the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રેલ વિકાસ નિગમ લિમિટેડનું જાહેર ભરણું શુક્રવાર 29 માર્ચ 2019ના દિવસે ખુલશે, જેમાં રૂ. 10ની મૂળ કિંમતના પ્રત્યેક ઇક્વિટી શેર માટે પ્રાઇસ બેન્ડ રૂ. 17 – રૂ. 19 રહેશે

 

રેલ વિકાસ નિગમ લિમિટેડનું જાહેર ભરણું શુક્રવાર 29 માર્ચ 2019ના દિવસે ખુલશે, જેમાં રૂ. 10ની મૂળ કિંમતના પ્રત્યેક ઇક્વિટી શેર માટે પ્રાઇસ બેન્ડ રૂ. 17 રૂ. 19 રહેશે

 

  • જાહેર ભરણું 253,457,280 જેટલા ઇક્વિટી શેર્સ માટે છે
  • પાત્રતા ધરાવતા કર્મચારીઓ માટે 6,57,280 ઇક્વિટી શેર્સ અનામત
  • જાહેર જનતા માટે ચોખ્ખી ઓફર 25,28,00,000 ઇક્વિટી શેર્સની
  • બિડ માટેનો લઘુતમ લોટ 780 શેર્સ અને પછી 780ના ગુણાંકમાં
  • ભરણું ખુલવાની તારીખ – શુક્રવાર 29 માર્ચ 2019 અને ભરણું બંધ થવાની તારીખ બુધવાર 03 એપ્રિલ 2019
  • સામાન્ય રોકાણકારો અને પાત્રતા ધરાવતા કર્મચારીઓને ઓફર કિંમત પર પ્રત્યેક શેર માટે રૂ. 0.50નું ડિસ્કાઉન્ટ
  • ભરણાની ઓફર અને ચોખ્ખી ઓફર કંપનીના ભરણા પછીના પેઈડ-અપ ઇક્વિટી શેર કેપિટલની અનુક્રમે 12.16% અને 12.12%

 

અમદાવાદ, 27 માર્ચ, 2019: રેલ વિકાસ નિગમ લિમિટેડ (”કંપની”), જે રેલ મંત્રાલય (”એમઓઆર”) સ્થાપિત જાહેર ક્ષેત્રની શિડ્યુલ ‘એ’ મિનિરત્ન (કેટેગરી-I) છે, તે તેનું પ્રથમ જાહેર ભરણું (”આઈપીઓ” અથવા ”ઓફર”) લાવી રહી છે, જે શુક્રવાર, 29 માર્ચ 2019ના રોજ ખુલશે અને બુધવાર, 03 એપ્રિલ 2019ના રોજ બંધ થશે, જેમાં કંપનીના પ્રત્યેક રૂ. 10ની મૂળ કિંમતના ઇક્વિટી શેર (”ઇક્વિટી શેર્સ”) માટે પ્રાઇસ બેન્ડ રૂ. 17 – રૂ. 19 રહેશે. સામાન્ય રોકાણકારો તથા પાત્રતા ધરાવતા કર્મચારીઓને ઓફર કિંમત પર શેર દીઠ રૂ. 0.50નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 

ભારત સરકાર (સેલિંગ શેરહોલ્ડર)ના રેલ મંત્રાલય વતી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કંપનીના આઇપીઓની આ ઓફર ફોર સેલ 253,457,280 જેટલા શેર્સ માટે છે. ઓફરમાં કંપનીના પાત્રતા ધરાવતા કર્મચારીઓને પ્રમાણસર ફાળવવા માટે 6,57,280 જેટલા ઇક્વિટી શેર્સ (”કર્મચારી અનામત હિસ્સો”) અનામત રાખવામાં આવેલા શેર્સ સામેલ છે.

 આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રેક્ટસ કાયદો (નિયમનો), 1957ના નિયમ 19 (2) (બી),  સુધારા સહ (એસસીઆરઆર) મુજબ અને, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (મૂડીભરણું અને સ્પષ્ટતાની જરૂરિયાતો)નાં નિયમનો, 2009, સુધારા સહ (સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ”)ના કાયદા 26 (1) મુજબ કરવામાં આવી રહી છે, જેમાં નેટ ઓફરનો 50%થી વધુ નહીં તેટલા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“ક્યુઆઈબી હિસ્સો”)ને પ્રમાણસર ફાળવવા માટે અનામત રહેશે. (ક્યુઆઈબી હિસ્સાના) 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે. ક્યુઆઈબી હિસ્સાનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડસ સહિત તમામ ક્યુઆઈબીઝને ફાળવવા માટે એ શરતે ઉપલબ્ધ રહેશે કે તેમની પાસેથી ઓફર કિંમતે અથવા તેથી વધુ કિંમતે માન્ય અરજીઓ પ્રાપ્ત થાય. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સની સંયુક્ત માગ ક્યુઆઈબી હિસ્સાના પાંચ ટકાથી ઓછી રહેવાની સ્થિતિમાં, મ્યુચ્યુઅલ ફંડ્સ હિસ્સાના બાકી રહેલા શેર્સ ક્યુઆઈબી હિસ્સામાં ક્યુઆઈબીઝને પ્રમાણસર ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે.

વધુમાં, નેટ ઓફરનો 15%થી ઓછો નહીં તેટલો હિસ્સો બિનસંસ્થાકીય અરજદારોને પ્રમાણસર ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ઓફરના 35%થી ઓછો નહીં તેટલો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર નાના રોકાણકારોને પ્રમાણસર ફાળવવા માટે એ શરતે ઉપલબ્ધ રહેશે કે તેમના તરફથી ઓફર કિંમતે કે તેથી વધુ કિંમતે માન્ય અરજીઓ પ્રાપ્ત થાય. વધુમાં, 6,57,280 ઇક્વિટી શેર્સ પાત્રતા ધરાવતા કર્મચારીઓને પ્રમાણસર ફાળવવા માટે કર્મચારી અનામત હિસ્સા અંતર્ગત એ શરતે ઉપબલ્ધ રહેશે કે તેમની પાસેથી ઓફર કિંમતે કે તેથી વધુ કિંમતે માન્ય અરજીઓ પ્રાપ્ત થાય. આ ઓફરમાં તમામ અરજદારોએ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“આસ્બા”) પ્રક્રિયા હેઠળ ભાગ લેવાનો રહેશે, જેમાં તેમણે સંબંધિત આસ્બા ખાતાની વિગતો (જો લાગુ પડે તો યુપીઆઈ આઈડી સહિત) આપવાની રહેશે, જેમાં સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેન્ક્સ (“એસસીએસબી”) અરજીનાં સંબંધિત નાણાં બ્લોક કરશે. વધુ માહિતી માટે કૃપા કરી રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના પાના 446 પરની “ઓફર પ્રક્રિયા” જુઓ.

ઓફરથી ઊભા થનારા ભંડોળનાં કંપનીને કશું નહીં મળશે અને તમામ ભંડોળ સેલિંગ શેરહોલ્ડર અર્થાત્ ભારતના રાષ્ટ્રપતિને જશે, જેઓ ભારત સરકારના રેલ મંત્રાલય વતી આ ઓફર લાવ્યા છે.

ભરણાની ઓફર અને ચોખ્ખી ઓફર કંપનીના ભરણા પછીના પેઈડ-અપ ઇક્વિટી શેર કેપિટલની અનુક્રમે 12.16% અને 12.12%

યસ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ, એલારા કેપિટલ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ્સ”) છે, જ્યારે કે રજિસ્ટ્રાર અલંકિત એસાઇનમેન્ટ્સ લિમિટેડ છે.

રેલ વિકાસ નિગમ લિમિટેડના ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયામાં લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે

રેલ વિકાસ નિગમ લિમિટેડ વિશે

રેલ વિકાસ નિગમ લિમિટેડ (”આરએનવીએલ”) 24 જાન્યુઆરી, 2003ના રોજ, કંપનીઝ એક્ટ, 1956 હેઠળ, રેલ મંત્રાલય (”એમઓઆર”) સ્થાપિત જાહેર ક્ષેત્રની શિડ્યુલ ‘એ’ મિનિરત્ન (કેટેગરી-I), અને સંપૂર્ણપણે સરકારની માલિકીની, રેલ મંત્રાલય વતી અને તેના માટે કામ કરતી પ્રોજેક્ટ એક્ઝિક્યુટિંગ એજન્સી તરીકે સ્થાપિત કંપની છે. આરવીએનએલની સ્થાપના રેલ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, નાણાકીય સ્ત્રોતો ઊભા કરવા તથા ગોલ્ડન ક્વાડ્રિલેટરલ અને પોર્ટ કનેક્ટિવિટીને લગતા રેલ પ્રોજેક્ટના સશક્તિકરણ માટે અને પ્રોજેક્ટ પાર પાડવા માટે વધારાના અંદાજપત્રીય સ્ત્રોતો ઊભા કરવાના ઉદ્દેશ સાથે થઈ હતી. આરવીએનએલની નાણાકીય સ્ત્રોતો ઊભાં કરવાના મામલે ભૂમિકા પ્રોજેક્ટ માટેના જ એસપીવીઝ ખાનગી ભાગીદારી સાથે ઊભા કરવા પૂરતી મર્યાદિત છે.

આરવીએનએલ નવી લાઈન્સ નાખવા, તેને બમણી કરવી, ગેજ પરિવર્તન કરવું, રેલવેનું વિદ્યુતીકરણ કરવું, મેર્ટો પ્રોજેક્ટ્સ, વર્કશોપ્સ, મોટા પૂલ, કેબલ સ્ટેયડ બ્રિજનું નિર્માણ, સંસ્થાકીય ઇમારતો વગેરે જેવા તમામ રેલવે પ્રોજેક્ટસ પાર પાડવાના વેપારમાં વ્યસ્ત છે.

2003માં તેની સ્થાપનાથી રેલ મંત્રાલયે 179 પ્રોજેક્ટસ આરવીએનએલમાં હસ્તાંતરિત કર્યા છે, જેમાંના 174ને પાર પાડવામાં મંજૂરી અપાઈ છે. એમાંના રૂ. 2,05,672.80 મિલિયનના 72 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે અને બાકીનાનાં કામ ચાલી રહ્યાં છે. 31 ડિસેમ્બર 2018ના રોજ આરવીએનએલની ઓર્ડર બુકમાં રૂ. 7,75,042.80 મિલિયનના ઓર્ડર નોંધાયેલા હતા, જેમાં હાલમાં ચાલી રહેલા 102 પ્રોજેક્ટ્સ સામેલ છે.

31 માર્ચ 2018ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન આરવીએનએલે 885.50 રેલ કિલોમીટરની લંબાઈના પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા હતા, જેમાં 315.20 રેલ કિલોમીટરને બમણી કરવા તથા 425 રેલ કિલોમીટરના વિદ્યુતીકરણનાં કામ સામેલ હતાં.

આરવીએનએલની આવક તેના કામકાજથી નાણાકીય વર્ષ 2018માં રૂ. 45,398.54 મિલિયનથી 29.36%ના સીએજીઆરથી વધીને નાણાકીય વર્ષ 2018માં રૂ. 75,973.58 મિલિયન રહી હતી, અને ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2016ના રૂ. 4,294.34 મિલિયનથી 15.20% સીએજીઆરના દરે વધીને નાણાકીય વર્ષ 2018માં રૂ. 5,699.20 મિલિયન રહ્યો હતો.