-
ઈરફાનને હરાજીમાં કોઈ ટીમ ખરીદી લે છે તો તે વિદેશી ટી20 લીગમાં રમનારો પ્રથમ ભારતીય ખેલાડી બનશે
-
તેણે આઈપીએલમાં છેલ્લી મેચ 2017માં ગુજરાત લાયન્સ તરફથી રમી હતી
સ્પોર્ટ્સ ડેસ્ક: કેરેબિયન પ્રીમિયર લીગના ખેલાડીઓના ડ્રાફ્ટમાં સામેલ થવાની સાથે ઈરફાન પઠાણે ઈતિહાસ રચ્યો છે. સીપીએલના ડ્રાફ્ટમાં સ્થાન મેળવનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. જો ઈરફાનને હરાજીમાં કોઈ ટીમ ખરીદી લે છે તો તે વિદેશી ટી20 લીગમાં રમનારો પ્રથમ ભારતીય ખેલાડી બની જશે. ઉલ્લેખનીય છે કે, ઈરફાન પઠાણ છેલ્લી 2 સિઝનથી આઈપીએલનો ભાગ બન્યો નથી. તેણે આઈપીએલમાં છેલ્લી મેચ 2017માં ગુજરાત લાયન્સ તરફથી રમી હતી અને તે 2016માં પૂણે તરફથી માત્ર 4 મેચ જ રમી શક્યો હતો.
કેરેબિયન લીગના ખેલાડીઓના ડ્રાફ્ટમાં ભારતના ઈરફાન પઠાણ ઉપરાંત બરમુડા અને ઓમાનના 1-1 ખેલાડીઓ સામેલ છે. આ ઉપરાંત યુએસએ, સ્કોટલેન્ડ, કેન્યા, નેપાળ, હોંગકોંગ અને કેનેડા જેવા એસોસિએટ ટીમોના ખેલાડીઓને પણ ડ્રાફ્ટમાં સ્થાન મળ્યું છે. આ લીગ 4 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર વચ્ચે રમાનારી છે.