the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કેદારનાથનાં દર્શન કરી રહ્યાં છે PM મોદી, ગુફામાં ધરશે ધ્યાન

  • પ્રધાનમંત્રીને હાલમાં બંને યાત્રા ધામોની મુલાકાત લેવાની પરવાનગી ચુંટણી પંચ તરફથી મળી ગઇ છે.

કેદારનાથ:  પ્રધાનમંત્રી મોદી હાલમાં કેદારનાથ પહોંચી ગયા છે. અને તેઓ થોડીવારમાં મંદીરે દર્શન કરવા પણ જશે. ત્યાં વિશેષ પૂજા પણ કરવામાં આવશે. તેઓ અહીં રાત્રી રોકાણ પણ કરવાનાં છે. તેમજ અહીં 12250 ફૂટ ઊંચાઇએ આવેલી ખાસ ગુફામાં ધ્યાન ધરશે PM મોદી

લોકસભા ચૂંટણીનાં અંતિમ ચરણમાં મતદાન પહેલાં ચૂંટણી પ્રચાર અટક્યો છે. તમામ પાર્ટીઓ હવે 19 મેનાં થનારા મતદાન પર નજર અટકાવીને બેઠી છે. 19 મેનો દિવસ પણ ઘણો જ ખાસ છે. કારણ કે મતદાન બાદ એક્ઝિટ પોલ પણ આવવાનાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદી આજે 18મેનાં રોજ કેદારનાથ અને 19 મેનાં રોજ બદ્રીનથ ધામનાં દર્શન કરવા જઇ રહ્યાં છે. તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં સોમનાથ મંદિર જશે. કહેવાય છે કે, પ્રધાનમંત્રી ને આ બંને યાત્રા ધામ પર જવા માટે ચૂંટણી પંચ તરફથી પરવાનગી મળી ગઇ છે.

પ્રધાનમંત્રીનો પ્રોગ્રામ 
18 મે, 2019
9:10 કેદારનાથમાં આગમન
9:30થી 10:00 કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના
10:00થી 10:50 પુનઃનિર્માણ કાર્યોનું નિરીક્ષણ
11.00 સેફ હાઉસ માટે રવાના
11:30 નેતાઓ-અધિકારીઓ સાથે બેઠક, વિકાસકાર્યોની સમીક્ષા
11:30થી 12:00 રેસ્ટ હાઉસ માટે રવાના

19 મે, 2019
7:00 રેસ્ટ હાઉસથી કેદારનાથ રવાના
7:30થી 8:00 પૂજા-અર્ચના
8:15 કેદારનાથથી સેફ હાઉસ રવાના
8:50 કેદારનાથથી બદ્રીનાથ માટે રવાના
9:35 બદ્રીનાથમાં આગમન
9:55થી 10:30 બદ્રીનાથમાં પૂજા-અર્ચના
10:50 બદ્રીનાથથી રવાના
11:45 જૌલીગ્રાંટથી દિલ્હી માટે રવાના

ચૂંટણી પંચ તરફથી પ્રધાનમંત્રી કાર્યાલયને તે પણ યાદ અપાવવામાં આવ્યું છે કે, લોકસભા ચૂંટણી 2019ની આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ચૂંટણી પંચને પ્રધાનમંત્રીની યાત્રાને લઇને તેમનું વલણ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. તેનાં જવાબમાં ચૂંટણી પંચે ઉતરાખંડ સ્થિત કેદારનાથઅને બદ્રીનાથ ધામમાં યાત્રાની અનુમતિ આપી દીધી છે. સાથે જ કોઇપણપ્રકારનું ચૂંટણી આચાર સંહિંતાનું ઉલ્લંઘન કરવું નહીં.

ડીજી લો એન્‍ ડ ઓર્ડર અશોક કુમારનું કહેવું છે કે, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સૂત્રોનાં હવાલે જાણીએ તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથમાં રાત્રી રોકાણ કરશે.તેમનું કેદારનાથમાં રાત્રી રોકાણની વયવસ્થા કરવામાં આવી ગઇ છે. હાલમાં જ PM મોદીએ કહ્યું કે, પાંચ વર્ષનાં કાર્યકાળ બાદ પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વખત તેમની સરકાર ચૂંટણીને આવશે તેવી આશા વ્યકત્ કરી હતી.