the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ઘરેલુ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પહેલાં સાંભળશે, જોશે અને પછી નિર્દેશો પર કામ કરશે

  • સ્માર્ટ સ્પીકર્સને સમજવાનો વ્યાપ વધારવાની ટેક્નોલોજી પર રિસર્ચ 

  • ‘ડિજિટલ સેવક’ શબ્દો અને ઇશારાથી નિર્દેશ જાણી શકશે   

ગેજેટ ડેસ્ક. અમેઝોન ઇકો, ગૂગલ હોમ અને એપલ હોમપોડ જેવા સ્માર્ટ સ્પીકર ઝડપથી ફેલાઇ રહ્યા છે. સ્માર્ટ સ્પીકર માત્ર જે સાંભળે છે તેના પર જ કામ કરી શકે છે. તેને આસપાસની વસ્તુઓ અને લોકોની વધુ સમજ હોતી નથી. યુઝર આ ડિજિટલ સેવકો પાસેથી શબ્દો અને ઇશારાના માધ્યમથી કામ કરાવી શકશે. સ્માર્ટ સ્પીકર્સની અનુભૂતિનો વ્યાપ (સેન્સરી રેન્જ) વધારવાના રસ્તા બાબતે સંશોધકોના ઘણા જૂથ કામ કરી રહ્યા છે.

યુઝરની જાસૂસી રોકવા સિસ્ટમનો વ્યાપ મર્યાદિત રખાયો

1.અમેરિકાના પિટર્સબર્ગ સ્થિત કાર્નેગી મેલોન યુનિવર્સિટીના ક્રિસ હેરિસન અને ગીરેડ લાપુટ આવા પ્રયાસ કરી રહ્યા છે. 6 મેએ ગ્લાસગોમાં એક સંમેલનમાં ડૉ. હેરિસન અને લાપુટે સ્માર્ટ સ્પીકરને જોવા અને સાંભળવાની ક્ષમતા આપવાની સરફેસસાઇટ નામની સિસ્ટમ રજૂ કરી. રડાર જેવું કામ કરતી સિસ્ટમ લિડાર તેમનું હથિયાર છે. તે તેની આસપાસના ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોના બીમ મોકલીને જુએ છે કે તે તરંગો કેટલી ઝડપથી પાછા ફરે છે? આ માહિતી સોફ્ટવેરમાંથી પસાર થઇને ઇમેજ બનાવે છે.

2.ડૉ. હેરિસન અને લાપુટે અમેઝોન ઇકો સ્પીકરમાં આવી સિસ્ટમ ફિટ કરી છે. તે નજીકની વસ્તુ અને હાથના ઇશારા ઓળખીને કામ કરે છે. સ્પીકરના બેઝ પાસે લિડાર 6 મિ.મી.નો બીમ મોકલે છે. તે આ દાયરામાં આવતી વસ્તુઓ જોઇ શકે છે. સંશોધકોનું માનવું છે કે યુઝરની જાસૂસી રોકવા સિસ્ટમનો વ્યાપ મર્યાદિત રખાયો છે.

3.સિસ્ટમના મશીન લર્નિંગ સોફ્ટવેરને સોસપેન, અનાજના ડબા, શાકભાજી, સ્ક્રૂડ્રાઇવર અને સ્માર્ટફોન જેવી વસ્તુઓ ઓળખવા તાલીમબદ્ધ કરી શકે છે. એક એપ તેનો ઉપયોગ કૂકની મદદ માટે વાસણો અને પ્લેટફોર્મ પર રાખેલી વસ્તુઓ ઓળખવામાં કરે છે. સરફેસસાઇટના લેસર બીમ કોઇ ખાસ વ્યક્તિને ઓળખી શકતા નથી પણ તેને શીખવાડી શકાય છે કે તેને જ્યાં રખાયું છે તે સપાટી પર કેટલા લોકો બેઠા છે?

ડિવાઇસ માહિતી આપે છે
4.ઘણી કંપનીઓ સપાટીની નજીકના સંકેતો સમજવા માટેની ડિવાઇસ બનાવે છે. હ્યુસ્ટન, ટેક્સાસની સ્વાન સોલ્યુશન્સ નોકી નામનું એક્સીલેરોમીટર વેચે છે. તે જે-તે જગ્યાએ કોઇ પણ હલચલના કંપનોને ઓળખી શકે છે. લેમ્પ, ટેલિવિઝન, સ્માર્ટ સ્પીકર જેવા ડિવાઇસને પહેલેથી નક્કી દસ્તકોની સંખ્યાના આધાર પર એક્ટિવ કરી શકે છે.

સ્માર્ટ સ્પીકરથી ડિજિટલ જાસૂસીનો ખતરો વધશે
5.અમેઝોન, એપલ, ગૂગલ તથા અન્ય ટેક્નોલોજી દિગ્ગજોના સ્માર્ટ સ્પીકર (તેમનું વૈશ્વિક વેચાણ ગત વર્ષે બમણી વૃદ્ધિ સાથે 8.62 કરોડ થઇ ગયું) અંગે સૌથી મોટી ચિંતા એ છે કે શું તે ડિજિટલ જાસૂસી કરી શકે છે? હવે આ ડિવાઇસમાં સાંભળવા ઉપરાંત અમુક નવા ફીચર આવી રહ્યા છે. કોઇ પણ જાદુઇ ટેક્નોલોજીના કામના સંબંધમાં અમુક માન્યતા બંધાઇ જાય છે. અમેઝોનનું સ્માર્ટ સ્પીકર એલેક્સા કહે છે કે તે માત્ર ‘વેક’ શબ્દ બાદ કહેવાયેલી વાતોને રેકોર્ડ કરીને ક્લાઉડ પર મોકલે છે. જવાબમાં જે પણ ક્લિપ આવે છે તેને અમે પ્લે કરીએ છીએ.

6.અમેઝોનનું કહેવું છે કે યુઝર આ ક્લિપ ગમે ત્યારે ડિલીટ કરી શકે છે. વાતચીત દરમિયાન ભૂલથી સ્પીકર ઓન થઇ જાય કે ક્લિપ રેકોર્ડ થઇને ક્લાઉડ પર જતી રહે તો મ્યૂટથી તેને રોકી શકો છો. હેકર્સ ઉપકરણો સાથે છેડછાડ કરે તો શું થાય? શું ઉત્પાદકો લોકોની જાસૂસી માટે તેનું ઉત્પાદન કરે છે કે પછી ઓનલાઇન જાહેરાતોને ટાર્ગેટ કરવા કે તેમને વિશેષ ઉત્પાદનોની ઓફર કરવા માટે તે માહિતીનો ઉપયોગ કરી રહ્યા છે? જોકે, સ્માર્ટ સ્પીકરની તુલનાએ સ્માર્ટફોન તો વધુ ખરાબ હોય છે. સ્પાય એજન્સીઓ આવા ઉપકરણોમાં માઇક્રોફોન લગાવી શકે છે. તેમાં સ્માર્ટ સ્પીકરની તુલનાએ વધુ સેન્સર છે.