the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ડાયના પેન્ટી આ વર્ષે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ કરશે

  • ડાયના પેન્ટી વોડકા બ્રાન્ડ ‘Grey Goose’ને રેપ્રેઝન્ટ કરશે

  • કંગના રનૌત અને હુમા કુરેશી પણ આ બ્રાન્ડને જ રેડ કાર્પેટ પર રેપ્રેઝન્ટ કરવાના છે

બોલિવૂડ ડેસ્ક: ડાયના પેન્ટી આ વર્ષે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ કરવાની છે. સમગ્ર દુનિયાનાં બેસ્ટ સિનેમાને સેલિબ્રેટ કરવા માટે દર વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થાય છે. આ વર્ષનો 72મો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશન 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ આ ફેસ્ટિવલ પૂરો થશે. આ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સમાં યોજાઈ રહ્યો છે. ડાયના પેન્ટી વોડકા બ્રાન્ડ ‘Grey Goose’ને રેપ્રેઝન્ટ કરશે. ઉપરાંત કંગના રનૌત અને હુમા કુરેશી પણ આ બ્રાન્ડને જ રેડ કાર્પેટ પર રેપ્રેઝન્ટ કરવાના છે. કંગના અને હુમાએ ગયા વર્ષે જ ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું હતું.

ડાયના પેન્ટીએ જણાવ્યું કે, ‘છેલ્લા ઘણાં વર્ષોથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને ઘણી નામના મળી છે. હું ખૂબ ઉત્સુક છું કે, મને બ્રાન્ડ દ્વારા આ વર્ષે ઇવેન્ટમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું.’

આ વર્ષે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ઐશ્વર્યા રાય, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ પણ રેડ કાર્પેટ વોક માટે તૈયાર છે. આ વર્ષે ડાયના પેન્ટી સિવાય ટીવી એક્ટ્રેસ હિના ખાન પણ રેડ કાર્પેટ ડેબ્યુ કરવાની છે. હિના ખાનની શોર્ટ ફિલ્મનું પ્રીમિયર 17 મે ના થવાનું છે.