the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કેદાર જાધવ ફિટનેસ ટેસ્ટમાં પાસ, 22 મેના રોજ ટીમ સાથે ઇંગ્લેન્ડ રવાના થશે

  • ફિઝિયો પેટ્રિક ફરહાર્ટે જાધવનો રિપોર્ટ બોર્ડને સોંપ્યો 

  • જાધવ આઇપીએલ વખતે ઈજાગ્રસ્ત થયો હતો

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓલરાઉન્ડર કેદાર જાધવને વર્લ્ડકપ માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જાધવ ભારતીય ટીમ સાથે 22 મેના રોજ ઇંગ્લેન્ડ રવાના થશે. ટીમ ઇન્ડિયાના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટે તેનો ફિટનેસ રિપોર્ટ બોર્ડને સોંપી દીધો છે. જાધવે મુંબઈ ખાતેના ફિટનેસ ટેસ્ટમાં પાસ થઇ ગયો છે.

એમસીએમાં જાધવે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો

  • જાધવ આઇપીએલ દરમિયાન ચેન્નાઇ સુપરકિંગ્સ માટે રમતા લીગ સ્ટેજની છેલ્લી મેચ વખતે ઈજાગ્રસ્ત થયો હતો. આઉટ ફિલ્ડમાં ફિલ્ડિંગ કરતા તેણે ડાઇવ મારી હતી અને તેના ખંભામાં ઇજા થઇ હતી. તે પછી તે પ્લેઓફમાં રમ્યો ન હતો.
  • જાધવ અને ફરહાર્ટ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં હતા. આ દરમિયાન તેઓ મુંબઈ ક્રિકેટ એસોસિએશન(એમસીએ)ના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ફિટનેસ ઉપર કામ કરી રહ્યા હતા. અહીંયા જ જાધવે પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો.