the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

તક રોળાઈ ગઈ

સૌના સમય અને શક્તિ અત્યારે લોકસભાની ચૂંટણી અને આગામી વડાપ્રધાનની ચર્ચા પર ખર્ચાય છે,પરંતુ દેશનો સૌથી ભયંકર એવો દુકાળ મહારાષ્ટÙમાં છે એના પર અપાવું જાઇએ એટલું ધ્યાન અપાતું નથી. કૃષિ પ્રધાન દેશમાં ૭૦ વરસેય નથી દુકાળના નિવારણ મળતાં કે નથી એને ગંભીરતાથી લેવાનો અભિગમ દેખાતો. સમસ્યા આપણી રાજકીય ગળથૂથીમાં જ લાગે છે. રાજકારણીઓની નજર હટી એટલે અફસરોની મનમાની વધી. મહારાષ્ટÙને દુકાળમુક્ત કરવાની દિશામાં ૨૦૧૫માં એક સરસ કાર્યક્રમ હાથ ધરાયો હતો, જળયુક્ત શિવાર અભિયાન. આમાં વાટ્‌સમેન આૅફ ઇÂન્ડયા તરીકે ઓળખાતા પ્રોફેસર રાજેન્દ્રસિંહ અને પોપટરાવ પવાર સહિતના નામવંત-વિચારવંતોને સામેલ કરાયા હતા. મૂળ આયોજન તો મહારાષ્ટÙને ૨૦૧૯ સુધીમાં દુકાળ-મુક્ત બનાવવાનું હતું,પરંતુ ૨૦૧૯માં ફરી મહારાષ્ટÙ ભીષણ દુકાળના ભરડામાં સપડાયું છે. તો જળયુક્ત શિવાર અભિયાન ફ્લાપ? શા માટે? કેવી રીતે? રાજકારણીઓ કે અમલદારો પૂરું સત્ય જાણતા હોય તો ય એ પ્રગટ કરવાના નથી કે કરી શકવાના નથી. એ સત્ય એમની નિષ્ફળતાનું કબૂલાતનામું થઇ જાય. આ મામલે પ્રો. રાજેન્દ્રસિંહે સરસ વિચારો વ્યક્ત કર્યા છે. કોઇ પક્ષ કે સરકારની ટીકા કરવાને બદલે તેમણે કરેલી નિષ્પક્ષ અને વાસ્તવલક્ષી એનાલિસિસ આંખ ઉઘાડનારી છે. એમના મંતવ્ય જાણ્યા બાદ ઊપજતી હતાશા પર આશાની રૂપેરી કોર દેખાય છે કે દુકાળની સમસ્યાનો ઉકેલ શક્્ય છે ખરો. તો પછી જળયુક્ત શિવાર અભિયાનમાં પ્રયાસો કાચા ક્્યાં પડ્યા? રાજ્યના ૩૬માંથી ૩૨ જિલ્લા દુકાળની પકડમાં છે. ત્યારે આ સવાલ વધુ મહ¥વનો બની રહે છે. દેશના મહ¥વના બંધમાંથી ૪૮ ટકા બંધ આપણા રાજ્યમાં છે. છેલ્લા એક દાયકામાં સિંચાઇ માટે રૂપિયા સિત્તેર હજાર કરોડની રકમ વપરાઇ છે. છતાં દુકાળ કેવી રીતે પડે છે. પ્રોફેસર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે યોજના અને અમલ વચ્ચેના ગાળાનું આ પરિણામ છે. પૂરેપૂરા અભ્યાસ અને મહેનત બાદ યોજના ઘડી શકાય, પણ એનો અમલ કરનારા બીજા હોય. જળયુક્ત શિવાર અભિયાનમાં અહીં જ સમસ્યા ઉભી થઇ. યોજનાનો આરંભ થઇ ગયો એટલે જળ સ્રોત ફરી જીવંત કરવાનું કામ કોન્ટ્રાક્ટર્સના હાથમાં ગયું. આ લોકોને પરિણામ કરતાં વધુ ફિકર નફાની હોય એમાં પાછા અમલદારોની સંડોવણી થાય. આ બેને પાપે ભલભલી સારી યોજનાઓનું ધનોતપનોત નીકળી જાય. જળયુક્ત શિવાર અભિયાન સફળ થઇ શકે એનું ઉદાહરણ સાંગલીમાં આજેય દેખાઇ આવે છે. અહીં સ્થાનિક પ્રજાજનોને સામેલ કરાયા. બે નદી મહાકાલી અને અગ્રણીને પુનઃજીવિત કરાઇ. આજે આખા રાજ્યમાં પાણીના નામની બૂમાબૂમ છે. ત્યારે આ બંને નદીમાં ભરપૂર પાણી છે.કોન્ટ્રાક્ટર અને અમલદારના હાથમાં વધુ હોય એટલે મોટાભાગનું કામ કાગળ પર થયાનું દેખાતું આવે છે. જ્યારે પ્રજા સામેલ થાય એટલે સ્થાનિકોના જાશ અને લાગણી ઉમેરાય અને પ્રગતિ પર સેંકડો આંખની નજર રહે. આ અભિયાનના અમલમાં રહેલી કચાશમાંથી સરકાર ઇચ્છે તો ઉપયોગી બોધપાઠ શીખી શકે છે. પરંતુ આ બોધપાઠ કયારે અને કોણ ગ્રહણ કરે? નીતિઓના ચુસ્ત અમલ માટેની રાજકીય ઇચ્છા-શÂક્ત હોય તો જ આ બોધપાઠ કામનો છે. માત્ર કાગળ પર આયોજન કરવાથી બધુ હાંસલ થઇ જવાનું નથી. એને સફળ બનાવવા માટે અનેક આનુષાંગિક પરિબળોનો વિચાર કરવો પડે. સતત રાજકારણમાં ગળાડૂબ રહેતા નેતાઓને યોજના શરૂ કરી, અખબારોમાં મોટી જાહેરખબરો પ્રજાની કમાણીના પૈસે છપાવીને વાહવાહી લૂંટી લેવામાં રસ હોય ત્યાર બાદ આ યોજનાનું શું થયું તે જાણવામાં તેમને રસ હોતો નથી.