the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ટચુકડા પરદે અભિનેત્રીઓ નેગેટિવ રોલ માટે તત્પર પણ માતા બનવા તૈયાર નહી

ટચૂકડા પડદે ગ્રે શેડ્‌સ ભજવવા કલાકારો આકર્ષાઇ રહ્યા છે.જે કલાકારોને હકારાત્મક ભૂમિકામાં દર્શકોએ પસંદ કર્યા છે, તેઓ પણ હવે નકારાત્મક રોલ કરવામાં રસ લે છે. નીલ ભટ્ટે ‘ કારોલ બાગ અને ગુલાલ’ સિરીયલમાં પોઝિટવ રોલ ભજવ્યો હતો. જેને દર્શકોએ વધાવ્યો હતો. પરંતુ હવે તે ‘રૂપ – મર્દ કા નયા સ્વરૂપ’માં રણવીરનું નકારાત્મક પાત્ર ભજવી રહ્યો છે. બીજી બાજુ હિના ખાન ‘ કસૌટી જિંગી કી ટુ’માં રોમોલિકાના ગ્રે શેડ્‌સમાં જાવા મળે છે. જે એક સ્વાર્થી મહિલાનું પાત્ર છે. કરણ વહોરા ‘કૃષ્ણા ચલી લંડન’માં કૃષ્ણા માટે મુશ્કેલીઓ લાવે છે. જ્યારે સંગીતા ઘોષ પણ ‘દિવ્ય દ્રિÂષ્ટ’માં નેગેટિવ ભૂમિકા ભજવી રહી છે. શ્રેણુ પરીખ પણ ‘એક ભ્રમ..સર્વાગુણ સંપન્નમાં નકારાત્મક રોલ કરી રહી છે. જે સારા યુવક-યુવતીના પાત્ર ભજવતા હતા તે જ કલાકારો હવે ખરાબ રોલ કરવા લાહ્યા છે. તેમના પ્રમાણે નકારાત્મક પાત્ર ભજવવું એ સરળ ન હોવાની સાથે પડકારરૂપ છે. આ ઉપરાંત તેઓ પોતાના પાત્રમાં વૈવિધ્ય લાવવા માટે પણ નવાનવા અનુભવ લેતા હોય છે.શ્રેણુના પ્રમાણે ‘હટકે’ રોલ કરવો એ પણ દરેક એકટરની ઇચ્છા હોય છે. એક પરફોર્મર તરીકે તમે મને સ્વાર્થી કહી શકો. મને આ સિરીયલના પાત્રે મોકળું મેદાન આપ્યું છે. હું મારા સરળ જાનમાંથી બહાર આવીને ખતરાના ઝોનમાં આવી છું તેમ કહી શકાય,દરેક રોલ સાથે અમે અમારા અભિનયમાં બદલાવ અને સુધાર લાવવાના પ્રયાસ કરતા હોઇએ છીએ, તેમ અર્જુન બિજલાની કહે છે. એક એકટર તરીકે, હું વિવિધ રોલ ભજવવા માટે તત્પર રહું છું. કદાચ મારા દર્શકો મને નકારાત્મક રોલમાં પસંદ ન પણ નકરે. પરંતુ એકઆંધળાના પાત્ર ભજવવાની મને તક મળી છે. વિવિધ પાત્ર પર હાથ અજમાવાની મારી લાલસા છે, તેમ અર્જુન બિજલાનીએ કÌšં હતું.
સકારાત્મક રોલ ભજવ્યા બાદ અચાનક નકારાત્મક પાત્રને પસંદ કરવા એ કલાકાર માટે સરળ નથી. એકતા કપૂર એક જ વ્યÂક્ત છે જેણે મને વેમ્પ પાત્ર ભજવવા માટે મનાવી લીધી. હિના ખાન ‘કસોટી ઝિંદગી કી ટુ’માં કોમોલિકાનું પાત્ર ભજવી રહી છે. એકતાએ મને જે રીતે કોમોલિકાના પાત્ર વિશે ઊંડાણમાં સમજાવ્યું હતું , તે સાંભળીને જ હું તૈયાર થઇ ગઇ હતી. તેણે મને પડકાર પણ ફેંક્્યો હતો કે, તારે આ રોલ પસંદ કરવો છે કે, પછી એક વહુ અને દીકરીની સીધીસાદી જ ભૂમિકાઓ ભજવીને સંતોષ માણવો છે. એકતાએ વધુમાં મને એમ પણ કÌšં હતું કે, તું કોમોલિકાનું પાત્ર સારી રીતે ભજવી શકીશ એવો મને પૂરો વિશ્વાસ છે. નીલ ભટ્ટે જે ‘ મર્દ કા નયા સ્વરૂપ’માં રણવીરનુંનું નકારાત્મક પાત્ર ભજવીરહ્યો છે. તેણ ેજણાવ્યું હતુ ંકે, નકારાત્મક પાત્ર સાઇન કરવા માટે મેં મારી જાતને તૈયાર કરી હતી.સિરીયલમાં હકારાત્ક કરતાં નકારાત્મક શેડ્‌સ નિર્માતા માટે નવો વળાંક છે. આજના દર્શકો પરિવારની એકની એક વાત જાઇને કંટાળી જતા હોય છે. તેથી નિર્માતા-દિગ્દર્શક શોને રસપ્રદ બનાવવા માટે તેમજ દર્શકને જકડી રાખવા માટે અવનવા ગતકડા કરતા હોય છે. તેથી નેગેટિવ રોલ્સ હવે વાર્તામાં મહત્વના થઇ ગયા છે. તેમ એકન નિર્માતાએ જણાવ્યું હતું. અન્ય એક નિર્માતાના પ્રમાણે, નકારાત્મક પાત્રમાં એક એકટરે ઘણું બધું કરવાનું હોય છે. આ પાત્રમાં કલાકારોને વધુ સ્પેસ મળે છે. તેમજ દર્શકોને તેમના મનગમતા એકટર્સોના વિવિધ પાસાનો પણ આનંદ મળતો હોય છે. દર્શકોને પણ સકારાત્મક કરતાં નકારાત્મક પાત્ર વધુગમતાં હોય છે. તાજેતરમાં ભારતીય ટી.વી.ની શ્રેણીઓમાં દર્શકોએ ઘણી અભિનેત્રીઓને સિરિયલ અધવચ્ચેથી છોડી દેતા જાઈ છે. કારણ તેઓ માતા કે દાદીની ભૂમિકા ભજવવા નથી માંગતી. કારણ તેઓનું માનવું છે કે એકવાર માતા કે દાદીની ભૂમિકા ભજવ્યા બાદ દર્શકો કે શ્રેણીના નિર્માતા અને દિગ્દર્શકો તમને ફરીથી એક નાની વયની યુવતી કે વહુનું પાત્ર આપી શકતા નથી અને તેથી જ તેઓ એ સિરિયલો છોડી દેતી હોય છે જેણે તેમને ઘરઘરમાં લોકપ્રિય બનાવ્યા હોય તે સિવાય તેઓ લગભગ તેમની જ ઉંમરનાં સહકલાકારોની માતા કે દાદીમાનું પાત્ર નથી ભજવવા ઈચ્છતી અને શો છોડી દે છે. આવો જાણીએ કંઈ અભિનેત્રીઓએ મોટી ઊંમરનું પાત્ર ભજવવાનો ઈનકાર કરી સિરિયલ છોડી અને આ પ્રકરણે નિર્માતા અને દિગ્દર્શકોનો શો મત છે.
* મીરા દેઓસ્થલે
શોઃ ઉડાન.
ઉડાનમાં મીરાએ ચકોરની ભૂમિકા ભજવી હતી જે શ્રેણીના મુખ્ય નાયિકા હતી જે શ્રેણીમાં મુખ્ય નાયિકા છે. ત્રણ વર્ષ સુધી ચકોરની ભૂમિકા ભજવ્યા બાદ હમણાં આ શોએ સમયનો જમ્પ માર્યો. જેમાં ચકોર મોટા બાળકની માતાનું પાત્ર ભજવતી જાવા મળશે. તેથી મીરાએ કÌšં કે હું પોતે ૨૨ વર્ષની છું. હું ૧૨ વર્ષના બાળકની માતાનું પાત્ર કંઈ રીતે ભજવી શકું. તેણે કÌšં કે હું જાણું છું કે ઘણી અભિનેત્રીઓ માતાના પાત્રને સ્વીકારી લેતી હોય છે. અને કદાચ હું પણ તે ભજવી શકી હોત. પરંતુ મને એવું લાગે છે કે હું એટલી પણ ઠરેલ નથી દેખાતી કે માતાની ભૂમિકા ભજવી શકું.
* સુરભી ચંદન
શોઃ ઈશ્કબાઝ.
હાલમાં જ આ શા માં મોટો જમ્પ દેખાડયો છે. જેમાં સુરભીને
આભાર – નિહારીકા રવિયા નકુલ મહેતાની માતાનું પાત્ર ભજવવા જણાવાયું છે. અને નકુલને ડબલ રોલની ઓફર મળી છે. પરંતુ અભિનેત્રીએ આ ઓફર ઠુકરાવી કÌšં કે હું વ્યÂક્તની માતાની ભૂમિકા કંઈ રીતે ભજવી શકું. જેની સાથે મેં ઓનસ્ક્રીન બે વર્ષ રોમેન્સ કર્યો હોય અને હાલ તો હું સ્ક્રીન પર માતાનું પાત્ર નથી ભજવવા માંગતી.
* પારૂલ ચૌહાન
શોઃ યે રિશ્તા ક્્યા કહલાતા હૈ.
પારૂલે તાજેતરમાં જ તેની ખૂબ જ લોકપ્રિય શ્રેણી યે રિશ્તા ક્્યા કહલાતા હૈ છોડવાનો નિર્ણય લીધો હતો. આ વખતે તેમાં બે વર્ષનો જન્મ દેખાડાયો છે. જેમાં અભિનેત્રીને દાદીમાનું પાત્ર ભજવવા જણાવ્યું હતું. પરંતુ અભિનેત્રી સ્ક્રીન પર દાદીમાનું પાત્ર ભજવવા તૈયાર નહોતી તેથી તેણે સિરિયલ છોડવાનો નિર્ણય લીધો અને જણાવ્યું કે આવા જમ્પ એ સિરિયલોમાં સામાન્ય બાબત છે.
અને તેમાં અભિનય કરવો સ્વીકારવું કે નહીં તે દરેકની વ્યÂક્તગત પસંદગી છે. જા તમારૂં પાત્ર અને કયા તમારા વ્યÂક્તત્વને અનુરૂપ હોય તે તે તમારે કરવું જાઈએ પણ મને દાદીમાનું પાત્ર ભજવવું અનુકૂળ નથી લાગતું. તેથી મેં સિરિયલ છોડવાનો નિર્ણય લીધો છે.
* તોરલ રાસપુત્રા
શો ઃ મેરે સાંઈ.
તોરલ રાસપુત્રાને જ્યારે મેરે સાંઈમાં માતાની ભૂમિકા ભજવવાનું જણાવ્યું ત્યારે તેણે તે શો છોડવાનો નિર્ણય લીધો. આ સિરિયલ છોડયા બાદ તેણે કÌšં કે તેમણે મને સાંઈની માતા બનવાનો પ્રસ્તાવ આપ્યો હતો અને સિરિયલોમાં આ ટ્રેન્ડ વર્ષો જૂનો છે તેથી અભિનેત્રીઓએ તેને સ્વીકારવો જ રહ્યો. જાકે તેણે ઊડાનમાં ચકોરની ભૂમિકા સ્વીકારી લીધી છે. જેમાં તે એક કિશોરની માતાનું પાત્ર ભજવશે. આ બાબતે તે કહે છે કે એક વયસ્કની માતા અને એક કિશોરની માતાનું પાત્ર ભજવવામાં જમીન આસમાનનું અંતર છે.
* દ્રÂષ્ટ ધામી
શો ઃ સિલસિલા અને એક થા રાજા એક થી રાની.
દ્રÂષ્ટએ સિલસિલા સિરિયલમાં નંદીનીનું પાત્ર ભજવ્યું હતું. આ શા એ જમ્પ લીધો હોવાથી તેણે માતાનું પાત્ર ભજવવાનો પ્રસ્તાવ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ તે એક થા રાજા એક થી રાની સિરિયલમાંથી આજ પ્રકરણે બહાર નિકળી ગઈ હતી. અને તેણે કÌšં હતું કે આ શા ની મારી સફર આટલી જ હતી જે અહીં પૂર્ણ થઈ.
* રિધ્ધી ડોગરા
શો ઃ વો અપના સા.
જ્યારે વો અપના સા એ ૨૦ વર્ષનો જમ્પ લીધો હતો ત્યારે તેને ૫૦ વર્ષની મહિલાનું પાત્ર ભજવવા જણાવાયું હતું. જેમાં તે એક બાળકની માતા પણ હતી.
પરંતુ તે ઓનસ્ક્રીન મોટી ઊંમરની મહિલાનું પાત્ર ન ભજવવા માંગતી હોવાથી તેણે આ પ્રસ્તાવ નકારી દીધો હતો. તેણે કÌšં કે નાના પડદે આવી ભૂમિકા ભજવવી જાખમી છે. જા મને આ પ્રસ્તાવ કોઈ નાટક કે ફિલ્મ માટે મળ્યો હોત તો હું તે જરૂરથી સ્વીકારત. કારણ તે ખૂબ જ થોડા સમય માટે હોય છે. પરંતુ સિરિયલમાં આ ભૂમિકા ભજવવી મને યોગ્ય નથી લાગતી.
* નિયા શર્મા
શો ઃ જમાઈ રાજા.
બે વર્ષ પહેલાં નિયા જમાઈ રાજા શા માં રવિ દુબેનાં પ્રેમ તરીકે દેખાઈ હતી અને પાછળથી તેમાં મોટો જમ્પ દેખાડાતા તેને માતાનું પાત્ર ભજવવાનો પ્રસ્તાવ મળ્યો હતો. તેથી તેણે સિરિયલ છોડી દીધી હતી. તેણે કÌšં કે મારી હાલમાં આવી ભૂમિકા ભજવવાની ઈચ્છા નહોતી તેથી મેં આ શા છોડવાનો નિર્ણય લીધો છે.
આ પ્રકરણે સિલસિલાનાં નિર્માતાનું કહેવું છે કે દ્રÂષ્ટએ કદાચ માતાની ભૂમિકા ભજવવાથી નહીં પરંતુ એક બીજી સ્ત્રી અને ઈર્ષાળુ પત્નીનું પાત્ર ભજવવાથી વાંધો હતો તેથી તેણે સિલસિલા સિરિયલને છોડવાનો નિર્ણય લીધો હતો.આ પ્રકરણે બીજા એક જાણીતા નિર્માતાએ કÌšં કે આ તો દરેક અભિનેતા અને અભિનેત્રીઓનો સ્વતંત્ર નિર્ણય હોઈ શકે કે સિરિયલમાં મોટી ઊંમરના પાત્રો ભજવવા કે નહીં. આ બધી બાબતોની સ્પષ્ટતા અગાઉથી જ કોન્ટ્રેક્ટમાં કરી લેવી વધુ સુરક્ષિત હોય. કારણ તેનાથી પાછળથી કોઈ સમસ્યા નિર્માણ નથી થતી. અને એક શા માત્ર કલાકારથી જ નથી ચાલતો. તેની પાછળ ક્રિએટીવ ટીમ, દર્શકો અને બીજા પણ ઘણા પરિબળો હોય છે. કોઈ અભિનેતાની હાજરી અનિવાર્ય નથી હોતી. તેથી દરેક બાબત દરેકના અંગત નિર્ણયો પર અવલંબને છે.આ પ્રકરણે ઈશ્કબાઝની નિર્માતા ગુલ ખાને કÌšં કે મને લાગે છે કે માતા બનવું એજ એકમાત્ર કારણ છે. જેને કારણે અભિનેત્રીઓ સિરિયલ છોડી દેતી હોય છે. ભારતમાં રાજકીય વાતાવરણમાં મહિલાની ઊંમર ખૂબ જ ચર્ચાનો વિષય હોય છે. તેની સાથે માતાનું પાત્ર ભજવતી મહિલાને માત્ર માતાનું અને ૫૦ વર્ષના પુરૂષોને તેનાથી અડધી અને અડધા કરતા પણ વધુ નાની હિરોઈનો સાથે રોમેન્સ કરવાની છૂટછાટ અપાય છે તેજ દર્શાવે છે આપણા સમાજની પુરૂષપ્રધાન વિચારસરણી અભિનેત્રીઓ ને પણ ડર તો હોય જ છે કે માતાનું પાત્ર ભજવ્યા બાદ તેને મુખ્ય અભિનેત્રીનું પાત્ર ભજવવાની તક નહીં મળે અને આ જમ્પ કરતા પણ ગહન સમસ્યા છે.