the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં હુમા કુરેશી અને ડાયના પેન્ટી સામેલ, કંગના રનૌતે વ્હાઇટ ગાઉન પહેરી રેડ કાર્પેટ પર વોક કર્યું

બોલિવૂડ ડેસ્ક: કંગના રનૌતે ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સતત બીજા વર્ષે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી છે. ઉપરાંત હુમા કુરેશી અને ડાયના પેન્ટી પણ ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સામેલ થઇ ગયા છે. કંગના એક દિવસ અગાઉથી ત્યાં હાજર છે જ્યારે હુમા અને ડાયના તેના એક દિવસ બાદ ત્યાં આવ્યા છે. આ ત્રણેય એક્ટ્રેસ વોડકા બ્રાન્ડ ‘Grey Goose’ને રેપ્રેઝન્ટ કરી રહી છે. ડાયના પેન્ટીએ આ વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે, જ્યારે કંગના અને હુમા કુરેશીએ ગયા વર્ષે ડેબ્યુ કર્યું હતું. આ વર્ષનો 72મો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશન 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ આ ફેસ્ટિવલ પૂરો થશે.

રેડ કાર્પેટ

રેડ કાર્પેટ

કંગના રનૌતે બીજા દિવસે ડિઝાઈનર Michael Cincoના વ્હાઇટ આઉટફિટ સાથે રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી હતી. તેણે ‘Chopard’ બ્રાન્ડની જ્વેલરી પહેરી હતી. કંગનાએ ગઈકાલે  ડિઝાઈનર ‘ફાલ્ગુની શેન પીકોક’ની કાંજીવરમ સાડી પહેરી હતી. ત્યારબાદ પાર્ટી માટે તેણે પેન્ટ સ્યૂટ પહેર્યું હતું.

પાર્ટી લુક

પાર્ટી લુક

કંગના રનૌતે ‘Chopard’ની પાર્ટી માટે પણ વ્હાઇટ આઉટફિટ પસંદ કર્યો હતો. તેને પાર્ટીમાં ડિઝાઈનર Toni Maticevski નો ડ્રેસ પહેર્યો હતો. કંગનાએ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું હતું કે, ‘ડવ (કબૂતર) Chopard પાર્ટીમાં લે

હુમા કુરેશી

હુમા કુરેશી

હુમા કુરેશીએ તેનાં ફિલ્મ ફેસ્ટિવલનાં પહેલા દિવસે બે લુક શેર કર્યાં હતાં. તેમાં ‘Chopard’ પાર્ટી માટે તેણે ડિઝાઈનર Nauman Piyarji નો રેડ આઉટફિટ પહેર્યો હતો.

ડાયના પેન્ટી

ડાયના પેન્ટી

પોતાનાં પહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલનાં પહેલા દિવસે ડાયનાએ તેનાં બે લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં હતાં. તેમાં ‘Chopard’ પાર્ટી માટે તેણે ડિઝાઈનર Celia Kritharioti નો આઉટફિટ પહેર્યો હતો.