the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બિરલા વન્ય પ્રોજેક્ટ શરૂ થતાં જ ગ્રાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

બિરલા વન્ય પ્રોજેક્ટ શરૂ થતાં જ ગ્રાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

  • કલ્યાણનાં બિરલા વન્ય પ્રોજેક્ટ શરૂ થતાં જ રૂ. 300 કરોડથી વધારેની બુકિંગ વેલ્યુ રજિસ્ટર થઈ
  • પ્રોજેક્ટ શરૂ થયાનાં 3 દિવસની અંદર 400થી વધારે યુનિટનું વેચાણ થયું

કલ્યાણ, 9 એપ્રિલ, 2019: કલ્યાણમાં બિરલા એસ્ટેસ્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનાં પ્રથમ રેસિડેન્સિયલ લાઇફ ડિઝાઇન્ડTM પ્રોજેક્ટ બિરલા વન્યને ગ્રાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો શરૂ થયાનાં ત્રણ દિવસની અંદર 400થી વધારે યુનિટનું વેચાણ થઈ ગયું છે.

સેન્ચુરી ટેક્સટાઇલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની એટલે કે 100 ટકા માલિકીની પેટાકંપની બિરલા એસ્ટેટ્સ પ્રાઇવેટ લિમિટેડનો પ્રથમ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ બિરલા વન્ય 21 એકરમાં વિકસી રહ્યો છે અને 7 એકરથી વધારે હરિયાળા વિસ્તારમાં 30થી વધારે સુવિધાઓ સાથે મકાનો બની રહ્યાં છે.

બિરલા એસ્ટેટ્સનાં સીઇઓ શ્રી કે ટી જિતેન્દ્રને કહ્યું હતું કે, કલ્યાણમાં ગ્રાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જે બિરલા બ્રાન્ડની મજબૂતી તથા સારી ડિઝાઇન ધરાવતો, ગુણવત્તાયુક્ત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ હંમેશા કિંમતી બનશે અને એટલે હંમેશા એની માગ રહેશે એવી અમારી માન્યતાનો પણ પુરાવો છે. બિરલા એસ્ટેટ્સમાં અમે રિયલ એસ્ટેટ સેક્ટરનાં ગ્રાહકો સાથેનાં જોડાણની રીતને પણ બદલવા  ઇચ્છીએ છીએ. વિશ્વાસ, સંકલિતતા, પારદર્શકતા, શ્રેષ્ઠ ગુણવત્તા અને કાળજીપૂર્વક ડિઝાઇન કરેલા સોલ્યુશન અમારાં માટે મુખ્ય વિભેદક પરિબળો બની રહેશે તથા અમારાં મૂલ્યોને ખરાં અર્થમાં સાકાર કરવા અમને દોરતાં રહેશે.

બિરલા ગ્રૂપ કલ્યાણનાં શાહદમાં એની સેન્ચરી રેયોન ઉત્પાદન પ્લાન્ટ અને એની લગોલગ એનાં કર્મચારીઓનાં મકાનોની કોલોની સાથે છ દાયકાથી સારી કામગીરી કરે છે. ગ્રૂપે એની આસપાસ બે શાળાઓ, એક કોલેજ, એક હોસ્પિટલ અને મંદિરનું નિર્માણ પણ કર્યું છે, જે સ્થાનિકોમાં અત્યંત
લોકપ્રિય છે.

શ્રી જિતેન્દ્રને કહ્યું હતું કે, અમારું ધ્યાન મજબૂત રિયલ એસ્ટેટ બ્રાન્ડ ઊભી કરવા પર કેન્દ્રિત છે અને અમે એમએમઆર રિજન, પૂણે અને બેંગલોરનાં બજારોમાં 200 એકરથી વધારેનો કિંમતી પોર્ટફોલિયો વિકસાવવા નજર દોડાવી રહ્યાં છીએ. અમે આ બજારો તેમજ એનસીઆરમાં સંયુક્ત સાહસ માટે જોડાણો પણ કરી રહ્યાં છીએ.

કલ્યાણ આગામી સ્માર્ટ સિટી અને માઇક્રો માર્કેટ છે, જેની લોકપ્રિયતા ગ્રાહકોમાં ઝડપથી વધી રહી છે. થાણે, નવી મુંબઈ અને મુંબઈ સાથે ઉત્કૃષ્ટ જોડાણ સથે કલ્યાણ એનાં સ્થાનિક ફાયદાઓને કારણે ફક્ત એક રેલવે જંકશનમાંથી વિકાસનું નવું કેન્દ્ર બની રહ્યું છે. તાજેતરમાં મહારાષ્ટ્રની રાજ્ય સરકારે રૂ. 1000 કરોડનો કલ્યાણ ગ્રોથ સેન્ટર (કેસીજી) પ્રોજેક્ટ પણ મંજૂર કર્યો છે, જે કલ્યાણનાં રહેવાસીઓ માટે રોજગારીનું સર્જન કરશે અને વિવિધ વિકલ્પોને પ્રોત્સાહન આપશે એવી અપેક્ષા છે.

બિરલા વન્ય જમીનનાં સંપૂર્ણ ટુકડામાં 70 ટકાથી વધારે ખુલ્લી જગ્યા ધરાવવાની વિશિષ્ટતા ધરાવે છે. આ પ્રોજેક્ટની ડિઝાઇન કલ્યાણનાં ગ્રાહકોનાં જીવન અને જીવનશૈલી સાથે સંબંધિત છે તથા રેસિડેન્સિયલ પ્રોજેક્ટની સામાન્ય સુવિધાઓથી વધારે વિશેષતાઓ ધરાવે છે. એનું આયોજન સંકુલોની અંદર પ્લેસ્કૂલ, બાળકો ડે કેર, ડે ડિસ્પેન્સરી વગેરે જેવી કેટલીક સુવિધાઓ સાથે થયું છે. પ્રોજેક્ટને જીવનશૈલી સંબંધિત સુવિધાઓને સમાવતા આશરે 13,000 ચોરસ ફીટ (1,207 ચોરસ મીટર)માં ફેલાયેલા અત્યાધુનિક ક્લબ-હાઉસ પર ગર્વ છે. ભવ્ય પૂલ ડેક, યોગા/મેડિટેશન રૂમ તથા ફૂલો, ફળફળાદિ, ઔષધો અને મસલા સાથે બાગબગીચાઓ રેહવાસીઓનાં જીવનની સંપૂર્ણ ગુણવત્તા વધારશે.

બિરલાની વિશ્વસનિયતા સાથે ભરોસો અને ખાતરી ઉપરાંત બિરલા એસ્ટેટ્સ ડિઝાઇન સંચાલિત અને ગ્રાહકલક્ષી કંપની બનવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હકીકતમાં જે સારી દેખાય છે એ જ ડિઝાઇન નથી, પણ સારી ડિઝાઇન એની સાથે સંકળાયેલા લોકો માટે અસરકારક, ઉપયોગી બને છે અને તેમનાં જીવનને ગુણવત્તા પ્રદાન કરે છે, ત્યારે શ્રેષ્ઠ ડિઝાઇન બને છે. બિરલા એસ્ટેટનાં પ્રોજેક્ટ લાઇફ ડિઝાઇન્ડTM  છે એટલે કે એનો ઉદ્દેશ ગ્રાહકોને સારી જીવનશૈલી પ્રદાન કરવાની સાથે સારી ઇકોસિસ્ટમ પૂરી પાડવાનો છે, જે તેમનાં જીવન સાથે સંબંધિત છે.

બિરલા વન્યનું સારી રીતે જોડાણ ધરાવતું લોકેશન બી કે બિરલા પબ્લિક સ્કૂલ અને બી કે બિરલા કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ જેવી પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થાઓની સરળ સુલભતા પ્રદાન કરે છે. એની આસપાસ શહદ રેલવે સ્ટેશન, મેટ્રો જંક્શન મોલ અને પોર્ટિસ હોસ્પિટલ જેવા સામાજિક રીતે ઉપયોગી માળખાગત સુવિધા બિરલા વન્યને ઇચ્છિત સ્થળ બનાવે છે. બિરલા વન્ય ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી) પ્રી-સર્ટિફાઇડ ગોલ્ડ બિલ્ડિંગ પ્રોજેક્ટ છે, જે 10 ટકા સુધી ઊર્જાની બચત કરવાની સંભવિતતા ધરાવે છે. બિરલા વિન્યની ડિઝાઇનનું હાર્દ સસ્ટેઇનેબિલિટી કે પર્યાવરણનું સંરક્ષણ છે, જેમાં વરસાદનાં પાણીનો સંચય, કોમન એરિયામાં લેન્ડસ્કેપિંગ માટે સોલાર સ્ટ્રીટ લાઇટિંગ, ઊર્જાદક્ષ એલીવેટર્સ અને પમ્પ સિસ્ટમ જેવી સુવિધાઓ છે.

બિરલા વન્ય કેટલાંક વૈશ્વિક કક્ષાનાં પાર્ટનર્સ ધરાવે છે, જેમાં પ્રસિદ્ધ આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટર,  કૂપર્સ હિલ, આરડીએમ ડિઝાઇન SdnBhd, ગોદરેજ એન્ડ બોય્સ મેનુફેક્ચરિંગ કંપની લિમિટેડ સામેલ છે.

બિરલા વન્ય માટે લક્ષિત વર્ગ અંતિમ વપરાશકર્તા છે, જેમાં વિશ્વસનિય બ્રાન્ડમાંથી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ મેળવવા ઇચ્છતાં કલ્યાણમાં અને એની આસપાસ રહેતાં લોકો તેમજ આગામી સ્માર્ટ સિટીમાં રોકાણ કરવા ઇચ્છતાં રોકાણકારો સામેલ છે.