the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કોંગ્રેસના વધુ 9 ઉમેદવારનું લિસ્ટ જાહેર, રાજ્યવર્ધન સામે ઓલિમ્પિક કૃષ્ણા પૂનિયાને ટિકિટ

કોંગ્રેસના વધુ 9 ઉમેદવારનું લિસ્ટ જાહેર, રાજ્યવર્ધન સામે ઓલિમ્પિક કૃષ્ણા પૂનિયાને ટિકિટ

 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે સોમવારે મોડી રાતે 9 ઉમેદવારોની એક નવી યાદી જાહેર કરી છે. તેમાં રાજસ્થાનના છ, મહારાષ્ટ્રની બે અને ગુજરાતની એક સીટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ચુરુના સાદુલપુરથી હાલના ધારાસભ્ય અને ઓલિંપિયન કૃષ્ણા પૂનિયાને જયપુર ગ્રામીણથી ટિકિટ આપવામાં આવી છે. તેમનો મુકાબલો આ સીટથી હાલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ સાથે થશે. સિંહે 2004 ઓલિમ્પિકમાં સીલ્વર મેડલ જીત્યો હતો. બીજી બાજુ પૂનિયાએ 2010ના કોમનવેલ્થ ગેમ્સમાં ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

લોકસભા ઉમેદવાર 2014માં કોણ જીત્યા
મહેસાણા, ગુજરાત એ.જે.પટેલ ભાજપ
રાવેર, મહારાષ્ટ્ર ડૉ. ઉલ્લાસ પાટિલ ભાજપ
પુણે, મહારાષ્ટ્ર મોહન જોશી ભાજપ
ગંગાનગર, રાજસ્થાન ભરતરામ મેઘવાલ ભાજપ
જયપુર ગ્રામીણ, રાજસ્થાન કૃષ્ણા પૂનિયા ભાજપ
અજમેર, રાજસ્થાન રિજ્જૂ ઝુનઝુનવાલા ભાજપ
રાજસમંદ, રાજસ્થાન દેવકીનંદન ગુર્જર ભાજપ
ભીલવાડા, રાજસ્થાન રામપાલ શર્મા ભાજપ
ઝાલાવાડ-બારા, રાજસ્થાન પ્રમોદ શર્મા ભાજપ

રાઠોડની રાજકીય ઈનિંગ
2014 લોકસભા ચૂંટણીમાં જયપુર ગ્રામીણથી ભાજપની ટિકિટ પર સાંસદ ચૂંટાયા અને મોદી સરકારમાં મંત્રી બન્યા.

તાકાત: ગ્રાઉન્ડ કનેક્ટ અહીં સારુ છે. પાંચ વર્ષથી પોતાના સંસદીય વિસ્તારમાં લોકોને મળી રહ્યા છે. તેમની સમસ્યાઓ પર હંમેશા ધ્યાન આપ્યું છે. જોકે તેમણે જયપુર નેશનલ હાઈવે વિશે ઘણાં દાવા કર્યા હતા પરંતુ તે વિશે વધારે કામ થયું નથી.

માઈનસ પોઈન્ટ: સાંસદ ફંડની રકમનો પૂરો ઉપયોગ થતો નથી. વિસ્તારના ગ્રામણી વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા, જાટ મતદારોનું ધ્રુવીકરણ થવાની શક્યતા.

પૂનિયાની રાજકીય ઈનિંગ
2018માં સાદુલપુર સીટથી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. 2014માં સાદુલપુર સીટથી હાર્યા હતા.

તાકાત: કૃષ્ણા પૂનિયાનું સાદુલપુરમાં ગ્રાઉન્ડ કનેક્શન સારુ છે. મહિલાઓમાં તેમની સારી છાપ છે. જાતીય રાજનીતિની વાત કરીએ તો પૂનિયાને સારો સપોર્ટ મળી રહ્યો છે. અહીં અંદાજે 5 લાખ જાટ, 2 લાખ મીણા અને અંદાજે 1 લાખ મોહમ્મદન વોટ છે. તે પૂનિયાની તાકાત છે.

માઈનસ પોઈન્ટ: કેન્દ્ર સરકારમાં મંત્રી રાજ્યવર્ધન રાઠોડ સિંહ સાથે પડકાર. રાઠોડ આ વિસ્તારમાં 5 વર્ષથી સક્રિય છે. કૃષ્ણા પૂનિયા માટે આ એકદમ નવું મેદાન છે.