the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રેઈલ વિકાસ નિગમ આઈપીઓ સમીક્ષા (લાંબા ગાળા માટે રોકાણ કરો)

રેઈલ વિકાસ નિગમ આઈપીઓ સમીક્ષા (લાંબા ગાળા માટે રોકાણ કરો)

• આરવીએનએલ- એમઓઆર હેઠળ પીએસયુ પૂરું પાડતી “મીનીરત્ન” કન્સલ્ટન્સી સેવા.
• કંપનીએ છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં ટોપ અને બોટમ લાઈનમાંં વૃદ્ધિ નોંધાવેલ છે. ર્
• આ ઈસ્યુનું મૂલ્ય તેના નાણાકીય પ્રદર્શન પર વાજબી રીતેઆધારિત છે.
• આ ઈસ્યુ, ભરપાઈ થયા પછી આરવીએનએલની ભરપાઈ થયેલ મૂડીના ૧ર.૧૬ ટકા હિસ્સો આપશે.
• તા. ૩૧.૧૨.૧૮ના રોજ આ કંપનીના હાથ પર રૂ. ૭૭૫૦૪.૨૮ કરોડના ઓર્ડર છે.

કંપની વિશેઃ

રેલ વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) એ ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત એક કન્સલ્ટન્સી સેવા પૂરી પાડતી કંપની છે. આરવીએનએલ એક સંપૂર્ણ માલિકીની સરકારી કંપની છે અને તે “મિનિરત્ન – કેટેગરી -૧” છે. તે રેલ્વેના વિકાસ, નાણાકીય સંસાધનોનું સંકલન, સુવર્ણ ચતુષ્કોણ અને પોર્ટ કનેક્ટિવિટી વગેરેને મજબૂત કરવા સંબંધિત રેલ પ્રોજેક્ટ્‌સના અમલીકરણ માટે રેલવેને પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ એજન્સી સેવા પ્રદાન કરે છે. આરવીએનએલ નવી રેલ્વે લાઇન્સ બમણી કરવી, ગેજ કન્વર્ઝન, રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન, મેટ્રો પ્રોજેક્ટ્‌સ, વર્કશોપ્સ, મુખ્ય પુલો, કેબલ આધારિત બ્રીજનું નિર્માણ, સંસ્થાકીય ઇમારતો વગેરે કાર્ય કરે છે.
૨૦૦૩ માં આરએનવીએલની સ્થાપના પછી, રેલવે મંત્રાલયે ૧૭૯ પ્રોજેક્ટ્‌સ સ્થાનાંતરિત કર્યા છે, જેમાંથી ૧૭૪ અમલીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે. આમાંથી (૨૦૫૬૭.૨૮ કરોડ રૂપિયા મૂલ્યના) ૭૨ પ્રોજેક્ટ્‌સ પૂર્ણ રૂપે પૂર્ણ થયા છે અને બાકીના ચાલુ છે. આરવીએનએલ પાસે ૩૧.૧૨.૨૦૧૮ ના રોજ ૧૦૨ પ્રોજેક્ટ્‌સને આવરી લેતી રૂ. ૭૭૫૦૪.૨૮કરોડની ઓર્ડર બુક છે. આરવીએનએલ એસેટ-લાઇટ મોડેલ પર કામ કરી રહી છે કારણ કે તે પ્લાન્ટ અને મશીનરીમાં કોઈ જ રોકાણ કરતી નથી.

મૂડીનો ઈતિહાસ અને ઈસ્યુની વિગતો :

સરકારશ્રીના ડીસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ ભારત સરકારની આર વી એન એલ નાણાકીય વર્ષ ર૦ની શરુઆતમાં બુક બિલ્ડીંગ દ્વારા તેનો ૧ર.૧૬ ટકા સરકારનો હિસ્સો ડાયલુટ કરવા રૂ. ૧૦ નો એક એવા ૨૫૩૪૫૭૨૮૦ ઈક્વીટી શેર, શેર દીઠ રૂ. રૂ. ૧૭ થી રૂ. ૧૯ ના પ્રાઈબેન્ડથી ઓફર કરીને મૂડી બજારમાં આવી રહી છે. ઓછામાં ઓછી અરજી ૭૮૦ શેર માટે અને તેના ગુણાંકમાં કરવાની રહેશે. આ ઈસ્યુ જાહેર ભરણા માટે તા. ર૯.૦૩.૦૧૯ના રોજ ખુલશે અને તા. ૦૩.૦૪.૧૯ના રોજ બંધ આવશે. ફાળવણી પછી, તેમના શેર બી એસ ઈ અને એન એસ ઈ પર લીસ્ટ થશે. આ કંપની નાના રોકાણકારો તેમ જ તેમના યોગ્યતા ધરાવતા કર્મચારીઓને શેર દીઠ રૂ. ૦.પ૦ ડીસ્કાઉન્ટ આપી રહી છે. તેઓએ યોગ્યતા ધરાવતા કર્મચારીઓ માટે ૬૫૭૨૮૦ શેર અનામત રાખેલ છે અને બાકીનામાંથી કયુઆઈબી માટે પ૦%, એચ એન આઈ માટે ૧પ% અને નાના રોકાણકારો માટે ૩પ% અનામત રાખેલ છે. આ સેકંડરી ઓફર હોવાની કંપનીને કોઈ રકમ મળવાની નથી.
આ ઈસ્યુ સાથે, આરવીએનએલ નીચલા અને ઉપલા ભાવ પ્રાઈઝ બેન્ડ્‌સના આધારે રૂ. ૪૩૦.૮૮ કરોડ થી રૂ. ૪૮૧.૫૭ કરોડ (કુલ સ્તરે) એકત્રિત કરવા માગે છે. આ ઈસ્યુના બુક રનીંગ લીડ મેનેજર યસ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) લિ., ઇલારા કેપિટલ (ઇન્ડિયા) પ્રા. લિ. અને આઇડીબીઆઇ કેપિટલ માર્કેટ્‌સ એન્ડ સિક્યોરિટીઝ લિ છે જયારે અલંન્કિત એસાઈનમેન્ટ્‌સ લિ આ ઈસયુના રજિસ્ટ્રાર છે. આરવીએનએલએ અત્યાર સુધીના સમગ્ર ઇક્વિટી જારી / રૂપાંતરિત ભાવોભાવ કરેલ છે. પ્રમોટર્સ અને શેરહોલ્ડર દ્વારા શેર્સના એક્વિઝિશનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૧૦ છે. આ ઈસ્યુ પછી, તેની ભરપાઈ થયેલ ઇક્વિટી રૂ. ૨૦૮૫.૦૨ કરોડ થશે.

આર્થિક દેખાવ

આર્થિક દેખાવને મોરચે છેલ્લા ત્રણ વર્ષમાં આ કંપનીએ (કોન્સોલીડેટેડ બેઝીસ પર) ટર્નઓવર / ચોખ્ખો નફો અનુક્રમે ૪૭૨૦.૦૯ કરોડ / રૂ. ૩૦૦.૩૭ કરોડ (એફવાય ૧૬), રૂ. ૬૧૬૨.૬૬ કરોડ / રૂ. ૩૮૮.૧૩ કરોડ (એફવાય ૧૭) અને રૂ. ૭૭૮૧.૩૬ કરોડ / રૂ. ૪૭૦.૦૬ કરોડ (એફવાય ૧૮) દર્શાવેલ છે. ના. વ. ર૦૧૯ ના ૫ૂર્વાર્ધમાં તેમણે રૂ. ૩૩૭૦.૩૫ કરોડના ટર્નઓવર પર રૂ. ૨૨૯.૨૪ કરોડ ચોખ્ખો નફો કરેલ છે.
સંચાલકોના જણાવ્યા મુજબ, પૂર્વાર્ધમાં હંમેશાં ચોમાસાની તીવ્ર અવધિ હોય છે જે તેની આવકને અસર કરે છે. તા. ૩૦.૦૯.૧૮ ના રોજ એન એ વી રૂ. ૧૯.૪૮ ના આધારે આ ઈસ્યુનો ભાવ ૦.૯૮ ના પી/બીવી થી આવે છે. આ કંપનીએ છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં ટોપ અનેબોટમ લાઈનમાં વિકાસ નોધાવેલ છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપનીએ સરેરાશ શેર દીઠ આવક રૂ. ૨.૪૨ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૧૩.૫૧% નોંધાવેલ છે. ના. વ. ૧૮ ની કમાણીને આધારે આ ઈસ્યુનો ભાવ ૬.૯૬ ના પી / ઇ પર છે, પરંતુ પૂર્વાર્ધની નબળી કમાણીને આધારે, જો આપણે તેમની છેલ્લી કમાણીનું વાર્ષિકી કરણ કરીએ અને ઈસ્યુ પછીના બધા જ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવનો પી /ઈ રેશિયો ૮.૬૪ની આસપાસ આવે છે, આ રીતે આ ઈસ્યુનો ભાવ વાજબી જણાય છે. છેલ્લાં ચાર નાણાકીય વર્ષમાં, આરવીએનએલએ આવકમાં ૩૩.૭% ચોખ્ખા નફામાં ૧૯.૧% સીએજીઆર નોંધાવેલ છે.

સમાન કંપનીઓ સાથે સરખામણી

ઓફર ડોક્યુમેન્ટ્‌સ મુજબ, તેણે ઈરકોનને તેના લિસ્ટેડ પીઅર તરીકે દર્શાવેલ છે જે હાલમાં ૭ ની આસપાસના પી / ઇ પર ટ્રેડિંગ કરી રહેલ છે. જોકે, ઈરકોનને આરવીએનએલ સાથે ચૂસ્ત રીતે સરખાવી શકાય તેમ નથી.
મર્ચંટ બેંકરનો દેખાવ
મર્ચન્ટ બેન્કરના મોરચે, આ ઓફર સાથે ત્રણ મર્ચંટ બેન્કર જોડાયેલ છે જેમણે છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮ પબ્લિક ઈસ્યુનું સંચાલન કરેલ છે, જેમાંથી ૬ ઈસ્યુ લીસ્ટીંગના દિવસે ઈસ્યુ ભાવ નીચે બંધ આવેલ છે.

નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી

આરવીએનએલ એ રેલવે મંત્રાલય હેઠળની “મિનિરત્ન” પીએસયુ (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ) કન્સલ્ટન્સી સેવા છે અને રેલવે અને સંબંધિત કાર્યોના વિકાસ માટે ફી-આધારિત કન્સલ્ટન્સી સેવાઓ પ્રદાન કરે છે. રેલવે સેગમેન્ટ તેની હાલની ચાલી રહેલ વિકાસ અને વિસ્તરણ યોજનાઓ સાથે આગળના તેજસ્વી ભાવિ માટે તૈયાર છે. આ કંપનીની વાજબી ભાવની ઓફર, રોકાણ પરના લાંબા ગાળાના વળતર માટેની સારી તક છે. રોકાણકારો આકર્ષક ઓફર કરતી આ પીએસયુ કન્સલટન્સી સર્વિસ આપતી કંપનીમાં રોકાણ કરવાનું વીચારી શકે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

courtcy : www.chittorgarh.com