the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ઈરાનની ટ્રમ્પને ખુલ્લી ધમકી- આવા તો કેટલા આવ્યા અને ગયા, ખતમ કરવાની ધમકી અમને ન આપતા

  • રવિવારે ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન અમેરિકન હિત પર હુમલો કરશે તો તેને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવાશે

ઈન્ટરનેશનલ ડેસ્ક: ઈરાન અને યુએસ વચ્ચે ચાલી રહેલી સતત ખેંચતાણ અટકવાનું નામ જ નથી લેતી. બંને દેશોના નેતા સતત એકબીજા સામે આકરા પ્રહાર કરી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી જાવેદ જરીફે સોમવારે કહ્યું છે કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નરસંહાર વાળા પ્રહારથી ઈરાન ખતમ નહીં થઈ જાય.

જરીફે ટ્વિટર પર લખ્યું છે કે, ઈરાની હજારો વર્ષોથી માથું ઉંચુ કરીને ઉભા છે જ્યારે દરેક હુમલાખોરોમાંથી કોઈનું નામો-નિશાન વધ્યું નથી. આર્થિક આતંકવાદ અને નરસંહારના પ્રહારથી ઈરાનનો અંત થવાનો નથી. એક ઈરાનીને ક્યારેય ધમકી ન આપવી. સન્માન આપશો તો તે જ કામ લાગશે.

Javad Zarif

@JZarif

.@realDonaldTrump rightly deplores “military-industrial complex” pushing U.S. to

But allowing to trash diplomacy & abet war crimes—by milking despotic butchers via massive arms sales—achieves nothing but empowering that same complex.

Time to ?

ઈરાનના વિદેશ મંત્રીનું આ નિવેદન ટ્રમ્પની ધમકી પછી આવ્યું છે. હકીકતમાં રવિવારે ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન અમેરિકન હિત પર હુમલો કરશે તો તેને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવશે. ટ્રમ્પે ટ્વિટ કરી હતી કે, જો ઈરાન યુદ્ધ કરવા માંગતુ હોય તો આ તેનો ઓફિશિયલ અંત હશે. અમેરિકાને ફરી ધમકી ન આપતા.

વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સંબંધો એક વર્ષ પહેલાં ખરાબ થયા જ્યારે ટ્રમ્પે 2015માં ઈરાન સાથે પરમાણુ સમજૂતી રદ કરી દીધી અને તેમના પર કડક પ્રતિબંધો લાદી દીધા. ઈરાનના અધિકારીઓ સતત અમેરિકાના પ્રતિબંધોની નિંદા કરી રહ્યા છે અને તેને આર્થિક આતંકવાદ ગણાવી રહ્યા છે. ઈરાનનો આરોપ છે કે, અમેરિકાના પ્રતિબંધોના કારણે બેઝિક ચીજ વસ્તુઓની પણ ખામી સર્જાઈ શકે છે.

આ મહિને અમેરિકાએ તેહરાનથી તેલ આયાત વિશે ભારત સહિત અમુક દેશોને આપવામાં આવેલી છૂટ ખતમ કરીને તેમની મુશ્કેલીમાં વધારો કરી દીધો હતો. ત્યારપછી અમેરિકાએ ઈરાનના કથિત જોખમને ધ્યાનમાં રાખીને ખીણ વિસ્તારમાં કેરિયર ગ્રૂપ અને બી-52 બોમ્બર તહેનાત કર્યા હતા. ગયા સપ્તાહમાં ટ્રમ્પ પ્રશાસને ઈરાન સમર્થિત ઈરાકી ગ્રૂપથી જોખમ હોવાની વાત કરીને તેમના અમુક રાજકીય અધિકારીઓને પરત આવી જવાનો આદેશ આપ્યો હતો.

રવિવારે ઈરાકની રાજધાની બગદાદના ગ્રીન ઝોનમાં એક રોકેટ છોડવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ઘણાં સરકારી કાર્યાલયો આવેલા છે અને યુએસ મિશન સહિત ઘણાં દૂતાવાસ આવેલા છે. જોકે આ હુમલામા કોનો હાથ હતો તે વિશે હજી કોઈ ખુલાસો થયો નથી.

ફાર્સ ન્યૂઝ એજન્સીને આપવામાં આવેલા એક નિવેદનમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ના ડેપ્યૂટી કમાન્ડર સલેહ જોકરે કહ્યું હતું કે, અમારી ઓછા અંતરે મારી શકાય તેવી મિસાઈલ પણ અમેરિકન સબમરીનને ખીણના દેશોમાં સરળતાથી ટાર્ગેટ કરી શકે છે. તેમણે કહ્યું કે, અમેરિકા હાલ નવુ કોઈ યુદ્ધ સહન કરવાની તાકાતમાં નથી. સામાજિક અને માનવ સંસાધનોની દ્રષ્ટીએ અમેરિકાની સ્થિતિ ખરાબ છે.

ઈરાન અને યુએસ વચ્ચે વધતા તણાવથી આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધી છે. બ્રિટિશ વિદેશ મંત્રી જેરેમી હંટે સોમવારે જેનેવામાં કહ્યું હતું કે, હું ઈરાનીઓને કહેવા માંગુ છું કે, આ સ્થિતિમાં અમેરિકાને ઓછું ન માનવું. તેઓ ભલે ઈરાન સાથે યુદ્ધ ન ઈચ્છતા હોય પરંતુ જો અમેરિકાના હિતને નુકસાન પહોંચશે તો તેઓ તેનો જવાબ આપ્યા વગર રહેશે નહીં.