the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

એઇડ્સની વેક્સિન બનાવવામાં ગાયના એન્ટિબોડીઝનો પ્રયોગ કરાયો, 96% એચ.આઈ.વીનો ચેપ ઘટાડી શકાયો

હેલ્થ ડેસ્કઃ ‘વર્લ્ડ એઇડ્સ વેક્સિન ડે’ દર વર્ષે 18 મેના રોજ ઉજવાય છે. લોકોને એઇડ્ઝ વિશે લોકોને જાગૃત કરવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ‘એચ.આઈ.વી વેક્સિન ડે’ તરીકે પણ ઓળખાય છે. આ દિવસ સૌપ્રથમ મે 18, 1997ના રોજ ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે એઇડ્સની બીમારીથી સેંકડો લોકો જીવ ગુમાવે છે. વર્ષ 2014ના આંકડા મુજબ વર્ષ 1990થી 2014 સુધી એચ.આઈ.વી. દર્દીઓની સંખ્યા 8 લાખથી વધીને 36.9 લાખ થઈ ગઈ હતી.

વિશ્વમાં એઇડ્સ દિવસે ને દિવસે ફેલાઈ રહ્યો છે ત્યારે તેની વેક્સિનમાં ગાય મદદરૂપ બની શકે એમ છે. અમેરિકી સંશોધકોનું કહેવું છે કે એચ.આઈ.વીની સારવાર માટે રસી બનાવવા ગાય મદદરૂપ સાબિત થઈ શકે છે. સંરક્ષણ તરીકે આ પ્રાણી સતત વિશિષ્ટ એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે, જેનાથી એચ.આઈ.વીનો ચેપ દૂર કરી શકાય છે. વિશ્વ એઇડ્સ રસી દિવસ પર આ માહિતી ગાયની સંભાળ અને તેમાંથી મળતા ખાદ્ય પદાર્થના ઉપયોગમાં પણ વધારો કરી શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે જટિલ અને બેક્ટેરિયાયુક્ત પાચન તંત્રને લીધે ગાયમાં રોગપ્રતિકારક શક્તિ વધુ વિકસિત થઈ જાય છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થે આ માહિતીને શ્રેષ્ઠ ગણાવી છે.

વેક્સિન કેવી રીતે કામ કરે છે?
રસી દર્દીની રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરી શકે છે અને લોકોને એઇડ્સના ચેપના પ્રથમ સ્ટેજ પર બચાવી શકે છે. ઈન્ટરનેશનલ એઇડ્સ વેક્સિન ઈનિશિએટિવ અને ધ સ્ક્રિપ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટે ગાયની રોગ પ્રતિકારક ક્ષમતા ચકાસવા ટેસ્ટ શરૂ કર્યો.
એક સંશોધક ડો. ડેવિન સોકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું, ‘આના પરિણામોએ અમને ચોંકાવી દીધા. એચ.આઈ.વીની રસી માટે જરૂરી એન્ટિબોડીઝ ગાયોના રોગપ્રતિકારક તંત્રમાં 4થી 5 અઠવાડિયામાં બની જાય છે. મનુષ્યોમાં આવા એન્ટિબોડીઝ વિકસિત થવામાં લગભગ ત્રણથી પાંચ વર્ષ જેટલો સમય લાગી જાય છે.’

નેચર નામની જર્નલમાં આ પરિણામો પ્રકાશિત થયા છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ગાયની એન્ટિબોડીઝથી એચ.આઈ.વીની અસર 42 દિવસમાં 20 ટકા સુધી ઘટાડી શકાય છે. પ્રયોગશાળા પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે 381 દિવસમાં આ એન્ટિબોડીઝ 96 ટકા સુધી એચ.આઈ.વીનો ચેપ ઘટાડી શકે છે.