ હતી. કુંભ મેળાના બીજા શાહી સ્નાનને લઇને જુદા જુદા અખાડાના સંતો પણ પવિત્ર ડુબકી લગાવવા માટે પહોંચ્યા હતા. નાગા સાધુઓ શાહી સ્નાન દરમિયાન ખાસ અંદાજમાં દેખાયા હતા. સંગમ કિનારે બનેલા જુદા જુદા ૪૦ ઘાટ ઉપર શાહી સ્નાનની પ્રક્રિયા ચાલી હતી. હજુ સુધી ત્રણ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી ચુક્યા છે. શાહી સ્નાન માટે શાહી અંદાજમાં બેન્ડવાજા સાથે અખાડાના સાધુ સંતો પહોંચ્યા હતા. જુદા જુદા અખાડાના મહાત્મા અને શ્રદ્ધાળુઓ પણ મૌની અમાવસ્યાના દિવસે ડુબકી લગાવવા પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓની ભૂતપૂર્વ ભીડ જામી હતી. મૌની અમાસના પ્રસંગે શાહી સ્નાન વેળા વહીવટીતંત્ર દ્વારા હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ પવિત્ર મૌની અમાસના દિવસે નાયબ મુખ્યપ્રધાન કૈશવ પ્રસાદ મૌર્ય અને કેબિનેટ પ્રધાન બૃજેશ પાઠકે પણ પવિત્ર ડુબકી લગાવી હતી. કુંભ મેળા દરમિયાન નાગા સાધા સંતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કુંભને નિહાળવા અને તેના મહત્વને સમજવા માટે અનેક વખત પહોંચવાથી અને તેને સમજવાથી આધ્યાત્મિક મહત્વ સમજાય છે. કુંભના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ વિષયમાં ચોક્કસપણે કોઇ વિશેષ પ્રાચીન શાસ્ત્રીય સંદર્ભનો ઉલ્લેખ મળતો નથી પરંતુ પૌરાણિક માન્યતાઓ તેની સાથે જોડાયેલી છે જેમાં ગ્રહોની વિશેષ સ્થિતિ થવા પર કુંભના સંકેત મળે છે. સ્કંદપુરાનમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે અમૃતપૂર્ણ કુંભને લઇને દેવતાઓ અને દૈત્યો વચ્ચે સંઘર્ષ થયું હતું ત્યારે ચંદ્રએ આ અમૃત કુંભમાંથી અમૃતને છલકી જવાથી બચાવી લવાના પ્રયાસ કર્યા હતા અને રક્ષણ કર્યું હતું. સૂર્ય દેવતાએ તે વખતે અમૃત કુંભ તુટી ન જાય તે માટે પ્રયાસો કર્યા હતા. દેવગુરુ બ્રહસ્પતિએ રાક્ષસોથી રક્ષણ કરીને આ કુંભ તેમના હાથમાંથી જવાથી રોકવામાં સફળતા મેળવી હતી. આજ કારણસર દેવતાઓ અને રાક્ષસો વચ્ચેની લડાઈમાં જે જે જગ્યાએ અને જે જે દિવસે અમૃતના ટીપા પડી ગયા હતા ત્યાં ત્યાં એજ સ્થળો પર કુંભનું આયોજન કરવામાં આવે છે. હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં આનું આયોજન કરવામાં આવે છે. મોની અમાસના દિવસે જ સૌથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જુદા જુદા ઘાટ ઉપર અભૂતપૂર્વ તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી. કોઇ પણ પ્રકારની અંધાધૂંધી ન ફેલાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન, જુદા જુદા ઘાટ, કુંભમાં છાવણીઓ અને અન્યત્ર પોલીસ ટુકડીઓ તૈનાત થઇ ચુકી છે. સાધુ-સંતો અને સામાન્ય લોકો કુંભમાં પવિત્ર ડુબકી લગાવી રહ્યા છે. વહેલી પરોઢે ચાર વાગ્યાથી શાહી સ્નાનની શરૂઆત થઇ હતી. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અભૂતપૂર્વ સુરક્ષા, ઉત્સાહ તેમજ શ્રદ્ધા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની ઉત્તરાયણના દિવસે શરૂઆત થઇ હતી.ત્યારબાદથી ભારે ઉત્સાહ વચ્ચે કુંભ જારી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત કરવામાં